બાલાસિનોર : બાલાસિનોર તાલુકામાં કૂદકે ને ભૂસકે કોરોના સંક્રમણ વધી રહ્યું છે. તાલુકામાં આજે કોરોના વિસ્ફોટ થતા ૧૬ પોઝિટિવ કેસ નોંધાતા તંત્ર હરકતમાં આવ્યું છે. બીજી તરફ ગ્રામ્ય વિસ્તારો પણ સંક્રમણ વધતા સ્વૈચ્છિક બંધ પાળી રહ્યા છે. ત્યારે જેઠોલી બાદ કરણપુર અને જનોડમાં પણ ત્રણ દિવસ સુધી સ્વયંભૂ બંધનો નિર્ણય લેવાયો છે.
બાલાસિનોર તાલુકાના ગ્રામ્ય વિસ્તારોમાં એક પછી એક ગ્રામ પંચાયત વિસ્તારોમાં કોરોના ની એન્ટ્રી થતા ગ્રામ્ય વિસ્તારોમાં ભયનું વાતાવરણ પ્રસરતા તાલુકા અધિકારી વર્ગ બાલાસિનોર તાલુકા કક્ષાએ મામલતદાર ડિંડોર તથા તાલુકા વિકાસ અધિકારી એસ કે મનાત નાયબ તી ડી ઓ અરવિંદભાઈ પટેલ વિસ્તરણ અધિકારી બચુભાઈ ભરવાડ તથા તલાટી કમ મંત્રી , આરોગ્યના કર્મચારીઓ એ સરપંચ તથા ગ્રામજનો કર્મચારી તથા વહેપારીઓ ની એક બેઠક કરીહતી અને ગ્રામજનો ને સોશ્યલ ડિસ્ટન્સ તથા માસ્ક ફરજિયાત પહેરવા પર ચર્ચા કરી હતી.
અને મામલતદારએ ગાઇડલાઈન પ્રમાણે લગ્ન તથા સામાજિક પ્રસંગો કરવાના સૂચન કર્યું હતું જેથી ગ્રામ જનો સતર્ક થઇ ગયા હતા.
આ અંગે મળતી માહિતી અનુસાર હાલમાં તાલુકાના જેઠોલી કોરોના કેસ નો આંકડો ૧૮ ઉપર પહોંચતા જેઠોલી સમસ્ત ગામ ત્રણ દિવસ માટે સ્વયંભૂ બંધ રાખવામાં આવ્યું છે જ્યારે કરણપુર ગ્રામ પંચાયતમાં ૪ અને જનોડ ગ્રામ પંચાયત વિસ્તારમાં ૭ કેસ આવતા બંને ગામોની તાલુકા પંચાયતના અધિકારીઓ દ્વારા મુલાકાત લઇ લોકોને સમજ આપી કરણપુર તેમજ જનોડ ગામ ત્રણ દિવસ માટે સ્વયંભૂ બંધ રાખવા નક્કી કરવામાં આવ્યું તાલુકાના સાકરિયામાં પણ ત્રણ કેસ મળી આવ્યા હતા આમ એક પછી એક નાના નાના ગામડાઓમાં કોરોના પ્રસરતા લોકોમાં ભયનું વાતાવરણ જણાઈ રહ્યું છે.
from Kheda anand News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/2OBLMZF
ConversionConversion EmoticonEmoticon