મહીસાગર જિલ્લામાં કોરોનાનો અજગરી ભરડો : વધુ 41 પોઝિટિવ કેસ નોંધાયા


બાલાસિનોર : મહીસાગર જિલ્લામાં આજે બાલાસિનોર તાલુકાની ૪ સ્ત્રી, ૭ પુરૂષ, કડાણા તાલુકાની ૫ સ્ત્રી, ૩ પુરૂષ, ખાનપુર તાલુકાના ૪ પુરૂષ, લુણાવાડા તાલુકાની ૩ સ્ત્રી, ૧ પુરૂષ, સંતરામપુર તાલુકાની ૪ સ્ત્રી, ૬ પુરૂષ, વિરપુર તાલુકાની ૧ સ્ત્રી, ૩ પુરૂષનો  કોરોના રીપોર્ટ પોઝીટીવ આવ્યા છે.

આમ, જિલ્લામાં કોરોના (COVID 19)ના અત્યાર સુધીમાં એટલે કે તારીખ ૦૭-૦૪-૨૦૨૧ ના સાંજના ૫-૦૦ વાગ્યા સુધીમાં ૨૬૩૩ કેસ પોઝીટીવ નોધાયા છે. 

આજે જિલ્લામાં સારવાર લઇ રહેલા દર્દીઓ પૈકી લુણાવાડા તાલુકાની ૧ સ્ત્રી, ૨ પુરૂષ, સંતરામપુર તાલુકાની ૩ સ્ત્રી, વિરપુર તાલુકાની ૧ સ્ત્રી દર્દીઓએ કોરોનાને મ્હાત આપતાં તેમને રજા આપવામાં આવી છે. આમ, જિલ્લામાં અત્યાર સુધીમાં કુલ ૨૨૯૭ દર્દીઓ સ્વસ્થ થઇને સ્વગૃહે પરત ફર્યા છે.જિલ્લામાં કોરોનાના સંક્રમણને કારણે ૧૦ વ્યક્તિનું મૃત્યુ થયા છે. જયારે અન્ય કારણથી ૩૯ દર્દીનુ મૃત્યુ થતાં જિલ્લામાં કુલ ૪૯ મૃત્યુ  નોંધાવા પામ્યા છે. અત્યાર સુધીમાં જિલ્લામાં સીઝનલફલુ/ કોરોનાના કુલ ૧૫૨૮૬૧ રીપોર્ટ નેગેટીવ આવ્યા છે. તેમજ જિલ્લાના ૪૮૫ વ્યક્તિઓને હોમ ક્વોરોન્ટાઇલ હેઠળ રાખવામાં આવ્યા હોવાનું મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારીએ જણાવ્યું છે



from Kheda anand News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/3muClHV
Previous
Next Post »