બાલાસિનોરના જેઠોલીમાં 18 કેસ નોંધાતા 3 દિવસ સ્વયંભૂ લોકડાઉન


બાલાસિનોર : બાલાસિનોર તાલુકાના જેઠોલી ગામે કોરોનાના ૧૮ પોઝિટિવ કેસ નોંધાતા ગામમાં ત્રણ દિવસ સુધી સ્વયંભૂ લોકડાઉન કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. આ ઉપરાંત સંક્રમિત વિસ્તાર મુખી વડા ફળિયાને ક્વૉરન્ટાઈન કરવામાં આવ્યું હતું.

જેઠોલી ગામે કોરોનાના  18 જેટલા પોઝિટિવ કેસ આવતા  બાલાસિનોર તાલુકા કક્ષાએ  મામલતદાર ડિંડોર તથા તાલુકા વિકાસ અધિકારી એસ કે મનાત  નાયબ તી ડી ઓ  અરવિંદભાઈ પટેલ, વિસ્તરણ અધિકારી બચુભાઈ ભરવાડ તથા તલાટી કમ મંત્રી સતીશભાઈના  આરોગ્યના કર્મચારીઓએ  સરપંચ જાલુભાઇ ચૌહાણ તથા ગ્રામજનો મુકેશભાઈ પટેલ  તથા બેંકના કર્મચારી તથા દુકાનદારો વહેપારીઓની એક બેઠક કરી હતી અને ગ્રામજનોને સોશ્યલ ડિસ્ટન્સ તથા માસ્ક ફરજિયાત પહેરવા જણાવ્યું હતું અને મામલતદારની ગાઇડલાઈન પ્રમાણે લગ્ન તથા સામાજિક પ્રસંગો ના કરવા  સૂચન કર્યું હતું  એથી જેઠોલી ગામનું મુખી વડું ફળિયું કવૉરન્ટાઈન કરવામાં આવ્યું હતું અને ત્રણ દિવસ માટે આખું ગામ સ્વંય બંધ રાખવાનો નિર્ણય કર્યો હતો.



from Kheda anand News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/2R63yoz
Previous
Next Post »