
બાલાસિનોર : બાલાસિનોર તાલુકાના એક પછી એક ગામડામાં કોરોનાનો અજગરી ભરડો નજરે પડી રહ્યો છે તાલુકાના વસાદરા અને પરબીયા ગામોમાં પણ કોરોનાનો પગપેસારો જોવા મળી રહ્યો છે જુના અને નવા વસાદરા માં મળી કુલ ૨૧ કેસે પ્રકાશમાં આવ્યા છે.
જ્યારે પરબીયા પાંચ કેસ મળી આવતા પ્રાંત અધિકારી દ્વારા સુચના આપતા સમગ્ર તાલુકાના અધિકારી વર્ગ દ્વારા બંને ગામોએ પહોંચી ગામના દુકાનદારો સરપંચ તલાટી કમ મંત્રી તેમજ આગેવાનોને આ અંગે ખૂબ જ સાવચેતી રાખવા જણાવવામાં આવ્યું તેમજ માસ્ક અને જરૂરી અંતર રાખી કોરોના અંગે જાહેર કરાયેલ સાવચેતીઓ નું ચુસ્તપણે પાલન કરવા જણાવી બંને ગામોમાં ત્રણ દિવસ સ્વૈચ્છિક બંધ રાખી કોરોનાના પ્રસારને અટકાવવા સહકાર આપવા અપીલ કરાઇ હતી આ સાથે સાથે તાલુકાના રાજપુરમાં કોરોના દેખા દીધા ના સમાચાર મળી રહ્યા કોરોના સંક્રમણ ના ફેલાવવાને અનુસરીને પોલીસ દ્વારા પણ જુદા જુદા વિસ્તારોમાં બાલાસિનોરમાં પેટ્રોલિંગ કરી કોરોના નિયમોનું ઉલ્લંઘન કરતા ૭૦૦ સામે કલમ ૨૬૯ એપેડેમીક એક્ટની ની કલમ-૧ મુજબ વાહનો પાસેથી ૩૦૦૦ રૂપિયા વસૂલ કરાયો તેમજ ઓવરલોડ ચાર વાહનો ડીટેઇન કરાયા તેમજ માસ્ક પહેર્યા વિના ફરતા કુલ ૧૯ ઈસમો પાસેથી રૂપિયા ૧૯૦૦૦ દંડ વસુલ કરવામાં આવેલ છે તેમજ હાલના સમયમાં રમજાનમાં મુસ્લિમ બિરાદરો તેમજ આગેવાનોને ઘરમાં રહી નમાજ પઢવા અપીલ કરવામાં આવી હતી
from Kheda anand News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/3n3Dczx
ConversionConversion EmoticonEmoticon