ખેડા જિલ્લા એક જ દિવસમાં કોરોનાના રેકોર્ડબ્રેક 57 જેટલા પોઝિટિવ કેસ નોંધાયા


નડિયાદ : ખેડા જિલ્લામાં આજે એક જ દિવસમાં રેકોર્ડબ્રેક ૫૭ કોરોના પોઝિટિવ કેસો સામે આવતા જિલ્લામાં  હાહાકાર મચી ગયો છે.એપ્રિલ મહિનાના ત્રીજો  શનિવાર  બ્લેક સેડર્ડે સાબિત થયો છે.ગત એપ્રિલથી આ એપ્રિલ સુધીના કોરોનાકાળમાં ખેડામાં એક દિવસમાં કોરોના પોઝિટિવ કેસોનો સૌથી મોટો આંકડો ૪૭ સરકારી ચોપડે નોંધાયો છે.આ તરફ સરકારી સત્તાવાર આંકડામાં પણ રોજેરોજ રેકોર્ડબ્રેક કેસો નોધાઇ રહ્યા છે.

ચાલુ એપ્રિલ માસના ૧૬ જ દિવસમાં કોરોના પોઝિટિવનો સત્તાવાર આંકડો ૫૭૭ પર પહોંચી ગયો છે અને જિલ્લાના કુલ કોરોના પોઝિટિવ કેસોનો આંકડો ૪,૫૪૨થયો છે. જિલ્લામાં શનિવારે નોંધાયેલા કુલ ૫૭ કેસોમાં  ૩૩  પુરુષ અને ૨૪ સ્ત્રીઓ છે. આજ રોજ સૌથી વધુ નડિયાદ શહેર અને તાલુકા મળીને ૩૦,ખેડામાં ૧૧,મહેમદાવાદમાં ૪,મહુધામાં ૪,કપડવંજમાં ૩,ગળતેશ્વરમાં ૨,ઠાસરામાં ૨ અને માતરમાં એક કોરોના પોઝિટિવ કેસ સરકારી ચોપડે નોંધાયો છે.ખેડા જિલ્લામાં આજરોજ ૬૮૧ સેમ્પલ લેવામાં આવ્યા હતા.તે પૈકી કુલ-૫૭ કેસ પોઝીટીવ આવ્યા છે.અત્યાર સુધીમાં કુલ-૪૫૪૨ લોકો પોઝીટીવ આવ્યા છે. કુલ ૮૨,૨૬૯ લીધેલ સેમ્પલમાંથી અત્યાર સુધીમાં કુલ-૭૪,૫૦૪ લોકોના સેમ્પલ નેગેટીવ આવ્યા છે.જ્યારે ૧૦૫૧  રિઝલ્ટ પેન્ડિંગ છે. જિલ્લામાં સારવાર લઈ રહેલા કુલ દર્દીની સંખ્યા ૨૬૦ છે.જે પૈકી ૧૫૭ દર્દીની સ્થિતિ સ્થિર છે, ૭૬ દર્દી ઓક્સીજન પર છે, ૨૭ દર્દી બાયપેપ પર છે અને ૪૪ હોમ આઈસોલેશનમાં છે. જિલ્લામાં અત્યાર સુધીમાં કોરોના સંક્રમિત કુલ ૪,૨૬૩ દર્દીઓને રજા આપવામાં આવી છે.

અત્યાર સુધી ખેડા જિલ્લામાં હેલ્થ કેર વર્કર (પ્રથમ ડોઝ) ૧૩,૦૧૩,હેલ્થ કેર વર્કર (બીજો ડોઝ ) ૧૦,૭૫૩, ફ્રન્ટલાઇન વર્કરને (પ્રથમ ડોઝ) ૩૭,૨૦૧, ફ્રન્ટલાઈન વર્કરને (બીજો ડોઝ )૧૧,૭૦૩  આપવામાં આવ્યો છે. ઉપરાંત  ૪૫ થી  વધુ ઉંમરના ૨,૪૭,૬૮૫ નાગરિકોને પ્રથમ ડોઝ જ્યારે  ૨૦, ૦૬૯ નાગરિકોને બીજો ડોઝ આપવામાં આવ્યો હતો.



from Kheda anand News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/3akeFkD
Previous
Next Post »