નડિયાદ : ખેડા જિલ્લામાં શુક્રવારે ૨૬ કેસો કોરોના પોઝિટિવ નોંધાતા જિલ્લામાં કુલ કેસોનો આંક ૩૯૬૪ પર પહોંચ્યો છે. છેલ્લા એક મહિનાથી જિલ્લામાં સતત વધી રહેલા કોરોના સંક્રમણ સામે તંત્રએ ટેસ્ટિંગ અને વેક્સિનેશન બન્નેની સંખ્યામાં વધારો કર્યો હોવા છતાં કોરોના ધીમો પડતો જોવા નથી મળી રહ્યો.
શુક્રવારે બીજી એપ્રિલે નોંધાયેલા ૨૬ કેસોમાંથી ૧૬ પુરુષ અને ૧૦ સ્ત્રીઓ હતી. નડિયાદ તાલુકામાં સૌથી વધુ ૧૨ કેસો નોંધાયા છે, જ્યારે મહેમદાવાદમાં ૬, ઠાસરામાં ૪, વસોમાં બે અને કપડવંજ-માતરમાં ૧-૧ પોઝિટિવ કેસ મળ્યા છે. જિલ્લામાં આજે પરીક્ષણ માટે ૬૬૪ સેમ્પલ લેવામાં આવ્યા હતા. શુક્રવારે સાંજ સુધી સારવાર લઈ રહેલા દર્દીઓની સંખ્યા ૧૬૨ રહી હતી, જેમાંથી ૧૧૬ની હાલત સ્થિર છે. જ્યારે ૪૪ દર્દી ઓક્સિજન પર અને બે બાયપેપ પર રાખવામાં આવ્યા છે અને ૯૫ હોમ આઈસોલેશનમાં છે.
આજના દિવસ દરમિયાન ૭૨ હેલ્થકેર વર્કર, ૫૧૬૭ ફ્રન્ટલાઈન વર્કર અને ૪૫થી વધુ ઉંમરના ૯૯૮૨ લાભાર્થીઓને રસીનો પહેલો ડોઝ મૂકવામાં આવ્યો.
ખેડામાં આજે તાલુકાવાર નોંધયેલા કેસો
નડિયાદ-૧૨
મહેમદાવાદ-૬
ઠાસરા-૪
વસો-૨
કપડવંજ-૧
માતર-૧
from Kheda anand News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/3wgmDEG
ConversionConversion EmoticonEmoticon