
ઠાસરા : ખેડા જિલ્લાના ઠાસરા તાલુકાના એક આરોગ્ય કેન્દ્રમાં ગંભીર બેદરકારી સામે આવી છે. પ્રાપ્ત વિગતો અનુસાર કોરોના ટેસ્ટિંગ માટે આવેલા ૪ સેમ્પલ પંદર દિવસ સુધી પડયા રખાયા હોવાનું જાણવા મળ્યું છે. સ્થાનિકોમાં થતી ચર્ચા પ્રમાણે અંદરોઅંદરના ઝઘડાના કારણે આ સ્થિતિનું નિર્માણ થયું છે.
ઠાસરા તાલુકામાં આવેલા નેશ આરોગ્ય કેન્દ્રમાં કોરોના ટેસ્ટિંગ માટે આવેલા ચાર સેમ્પલો પંદર દિવસ સુધી પડયા રહ્યા હોવાનું જાણવા મળ્યું હતું, તેમાંથી એક દર્દીનું મૃત્યુ થઈ ગયું હોવાનું પણ જાણવા મળ્યું છે.
આ બેદરકારી બાબતે નેશ આરોગ્ય કેન્દ્રના મેડિકલ ઓફિસર અને લેબ ટેકનિશિયને એકબીજા પર જવાબદારી ઢોળી દીધી હતી. આ અંગે કેન્દ્રના મેડિકલ ઓફિસરનો સંપર્ક કરતા તેમણે જણાવ્યા પ્રમાણે લેબ ટેકનિશિયન બહેને તેમની સાથે અંગત અદાવત રાખીને ૪ સેમ્પલ છુપાવીને રાખી મૂક્યા હતા. તેમના વિરુદ્ધ અનેક ફરિયાદો હોવાથી મારી કામગીરીના ભાગરૂપે મેં તેે ફરિયાદો આગળ મોકલી આપી હતી. તેનાથી રોષે ભરાઈને તેમણે આવું કર્યું છે. એ પછી કેન્દ્રમાંથી પચાસેક સેમ્પલ મોકલવામાં આવ્યા, પણ તે ચાર સેમ્પલ તેમણે મોકલ્યા નહીં. ગઈકાલે તેમણે જ મને ફસાવવા માટે મિડિયામાં જાણ કરીને એવો આરોપ લગાવ્યો કે આ રીતે ૪ સેમ્પલ પડયા રહ્યા છે.
from Kheda anand News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/3mBkpeP
ConversionConversion EmoticonEmoticon