- 'વડીલોએ પુત્રીઓને કેવી વર્તણૂક કરવી જોઈએ એ શીખવવા અને તેને વિકસાવવા માટે પોતાની તમામ ઊર્જાનો ઉપયોગ કરવો જોઈએ
- 'એક સમય હતો જ્યારે મારું પોષણ માત્ર મારી પત્નીના પગાર પર થતું હતું અને આવું કરવામાં મને કોઈ ગેરલાભ નજરે નહોતો પડયો. સંભવતઃ શ્રેષ્ઠ માર્ગમાં મારી પત્ની અને પુત્રીની અસર મારા પર પડી છે.'
પં કજ ત્રિપાઠી આજે એક સેલિબ્રિટેડ એક્ટર ગણાય છે અને તેણે તેની અભિનય ક્ષમતાથી લોકોના હૃદયમાં સારુંએવું સ્થાન જમાવ્યું છે. જો કે તેની કારકિર્દીના પ્રારંભના વર્ષોમાં આવી સ્થિતિ તો નહોતી જ. અરે, ઇન્ડસ્ટ્રીમાં સ્થાન મેળવવામાં તેણે સંઘર્ષ કરવો પડયો હતો. આ સંદર્ભે પંકજ ત્રિપાઠીએ પોતે કહ્યું છે કે 'એક સમય હતો જ્યારે મારું પોષણ માત્ર મારી પત્નીના પગાર પર થતું હતું અને આવું કરવામાં મને કોઈ ગેરલાભ નજરે નહોતો પડયો. સંભવતઃ શ્રેષ્ઠ માર્ગમાં મારી પત્ની અને પુત્રીની અસર મારા પર પડી છે.'
પંકજ ત્રિપાઠીએ 'નિલ બેટરી સન્નાટા' (૨૦૧૬), 'બરેલી કી બરફી' (૨૦૧૭), 'ન્યૂટન' (૨૦૧૭) અને 'ગુંજન સકસેના ઃ ધ કારગિલ ગર્લ' (૨૦૨૦) જેવી ફિલ્મોમાં અદ્ભુત ભૂમિકા ભજવી છે અને લોકોની ચાહના મેળવી છે.
ત્રિપાઠી તેની પત્ની અને પુત્રીની વાતો વારંવાર કરે છે અને તેઓ તેમને પોતાની તાકાતના પિલ્લર તરીકે ઓળખાવે છે. બીજી તરફ તેની પત્ની પણ તેઓ કેટલાં શ્રેષ્ઠ પિતા છે અને એવી જ રીતે કેટલી સંભાળ રાખનાર અને પ્રોત્સાહન પોતાના પતિ છે, તેની પણ વાતો કરતાં રહે છે. સાવ સરળ પાશ્ચાદ્ ભૂથી આવેલા 'લુડો' (૨૦૨૦)ના આ અભિનેતાએ આપણાં સમાજના મહત્ત્વના પાસાં પર ધારદાર રોશની પણ નાખી છે અને આ વખતે તો તેમણે પોતે નારીવાદી હોવા અંગે પણ જણાવ્યું છે. આ સાથે જ તેમણે યુવાન છોકરાને નારીવાદના પીઠ શીખવવાના મહત્ત્વ પર પોતાના મંતવ્યને વ્યક્ત કર્યા છે.
'વડીલોએ પુત્રીઓને કેવી વર્તણૂક કરવી જોઈએ એ શીખવવા અને તેને વિકસાવવા માટે પોતાની તમામ ઊર્જાનો ઉપયોગ કરવો જોઈએ અને એ પણ તેમની સામે છોકરાઓ આવે ત્યારે. આ સાથે જ જ્યારે જરૂર હોય ત્યારે તેમને આવું સરખું મહત્ત્વ આપવું નહીં જોઈે, એવું મારું માનવું છે. આજના અભ્યાસક્રમમાં નારીવાદનો સમાવેશ કરવો જોઈએ, એમ મારું માનવું છે અને બધા જ છોકરાઓ માટે એ શીખવું જરૂરી હોવું જ જોઈએ. જો આવું થશે તો આપણે આપણી પુત્રીઓને 'બચાવવા'ની વધુ જરૂર નહીં,' એમ તેમણે જણાવ્યું હતું. છેલ્લાં કેટલાંક સમયથી દેશમાં જાતિ/લિંગ આધારિત ગુનામાં જબરદસ્ત વધારો થયો છે અને આ ઊંડા મૂળ ધરાવતી સમસ્યા છે. આ કારણે સામાજિક પરિસ્થિતિના પરિણામ સર્જાયા છે. નારીવાદનું શિક્ષણ આવશ્યક છે. પંકજ ત્રિપાઠી એવું માને છે કે નારીવાદ તો સ્ત્રી અને પુરુષને સમાન તકો અને અધિકાર આપવાની વાત છે અને આ પરિકલ્પનાને છોકરામાં નાખવાની જરૂર છે કેમ કે એવું થશે તો તેઓ મજબૂત બની શકશે. છોકરાંને શરૂઆતતી જ આ બાબત શીખવવી પડશે. આ સાથે જ કોઈ જાતિ ઊંચી નથી કે નીચી નથી એ વાતનું પણ ધ્યાન રાખવું પડશે. અન્ય જાતિઓનો આદર કરતા અને અગાઉ, તેમનું સશક્તિકરણ કરવાનું કપરું હતું એ વાતને ધ્યાનમાં રાખતા માત્ર છોકરીઓ જ નહીં, પણ છોકરાને પણ આ બાબતમાં આવરી લેવાનું જણાવ્યું હતું. આ બાબત અંગે આપણા દેશમાં તત્કાળ ધ્યાન આપવાની અને તેમાં ફેરફાર કરવાની જરૂર છે,' એમ પંકજ ત્રિપાઠીએ જણાવ્યું હતું.
from Magazines News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/3uFjKMd
ConversionConversion EmoticonEmoticon