બાલાસિનોર : મહીસાગર જિલ્લામાં આજે બાલાસિનોર તાલુકાના ૧ પરૂષ, કડાણા તાલુકાની ૧ સ્ત્રી, પુરૂષ, લુણાવાડા તાલુકાની ૨ સ્ત્રી, ૪ પુરૂષ, સંતરામપુર તાલુકાની ૩ સ્ત્રી, ૨ પુરૂષ, વિરપુર તાલુકાની ૨ સ્ત્રી, ૪ પુરૂષના કોરોના રીપોર્ટ પોઝીટીવ આવ્યા છે.
આમ, જિલ્લામાં કોરોના (કોવિડ-૧૯)ના અત્યાર સુધીમાં એટલે કે તારીખ ૦૪-૦૪-૨૦૨૧ના સાંજના ૫-૦૦ વાગ્યા સુધીમાં ૨૫૧૦ કેસ પોઝિટિવ નોંધાયા છે.
આજે જિલ્લામાં સારવાર લઇ રહેલા દર્દીઓ પૈકી બાલાસિનોર તાલુકાની ૧ સ્ત્રી, ૧ પુરૂષ, કડાણા તાલુકાના ૩ પુરૂષ, લુણાવાડા તાલુકાની ૩ સ્ત્રી, ૬ પુરૂષ, સંતરામપુર તાલુકાની ૨ સ્ત્રી, ૩ પુરૂષ દર્દીઓએ કોરોનાને મ્હાત આપતાં તેમને રજા આપવામાં આવી છે. આમ, જિલ્લામાં અત્યાર સુધીમાં કુલ ૨૨૪૦ દર્દીઓ સ્વસ્થ થઇને સ્વગૃહે પરત ફર્યા છે.
જિલ્લામાં કોરોનાના સંક્રમણને કારણે ૯ વ્યક્તિનાં મૃત્યુ થયા છે. જ્યારે અન્ય કારણથી ૩૯ દર્દીનું મૃત્યુ થતાં જિલ્લામાં કુલ ૪૮ મૃત્યુ નોંધાવા પામ્યા છે. અત્યાર સુધીમાં જિલ્લામાં સીજનલ ફ્લુ/કોરોનાના કુલ ૧૪૯૪૩૭ રીપોર્ટ નેગેટીવ આવ્યા છે. તેમજ જિલ્લાના ૭૮ વ્યક્તિઓને હોમ ક્વોરેન્ટાઇન હેઠળ રાકવામાં આવ્યા હોવાનું મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારીએ જણાવ્યું છે.
મહીસાગર જિલ્લાના કોરોના પોઝીટીવના કારણે ૨૩ દર્દી ડીસ્ટ્રીક્ટ હોસ્પિટલ-લુણાવાડા, ૧૭૧ દર્દી હોમ આઇસોલેશન, ૧૦ દર્દી એસ.ડી.એચ. સંતરામપુર અને ૧૮ દર્દી અન્ય જિલ્લા ખાતે સારવાર હેઠળ છે.
કોરોના પોઝીટીવ આવેલ દર્દીઓ પૈકી ૨૦૦ દર્દીઓ સ્ટેબલ અને ૧૮ દર્દીઓ ઓક્સિજન પર અને ૪ વેન્ટીલેટર પર છે.
from Kheda anand News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/3wuzEun
ConversionConversion EmoticonEmoticon