આણંદ : આણંદ જિલ્લાના ૮ (આઠ) તાલુકામાં ૬૦ વર્ષથી મોટી ઉંમરના ૨૧૦૨૬૪ લોકો છે. આણંદ જિલ્લા પંચાયત આરોગ્ય શાખા દ્વારા તા. ૧ માર્ચથી સિનિયર સિટીઝનોને કોરોનાની રસી આપવામાં આવી રહી છે. જેમાં અત્યાર સુધીમાં એટલે કે તા. ૩ એપ્રીલ સુધીમાં ૧૪૨૨૬ સિનિયર સિટીઝનોને કોરોનાની રસીનો પ્રથમ ડોઝ અપાઈ ગયો છે. જ્યારે બાકીના સિનિયર સિટીઝનોને કોરોનાની રસી આપવાની કામગીરી ચાલુ છે.
સૌથી વધુ આણંદ તાલુકામાં ૪૫૪૨૭ સિનિયર સિટીઝનોએ કોરોનાની રસી લીધી છે. જ્યારે આંકલાવ તાલુકામાં ૧૦૯૪૯, બોરસદ તાલુકામાં ૧૮૮૪૮, ખંભાત તાલુકામાં ૨૦૫૬૫, તારાપુર તાલુકામાં ૪૧૯૮, પેટલાદ તાલુકામાં ૨૪૮૪૮, સોજીત્રા તાલુકામાં ૬૪૮૩ અને ઉમરેઠ તાલુકામાં ૧૦૯૧૦ સિનિયર સિટીઝનોને કોરોનાની રસીનો પ્રથમ ડોઝ આપવામાં આવ્યો છે. કોરોનાની રસીનો પ્રથમ ડોઝ આપવાની શરૂઆત તા. ૧ માર્ચથી કરવામાં આવી છે. જેમાં માત્ર એક મહીનામાં ૬૪ ટકા કામગીરી પૂર્ણ થઈ ગઈ છે. કોરોના રસીનો પ્રથમ ડોઝ લેનાર સિનિયર સિટીઝનોને બીજા ડોઝ માટે મોબાઇલ નંબર પર એસએમએસથી જાણ કરવામાં આવશે. ત્યારબાદ બીજો ડોઝ લેવાનો રહેશે. જ્યારે આણંદ જિલ્લામાં અગાઉ આરોગ્ય, પોલીસ, આઈ.સી. ડી.એસ. નગરપાલિકા, રેવન્યુ પંચાયત અને શિક્ષણ વિભાગના કર્મચારીઓ મળી ૩૧૧૯૨ અધિકારી-કર્મચારીઓને કોરોનાની પ્રથમ ડોઝ આપવામાં આવ્યો હતો તે પૈકી અધિકારીઓ-કર્મચારીઓને જિલ્લાની વિવિધ ૨૨ શાખાઓ દ્વારા રસીકરણની ૭૫ ટકા જેટલી કામગીરી પુર્ણ કરવામાં આવી છે.
આણંદ જિલ્લાના રસીકરણ કેન્દ્રો
બ્રહ્મ કુમારીઝ ઈશ્વરીય વિશ્વ વિદ્યાલય- બાકરોલ, બી.એન. પટેલ પેરામેડિકલ ઈંસ્ટીટયુટ- આણંદ, સાંઈબાબા મંદિર, ૮૦ ફૂટ રોડ- આણંદ, ઓમકારેશ્વર મંદિર, આણંદ - વી.વી. નગર રોડ- આણંદ, મદ્રેસા સાળા ઈસ્માઇલ નગર જકાત નાકા - આણંદ, શાહભાઈ રામ પાર્ક - પરીખ ભુવન- આણંદ, નગરપાલિકા શાળા નં. ૧ - ગણેશ ચોકડી - આણંદ, કોમ્યુનિટી હોલ, મંગળપુરા - આણંદ, અર્બન હેલ્થ સેન્ટર - બાકરોલ, અર્બન હેલ્થ સેન્ટર - પી.પી. યુનીટ, ઈન્કમટેક્ષ ઓફિસ સામે- આણંદ, નગરપાલિકા શાળા નં. ૧૩ - ગણેશ ચોકડી- આણંદ, રામકૃષ્ણ સેવા મંડળ-નવા બસ સ્ટેશન પાસે- આણંદ, આર.સી. પટેલ સાર્વજનીક દવાખાનું - સરદારગંજ- આણંદ, સામુહિક આરોગ્ય કેન્દ્ર- બોરસદ, તરંગ પેટ્રોલપંપની બાજુમાં, બોરસદ, શ્રધ્ધા હોસ્પિટલ, સિંગલાવ રોડ, બોરસદ, અર્બન હેલ્થ સેન્ટર, હનુમાન ફલીયા, જુની નગરપાલિકા હોસ્પિટલ- પેટલાદ, એસ.એસ. હોસ્પિટલ (સીવીલ હોસ્પિટલ)- પેટલાદ, રેડક્રોસ બ્લડ બેંક, રણછોડજી મંદિર પાસે- પેટલાદ, સામુહિક આરોગ્ય કેન્દ્ર- ખંભાત, અર્બન હેલ્થ સેન્ટર, લાલ દરવાજા- ખંભાત, અર્બન હેલ્થ સેન્ટર, માછિપુરા- ખંભાત, સામૂહિક આરોગ્ય કેન્દ્ર ઉમરેઠનો સમાવેશ થાય છે.
from Kheda anand News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/3ws3iR1
ConversionConversion EmoticonEmoticon