
નડિયાદ
ખેડા જિલ્લામાં બોર્ડના વિદ્યાર્થીઓ માટે રાહતના સમાચાર આવ્યા છે. જિલ્લામાં કોરોનાની પ્રવર્તમાન સ્થિતિને ધ્યાનમાં રાખીને ૧૦મા અને ૧૨મા ધોરણની પરીક્ષા હાલપૂરતી સ્થગિત રાખવામાં આવી છે. ઉપરાંત ધોરણ ૧થી ૯ અને ધોરણ ૧૧મા ભણતા વિદ્યાર્થીઓને આ વર્ષે કોરોનાની સ્થિતિને કારણે માસ પ્રમોશન આપવામાં આવશે.
આ અંગે જિલ્લા શિક્ષણાધિકારીનો સંપર્ક સાધતા તેમણે જણાવ્યા પ્રમાણે જિલ્લાના ૧થી ૯ અને ૧૧મા ધોરણના વિદ્યાર્થીઓને માસ પ્રમોશન આપવાનો તેમ જ આગામી ૧૦મી મેથી યોજાયેલી ૧૦મા અને ૧૨મા ધોરણની પરીક્ષાઓ કોવિડને કારણે સ્થગિત રાખવાનો નિર્ણય કરવામાં આવ્યો છે.અગાઉની સૂચના પ્રમાણે ૧૦મી મેથી ૨૫ મે સુધી બોર્ડની પરીક્ષાઓ યોજાવાની હતી. હાલની સૂચના પ્રમાણે પરીક્ષાની આગામી તારીખો માટે ૧૫મી મેના રોજ કોરોનાની સ્થિતિની પુનઃસમીક્ષા કરવામાં આવશે અને ત્યારબાદ નવી તારીખો જાહેર કરવામાં આવશે. વિદ્યાર્થીઓને પરીક્ષાની તૈયારીઓ માટે ઓછામાં ઓછા ૧૫ દિવસનો ગાળો આપવામાં આવશે.
from Kheda anand News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/3uWm4yk
ConversionConversion EmoticonEmoticon