- અભિનતાનો સંપર્ક થયો હોવાની વાત
(પ્રતિનિધિ દ્વારા) મુંબઇ
સલમાન ખાનની આવનારી ફિલ્મ વિશે જાણવા માટે દર્શકો ઉત્સુક હોય છે. અભિનેતા સાઉથની એક ફિલ્મની હિંદી રીમેકમાં જોવા મળે તેવી શક્યતા છે.
સૂત્રની વાત સાચી માનીએ તો, સલમાને સાઉથની હિટ ફિલ્મ માસ્ટરની હિંદી રિમેકમાં રસ દાખવ્યો છે. કબીર સિંહના પ્રોડયુસર મુરાદ ખેતાની આ હિંદી ફિલ્મનું નિર્માણ કરવાનો છે. ા ફિલ્મ માટે નિર્માતા-દિગ્દર્શકે બોલીવૂડના ટોચના કલાકારોના સંપર્ક કરવાનું શરૂ કરી દીધું છે. જેમાં સલમાન ખાન પ્રથમ ક્રમાંકે છે.
વધુમાં સૂત્રે કહ્યુ હતુ કે, ફિલ્મની ટીમે છેલ્લા ૩૦ દિવસમાં સલમાન સાથે એક-બે મિટીંગ પણ કરી છે. સલમાનને ફિલ્મનો કોન્સેપ્ટ પસંદ પણ આવ્યો છે. જો સમૂસુથરુ પાર પડશે તો સલમાન ખા નઆ ફિલ્મમા ંજોવા મળશે.
from Entertainment News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/31Lz916
ConversionConversion EmoticonEmoticon