ખેડા જિલ્લામાં કોરોનાના વધુ 36 પોઝિટિવ કેસ : નડિયાદમાં 2 નાં મોત


નડિયાદ : ખેડા જિલ્લામાં આજ રોજ  ૩૬ નવા કોરોના પોઝિટિવ કેસો નોંધાતા કુલ કેસોનો આંક ૪૧૧૬ પર પહોંચ્યો છે. નડિયાદમાં આજે  બે વ્યક્તિઓ કોરોનાને લીધે મૃત્યુ પામી હોવાનું જણાયું છે. એપ્રિલમાસના સાત દિવસમાં કોરોનાનો કુલ મૃત્યુઆંક પચ્ચીસ પર પહોંચ્યો છે.

જિલ્લામાં  બુધવારે નોંધાયેલા કુલ ૩૬ કેસોમાં  ૨૩ પુરુષ અને ૧૩ સ્ત્રીઓ છે.નડિયાદ તાલુકામાં સૌથી વધુ ૧૧ કેસો નોંધાયા છે,મહેમદાવાદમાં ૭,ગળતેશ્વરમાં ૬,ઠાસરામાં ૪,કઠલાલમાં ૩,કપડવંજમાં ૩ અને ખેડામાં ૨ પોઝિટિવ કેસો નોંધાયા છે. જિલ્લામાં આજે પરીક્ષણ માટે ૬૬૮ સેમ્પલ લેવામાં આવ્યા હતા. બુધવારની સાંજ સુધી સારવાર લઈ રહેલા દર્દીઓની સંખ્યા ૧૭૨ રહી હતી, જેમાંથી ૧૩૩ ની હાલત સ્થિર છે. જ્યારે ૩૪ દર્દી ઓક્સિજન પર અને ૫ દર્દી  બાયપેપ પર રાખવામાં આવ્યા છે અને ૩૩  હોમ આઈસોલેશનમાં છે.ખેડા જિલ્લામાં આજે  ફ્રન્ટલાઇન વર્કર(બીજો ડોઝ )-૧, ૪૫ થી  વધુ (પ્રથમ ડોઝ )-૫૧૮૯, ૪૫ વર્ષથી વધુ (બીજો ડોઝ )-૧૭૯ લાભાર્થીઓએ રસીકરણનો લાભ લીધો હતો.

આવશ્યક સેવાઓ ચાલુ, સમારંભો બંધ

રાત્રી કરફ્યુના સમયમાં તબીબી સેવાઓ આપતા કર્મચારીઓ, નર્સ, પેરામેડિકલ સ્ટાફ, લેબ ટેકનિશિયન, દવાખાનાને સંલગ્ન સેવાઓ, ઈમરજન્સી સેવાઓ, ફાયર સેફ્ટી, એમબ્યુલન્સ પરિવહન વગેરે સેવાઓ પર કોઈ પ્રતિબંધ રહેશે નહીં. સમગ્ર જિલ્લામાં લગ્નસમારંભોમાં ૧૦૦થી વધુ લોકોને એકઠા કરી શકાશે નહીં. રાજકીય, સામાજિક અને અન્ય પ્રકારના મેળાવડાઓ પર સંપૂર્ણ પ્રતિબંધ રહેશે. જિલ્લામાં અન્ય કોઈ પણ કામગીરીને લગતી સભાઓમાં પણ ૫૦થી વધારે વ્યક્તિઓને એકઠા થવા પર પ્રતિબંધ રહેશે.

ચાર ખાનગી હોસ્પિટલોમાં કોરોનાની સારવાર થશે

નડિયાદમાં  વધુ કેટલીક ખાનગી હોસ્પિટલોને કોરોનાની સારવાર માટે મંજૂરી આપવામાં આવી છે. એન.ડી.દેસાઈ હોસ્પિટલ, મહાગુજરાત હોસ્પિટલ ઉપરાંત શહેરની વધુ બે ખાનગી હોસ્પિટલોને કોરોના સારવારની મંજૂરી મળી છે. રબારીવાડની જાણીતી ઓર્થોપેડિક અમી હોસ્પિટલમાં અને મીશન એરિયામાં આશરે પાંચ દાયકાથી કાર્યરત જાણીતી મીશન હોસ્પિટલમાં પણ કોરોના સેન્ટર શરૂ કરવામાં આવ્યા છે.



from Kheda anand News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/3d0u9fv
Previous
Next Post »