અક્ષય કુમાર પછી, 57 વર્ષિય ગોવિંદા પણ કોરોના પોઝિટિવ, જાણો તેમની તબિયત અંગે

મુંબઇ, 4 એપ્રિલ 2021 રવિવાર

બોલિવૂડ કલાકારો પણ કોરોનાનાં કહેરનો ભોગ બની રહ્યા છે. એક પછી એક અનેક ફિલ્મી હસ્તીઓને કોરોના ચેપ લાગવાના અહેવાલોથી ચાહકોમાં ખળભળાટ મચી ગયો છે. રવિવારે, અભિનેતા અક્ષય કુમાર પછી ફિલ્મ ઉદ્યોગનો એક અન્ય દિગ્ગજ અભિનેતા કોરોના પોઝિટિવ જણાયો છે. તાજેતરમાં મીડિયા અહેવાલોમાં કહેવામાં આવી રહ્યું છે કે અભિનેતા ગોવિંદાનો કોવિડ -19 ટેસ્ટ પોઝિટિવ આવ્યો છે. ગોવિંદાએ ખુદ આ રિપોર્ટની પુષ્ટિ કરી છે. આ સાથે, તેમની સ્થિતિ કેવી છે તે પણ જણાવ્યું છે.

અભિનેતા ગોવિંદા 57 વર્ષનાં છે અને તેમની ફિટનેસની તે ખૂબ જ કાળજી લે છે. કોરોના ચેપ લાગ્યો હોવાના સમાચાર પછી, એક મિડિયા રિપોર્ટમાં IANSને ટાંકીને કહેવામાં આવ્યું છે કે અભિનેતાએ પોતે કહ્યું છે કે તે જરૂરી તબીબી માર્ગદર્શન લઈ રહ્યો છે અને હજી પણ તે ક્નોરન્ટાઇન છે. તેમણે  તેમના સંપર્કમાં રહેલા લોકોને પણ કોરોનાનો ટેસ્ટ કરાવવા માટે અપીલ કરી છે.

ગોવિંદાએ IANSને કહ્યું  કે 'મે જાતે કોરોના ટેસ્ટ કરાવ્યો છે, અને તમામ કોરોના વાયરસને દૂર રાખવા માટે જરૂરી સાવચેતી રાખું છું. જો કે, આજે હું કોવિડ -19 પોઝિટિવ હોવાનું જણાયું છે, મારા હળવા લક્ષણો છે. ઘરે બીજા બધા લોકોના રિપોર્ટ નેગેટિવ આવ્યા છે. મારી પત્ની સુનિતા થોડા અઠવાડિયા પહેલા જ કોવિડ -19 માંથી સ્વસ્થ થઈ હતી.



from Entertainment News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/3umvSSc
Previous
Next Post »