બાલાસિનોર તાલુકામાં બીજા દિવસે 4 કેસ સાથે જિલ્લામાં 19 પોઝિટિવ કેસ


બાલાસિનોર : મહીસાગર જિલ્લામાં આજે બાલાસિનોર તાલુકાની ૧ સ્ત્રી, ૩ પુરૂષ, કડાણા તાલુકાની ૨ સ્ત્રી, ૩ પુરૂષ, ખાનપુર તાલુકાની ૨ સ્ત્રી, લુણાવાડા તાલુકાની ૧ સ્ત્રી, સંતરામપુર તાલુકાની ૩ સ્ત્રી, ૨ પુરૂષ, વિરપુર તાલુકાના ૨ પુરૂષનો  કોરોના રીપોર્ટ પોઝીટીવ આવ્યા છે.

આમ, જિલ્લામાં કોરોના (COVID ૧૯)ના અત્યાર સુધીમાં એટલે કે તારીખ ૩૧-૦૩-૨૦૨૧ના સાંજના ૫-૦૦ વાગ્યા સુધીમાં ૨૩૭૫ કેસ પોઝીટીવ નોધાયા છે. આજે જિલ્લામાં સારવાર લઇ રહેલા દર્દીઓ પૈકી સંતરામપુર તાલુકાની ૩ સ્ત્રી, વિરપુર તાલુકાની ૧ સ્ત્રી, ૧ પુરૂષ દર્દીઓએ કોરોનાને મ્હાત આપતાં તેમને રજા આપવામાં આવી છે.

આમ, જિલ્લામાં અત્યાર સુધીમાં કુલ ૨૧૭૯ દર્દીઓ સ્વસ્થ થઇને સ્વગૃહે પરત ફર્યા છે.

જિલ્લામાં કોરોનાના સંક્રમણને કારણે ૯ વ્યક્તિનું મૃત્યુ થયા છે. જયારે અન્ય કારણથી ૩૯ દર્દીનુ મૃત્યુ થતાં જિલ્લામાં કુલ ૪૮ મૃત્યુ નોંધાવા પામ્યા છે. અત્યાર સુધીમાં જિલ્લામાં સીઝનલફલુ/ કોરોનાના કુલ ૧૪૬૪૬૭ રીપોર્ટ નેગેટીવ આવ્યા છે. તેમજ જિલ્લાના ૭૮ વ્યક્તિઓને હોમ ક્વોરોન્ટાઇલ હેઠળ રાખવામાં આવ્યા હોવાનું મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારીએ જણાવ્યું છે. મહીસાગર જિલ્લામાં કોરોના પોઝીટીવના કારણે ૨૦ દર્દી ડીસ્ટ્રીકટ હોસ્પિટલ-લુણાવાડા, ૧૦૮ દર્દી હોમ આઇસોલેશન, ૫ દર્દી એસ. ડી.એચ.સંતરામપુર  અને  ૧૫ દર્દી અન્ય જિલ્લા ખાતે સારવાર હેઠળ છે. કોરોના પોઝીટીવ આવેલ દર્દીઓ પૈકી ૧૨૭ દર્દીઓ સ્ટેબલ અને ૧૭ દર્દીઓ ઓક્સિજન પર અને ૪ વેન્ટીલેટર પર  છે.



from Kheda anand News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/3rGeO7G
Previous
Next Post »