આણંદ : સમગ્ર ગુજરાત રાજ્ય સહિત આણંદ જિલ્લામાં વધી રહેલ કોરોનાના સંક્રમણને પગલે સરકાર દ્વારા ૨૦ જેટલા શહેરોમાં રાત્રિ કરફ્યુ અમલમાં મુકવામાં આવેલ છે. જે અંતર્ગત આણંદ શહેરમાં પણ આજથી અમલવારી શરૂ થઈ ગયેલ છે. જો કે સરદાર પટેલ યુનિ.ની આગામી તા.૧૨મીના રોજથી શરૂ થનાર પરીક્ષાઓ વધી રહેલ કોરોનાના પગલે મોકૂફ રાખવામાં આવી હોવાનું જાણવા મળ્યું છે. હવે આગામી સમયમાં પરીક્ષાનો નવો કાર્યક્રમ યુનિવર્સિટી દ્વારા જાહેર કરવામાં આવશે.
સમગ્ર ગુજરાતમાં કોરોનાનું સંક્રમણ વધતા નામદાર હાઈકોર્ટ દ્વારા ગુજરાતમાં લોકડાઉનની જરૂર પડે તેવી સ્થિતિનું અવલોકન કર્યું છે. ત્રણથી ચાર દિવસ લોકડાઉન લગાવવા નામદાર હાઈકોર્ટ દ્વારા સરકારને નિર્દેશ કરેલ છે ત્યારે આગામી તા.૧૨મી એપ્રિલથી શરૂ થનાર સરદાર પટેલ યુનિ.ની પરીક્ષાઓ અંગે વિદ્યાર્થીઓ મુંઝવણભરી પરિસ્થિતિનો સામનો કરી રહ્યા હતા. વિદ્યાર્થીઓ દ્વારા આ અંગે કોલેજ તથા યુનિ. ખાતે પુછપરછ કરાતા હાલ વકરી રહેલ કોરોનાને લઈ કોલેજના સત્તાધીશો તેમજ યુનિ. સૂત્રો પણ યુનિ. દ્વારા જાહેર કરાયેલ પરીક્ષા સંદર્ભે શું જવાબ આપવો તે અંગે દ્વિધા અનુભવી રહ્યા હતા. હાલ સમગ્ર રાજ્ય સહિત આણંદ જિલ્લામાં વધી રહેલ કોરોનાના સંક્રમણને લઈ સરકાર દ્વારા રાજ્યના ૨૦ શહેરોમાં રાત્રિ કરફ્યુ નાખવામાં આવ્યો છે. હાલ વધી રહેલ કોરોના સંક્રમણને ધ્યાનમાં લઈ તંત્ર દ્વારા નાગરિકોને ફરજીયાત માસ્ક પહેરવા તેમજ સોશ્યલ ડીસ્ટન્સ જાળવવા માટે અનુરોધ કરાયો છે અને અગત્યના કામકાજ સિવાય બહાર ન નીકળવા અપીલ કરાઈ છે. હાલની પરિસ્થિતિમાં યુનિ. દ્વારા પરીક્ષાઓ લેવામાં આવે તો કોરોનાનું સંક્રમણ વધવાની સાથે અન્ય રાજ્ય સહિત આસપાસના ગ્રામ્ય વિસ્તારમાં આવતા વિદ્યાર્થીઓને કોરોના સંક્રમિત થવાની ભીતિ રહેલ હોઈ સરદાર પટેલ યુનિ. દ્વારા આગામી તા.૧૨મીના રોજથી લેવાનાર પરીક્ષાઓ હાલ પુરતી મોકૂફ રાખવામાં આવી છે અને આગામી સમયમાં યુનિ. દ્વારા નવો કાર્યક્રમ જાહેર કરાશે તેવી માહિતી પ્રાપ્ત થઈ છે.
જિલ્લાની અદાલતોમાં સમય મર્યાદિત કરાયો રાખવામાં આવ્યો છે.
કોરોનાનું સંક્રમણ વધતા ગુજરાત હાઈકોર્ટના સરક્યુલરના આધારે આણંદ જિલ્લાની તમામ અદાલતોમાં સમય મર્યાદિત કરાયો છે. જેમાં તા. ૭-૪થી તા. ૧૭-૪ સુધી કોર્ટ કામગીરીનો સમય પ્રથમ સેશન માટે સવારે ૧૦-૪૫થી બપોરે ૨-૦૦ વાગ્યા સુધી અને બીજા સેશન માટે બપોરે ૨-૪૫થી ૩-૩૦ વાગ્યા સુધીનો રાખવામાં આવ્યો છે.
from Kheda anand News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/39QXebk
ConversionConversion EmoticonEmoticon