
નડિયાદ
નડિયાદ બાર એસોસિએશન દ્વારા ૩૦ એપ્રિલ સુધી કોર્ટના કામકાજથી અળગા રહેવાની જાહેરાત કરવામાં આવી છે. અગાઉ ૧૦ એપ્રિલ સુધી કોર્ટની કાર્યવાહીથી અળગા રહેવાનો ઠરાવ એસોસિએશને મંજૂર કર્યો હતો, તે લંબાવવામાં આવ્યો છે.
૩૦ માર્ચના રોજ મળેલી નડિયાદ બાર એસોસિએશનની કારોબારી સભામાં કોરોના મહામારીને ધ્યાનમાં રાખીને ૧-૪-૨૧થી ૧૦-૪-૨૧ સુધી કોર્ટના કામકાજથી દૂર રહેવાનો ઠરાવ સર્વાનુમતે મંજૂર કરવામાં આવ્યો હતો. નડિયાદની ડિસ્ટ્રિક્ટ અને સેશન્સ કોર્ટમાં મોટી સંખ્યામાં વકીલમિત્રો અને પક્ષકારો આવતા હોવાથી કોરોના સંક્રમણને અટકાવવા આ નિર્ણય કરવામાં આવ્યો હતો. તે જ સભામાં આગળની સ્થિતિ જોઈ ઠરાવનો સમય વધારવાની સત્તા પ્રમુખને સોંપવામાં આવી હતી. તે મુજબ બાર એસોસિએશનના પ્રમુખે સમયમર્યાદા વધારી છે. વધેલી સમયમર્યાદા પ્રમાણે ૬-૪-૨૧થી ૩૦-૪-૨૧ સુધી કામકાજથી અળગા રહેવાનો નિર્ણય બાર એસોસિએશને કર્યો છે.
from Kheda anand News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/3uRzQlZ
ConversionConversion EmoticonEmoticon