
- શહેરના મુખ્ય વિસ્તારોની ફૂટપાથો થોડા દિવસ ખાલી રહ્યા બાદ ફરી શ્રમિકોથી ઉભરાવા લાગી
નડિયાદ
ખેડા જિલ્લાના મુખ્ય મથક નડિયાદ શહેરમાં રાત્રી કરફ્યુ છતાં ફૂટપાથ પર જીવન વીતાવતા લોકો ફરી જૈસે થે વૈસેની સ્થિતિમાં આવી ગયેલા જોવા મળી રહ્યા છે. શહેરના મુખ્ય વિસ્તારોની ફૂટપાથો રાત્રીકરફ્યુ અમલમાં આવતા થોડા દિવસ ખાલી રહ્યા બાદ ફરી શ્રમિક લોકોથી ભરાયેલી જોવા મળી રહી છે.
નડિયાદ શહેરના સંતરામ રોડ, બસસ્ટેશન રોડ, રેલવે સ્ટેશન વિસ્તાર, ગંજ બજાર, વાણિયાવાડ સર્કલ, મીશન રોડ વગેરે અનેક વિસ્તારોની ફૂટપાથો પર રાતે સેંકડો બેઘર લોકો સૂતેલા જોવા મળતા હોય છે. દિવસ દરમિયાન મળે તે મજૂરી કરીને કે ભિક્ષા મેળવીને પોતાનું ગુજરાન ચલાવતા આ લોકો સામાન્ય સંજોગોમાં રાતે શહેરની સડકો પર, સ્ટેશન રોડના બાંકડા પર કે સંતરામ રોડ-મીશન રોડ પરની ફૂટપાથો પર સૂઈને વીતાવી લેતા હોય છે. પાછલા અઠવાડિયાથી રાત્રીકરફ્યુ અમલમાં આવતા ગરીબ વર્ગના આ બેઘર લોકોની રાતો હરામ થઈ ગઈ હતી. એક અંદાજ પ્રમાણે શહેરમાં ૩૦૦થી ૪૦૦ લોકો ફૂટપાથ પર રાતો ગાળે છે, જેમાં સ્ટેશન રોડના વિસ્તારમાં જ આશરે ૨૦૦ જેટલા લોકો જાહેરમાં રાતો વીતાવતા હોવાનું જાણવા મળે છે.ગત એપ્રિલના લોકડાઉન પછી શહેરના મજૂરવર્ગના મોટાભાગના લોકો પરત ફર્યા હતા. તે શ્રમિકો દિવસ દરમિયાન મજૂરી કામ કરી રાતો ફરી ફૂટપાથો પર વીતાવતા જોવા મળી રહ્યા છે.
છેલ્લા એક મહિનાથી કોરોના કેસોમાં આવેલા ઉછાળાને લીધે તંત્ર હરકતમાં આવી ગયું છે. નડિયાદમાં રાતે ૮ વાગ્યા પછી રાત્રીકરફ્યુ અમલમાં હોવાથી થોડા દિવસ ફૂટપાથ પર સૂતા લોકોને મુશ્કેલી પડી હતી, પણ ગત બુધવારની રાતથી ફરી શહેરની ફૂટપાથો મોડી રાતે બેઘર લોકોથી ઊભરાતી જોવા મળી હતી. આ સંજોગોમાં આ બેઘર લોકો કોરોનાના વાહક ન બને તે માટે તંત્ર દ્વારા તમામ બેઘર લોકો સમાવી શકે તેવા રૈનબસેરાની વ્યવસ્થા કરવાની માગ શહેરીજનોમાં ઊઠી છે.
from Kheda anand News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/3uQ5uQA
ConversionConversion EmoticonEmoticon