બાલાસિનોર શહેરમાં સાંજના 4 વાગ્યા પછી સ્વયંભૂ લોકડાઉન જાહેર કરાયું


બાલાસિનોર : બાલાસિનોર નગરપાલિકા વિસ્તારમાં આવેલ શોપીંગ કોમ્પલેક્ષ તથા માર્કેટ વિસ્તારમાં આવેલ તમામ દુકાનો / વ્યાપારી એકમની ઓફિસ, ગોડાઉન, રેસ્ટોરન્ટ, ખુમચાઓ, ચાની લારીઓ વિગેરે સ્વયંભુ રીતે ખોલવાનો સમય સવારે ૬-૦૦થી સાંજનાં ૪-૦૦ કલાકનો રાખવા નક્કી કરવામાં આવેલ છે.

બાલાસિનોર નગરપાલિકા વિસ્તારમાં ધંધો કરતા  નાના મોટા વેપારીની આજરોજ નાયબ કલેકટર વિમલ ચૌધરી, બાલાસિનોર નગરપાલિકા પ્રમુખ ભૂપેન્દ્રભાઇ ચૌહાણ, બાલાસિનોર નગરપાલિકા ચીફ ઓફિસર ભદ્રેશભાઇ પટેલ તથા નગરપાલિકાના સભ્યો અને બાલાસિનોર નગરપાલિકા વિસ્તારમાં આવેલા વિવિધ વેપારી એસોસિયેશન, વેપારીઓ અને લાયન્સ ક્લબ, જેસી તથા અન્ય નગરજનોની એક મિટિંગ બાલાસિનોર નગરપાલિકા હોલમાં મળેલ. 

જેમાં બાલાસિનોર શહેરમાં કોરોનાનું સંક્રમણ ઘટે અને સંક્રમણની ચેઇન તોડી શકાય તે હેતુથી લેવામાં આવેલા નિર્ણય મુજબ બાલાસિનોર નગરપાલિકા વિસ્તારમાં આવેલ શોપીંગ કોમ્પલેક્ષ તથા માર્કેટ વિસ્તારમાં આવેલ તમામ દુકાનો / વ્યાપારી એકમની ઓફિસ, ગોડાઉન, રેસ્ટોરન્ટ, ખુમચાઓ, ચાની લારીઓ વિગેરે સ્વયંભુ રીતે ખોલવાનો સમય સવારે ૬-૦૦થી સાંજનાં ૪-૦૦ કલાકનો રાખવા નક્કી કરવામાં આવેલ છે. દરરોજ સાંજનાં ૪-૦૦ કલાક બાદ તમામ વેપારી એસોસિયેશનના હોદ્દેદારોએ, નાના-મોટા વેપાર ભાઇઓ, હોટલ-રેસ્ટોરન્ટ અને ચાની લારીઓ ઉક્ત પ્રમાણે સ્વયંભુ બંધ રાખી સાથ સહકાર આપવા અપીલ છે. આ સુચનાનો અમલ તા.૧૦/૪/૧થી૩૦/૦૪/૨૦૨૧ સુધી અમલ કરવાનો રહેશે. વધુમાં દર સોમવારે ગુમાસ્તધારા હેઠળ સંપૂર્ણ બજાર બંધ રાખવાનું રહેશે. બાલાસિનોર નગરપાલિકા વિસ્તારમાં દરેક નગરજનો , વેપારીમિત્રોએ, માસ્ક અવશ્ય પહેરવાનું તથા સોશિયલ ડીસ્ટનીંગનું અવશ્ય પાલાન કરવાનું રહેશે.



from Kheda anand News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/3d7sogA
Previous
Next Post »