હં ગેરીના ડોક્ટર ઈસ્ટવાન કોર્મેન્ડી ૯૭ વર્ષે ય સક્રિય છે. આ ડોક્ટરનો જન્મ હંગેરીમાં ૧૯૩૨માં થયો હતો. તેમના પિતા પણ ડોક્ટર હતા. યહૂદી ઈસ્ટવાન કોર્મેન્ટી બીજા વિશ્વયુદ્ધ વખતે હિટલરના ત્રાસમાંથી બચી ગયા હતા. એ વખતે તેમણે મેડિકલનો અભ્યાસ શરૂ કર્યો હતો, પરંતુ વિશ્વયુદ્ધની અફરા-તફરીમાં તેમનો અભ્યાસ અધવચ્ચે છૂટી ગયો હતો. હિટલરે ૧૯૪૪માં હંગેરી પર કબજો કરી લીધો હતો અને બધા જ યહૂદીઓને ડિટેન્શન કેમ્પમાં મોકલી દીધા હતા. એમાંથી બચીને તે બુડાપેસ્ટમાં આવી ગયા હતા. થોડોક વખત બુડાપેસ્ટમાં રહ્યા ત્યાં વિશ્વયુદ્ધ પૂરું થયું એટલે ફરીથી હંગેરીમાં આવી ગયા હતા અને મેડિકલનો અભ્યાસ આગળ વધાર્યો હતો. એ પછી તેમણે નક્કી કર્યું હતું કે ડોક્ટર બનીને જીવીશ ત્યાં સુધી લોકોની સેવા કરીશ. ૧૯૫૦માં ડોક્ટર બન્યા પછી તેઓ હંગેરીના સરકારી હેલ્થ સેક્ટરમાં જોડાયા હતા. એ દિવસોમાં અલગ હોસ્પિટલોની વ્યવસ્થા ન હોવાથી ઘણાં ડોક્ટરોને ઘરમાં જ સુવિધા આપવામાં આવતી હતી. તેના ભાગરૂપે કોર્મેન્ડીએ ઘરમાં જ પ્રેક્ટિસ શરૂ કરી હતી. ૧૯૮૯માં તેઓ સત્તાવાર રીતે નિવૃત્ત થયા હતા, પરંતુ સરકારે તેમની સેવા લેવાનું ચાલુ રાખ્યું હતું. ૯૭ વર્ષની વયે પણ તેમની પાસે ૩૦૦ દર્દીઓ નોંધાયેલા છે. હંગેરીમાં ઈસ્ટવાન કોર્મેન્ડી સૌથી વયોવૃદ્ધ સક્રિય ડોક્ટર છે. કોરોનાકાળમાં પણ તેઓ ઓનલાઈન માર્ગદર્શન આપે છે. તેમની નિવૃત્ત થવાની કોઈ જ યોજના નથી.
from Magazines News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/3fBuIOx
ConversionConversion EmoticonEmoticon