મહીસાગર જિલ્લામાં કોરોનાનો ઉપદ્રવ યથાવત : વધુ 26 પોઝિટિવ કેસ નોંધાયા


બાલાસિનોર : મહીસાગર જિલ્લામાં આજે બાલાસિનોર તાલુકાની ૧ સ્ત્રી, ૨ પુરૂષ, કડાણા તાલુકાની ૨ સ્ત્રી, ૪ પુરૂષ, ખાનપુર તાલુકાના ૧ પુરૂષ, લુણાવાડા તાલુકાની ૩ સ્ત્રી, ૭ પુરૂષ, સંતરામપુર તાલુકાની ૩ સ્ત્રી, ૨ પુરૂષ, વિરપુર તાલુકાના ૧ પુરૂષનો કોરોના રીપોર્ટ પોઝીટીવ આવ્યા છે.

આમ, જિલ્લામાં કોરોનાના અત્યાર સુધીમાં એટલે કે તારીખ ૧૧-૦૪-૨૦૨૧ના સાંજના ૫.૦૦ વાગ્યા સુધીમાં ૨૭૮૮ કેસ પોઝીટીવ નોંધાયા છે.

આજે જિલ્લામાં સારવાર લઇ રહેલા દર્દીઓ પૈકી બાલાસિનોર તાલુકાની ૪ સ્ત્રી, ૩ પુરૂષ, કડાણા તાલુકાની ૩ સ્ત્રી, ૪ પુરૂષ, ખાનપુર તાલુકાની ૩ સ્ત્રી, ૧ પુરૂષ, સંતરામપુર તાલુકાના ૧૦ પુરૂષ, વિરપુર તાલુકાની ૧ સ્ત્રી દર્દીઓએ કોરોનાને મહાત આપતાં તેમને રજા આપવામાં આવી છે.

આમ, જિલ્લામાં અત્યાર સુધીમાં કુલ ૨૩૭૭ દર્દીઓ સ્વસ્થ થઇને સ્વગૃહે પરત ફર્યા છે. જિલ્લા કોરોનાના સંક્રમણને કારણે ૧૦ વ્યક્તિનું મૃત્યુ થયા છે. જ્યારે અન્ય કારણથી ૩૯ દર્દીનું મૃત્યુ થતાં જિલ્લામાં કુલ ૪૯ મૃત્યુ નોંધાવા પામ્યા છે. અત્યાર સુધીમાં જિલ્લામાં સીઝનલફ્લુ/કોરોનાના કુલ ૧૫૮૧૪૯ રીપોર્ટ નેગેટીવ આવ્યા છે. તેમજ જિલ્લાના ૪૮૫ વ્યક્તિઓને હોમ ક્વોરન્ટાઇલ હેઠળ રાખવામાં આવ્યા હોવાનું મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારીએ જણાવ્યું છે. મહીસાગર જિલ્લામાં કોરોના પોઝીટીવના કારણે ૨૪ દર્દી ડીસ્ટ્રીક્ટ હોસ્પિટલ-લુણાવાડા, ૨૮૭ દર્દી હોમ આઈસોલેશન, ૨૨ દર્દી એસ.ડી.એચ.સંતરામપુર અને ૨૯ દર્દી અન્ય જિલ્લા ખાતે સારવાર હેઠળ છે.

કોરોના પોઝીટીવ આવેલ દર્દીઓ પૈકી ૩૧૪ દર્દીઓ સ્ટેબલ અને ૪૩ દર્દીઓ ઓક્સિજન પર અને ૫ વેન્ટિલેટર પર છે.



from Kheda anand News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/2RiOrrY
Previous
Next Post »