બોરીયાવીનો આધેડ અને પેટલાદની પરિણીતા પુત્રી સાથે લાપતા થઇ


આણંદ : આણંદ જિલ્લામાં ગુમ થવાના બનાવોનો સીલસીલો યથાવત રહેવા પામ્યો છે. વીતેલા દિવસો દરમ્યાન જિલ્લામાંથી બોરીયાવી ગામના ૫૯ વર્ષીય પ્રૌઢ અને પેટલાદની ૨૬ વર્ષીય પરિણીતા પુત્રી સાથે રહસ્યમય રીતે  લાપત્તા થયા હોવાના બે અલગ-અલગ બનાવ અનુક્રમે આણંદ ગ્રામ્ય અને પેટલાદ શહેર પોલીસ દફતરે નોંધાયા છે.

આ બનાવ અંગે પોલીસ સૂત્રોના વધુમાં જણાવ્યા મુજબ બોરીયાવી ગામે જૂની દુધની ડેરી પાછળ પીપળવાળા ફળીયામાં રહેતા પ્રભાતભાઈ પુંજાભાઈ પરમાર (ઉં.વ.૫૯) ગત તા. ૨૮મી માર્ચના રોજ ઘરેથી ક્યાંક ચાલી જઈ રહસ્યમય રીતે ગુમ થયા હતા. જેથી ચિંતાતુર બનેલ પરિવારજનોએ પ્રભાતભાઈની ગામ સહિત આસપાસના વિસ્તારમાં તથા સગાસંબંધીમાં શોધખોળ કરતા-કરાવતા કોઈ પત્તો લાગ્યો ન હતો. આ બનાવ અંગે મહેન્દ્રભાઈ પ્રભાતભાઈ પરમારે આણંદ ગ્રામ્ય પોલીસ મથકમાં જાણ કરતા પોલીસે જાણવાજોગ નોંધ નોંધી ગુમ થનાર પ્રૌઢની સઘન શોધખોળ આરંભી છે.

ગુમ થવાના અન્ય બનાવની પોલીસ સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ પેટલાદ શહેરના ગોસીયા મદ્રેશા પાસે આવેલ મિર્ઝા ખડકીમાં રહેતા સનાબાનુ આરીફબેગ મિર્ઝા (ઉં.વ.૨૬) ગત તા.૩૦મી માર્ચના રોજ ચાર વર્ષીય પુત્રી નુકસમાને લઈ પીયરમાંથી સાસરી જવાનું કહી નીકળ્યા બાદ નડિયાદ ખાતે સાસરીએ નહીં પહોંચી ક્યાંક ગુમ થયા હતા. જેઓની આસપાસના વિસ્તાર સહિત સગાવ્હાલાઓમાં શોધખોળ કરતા-કરાવતા કોઈ પત્તો લાગ્યો ન હતો. 

આ બનાવ અંગે આરીફબેગ મિર્ઝાએ પેટલાદ શહેર પોલીસ મથકમાં જાણ કરતા પોલીસે જાણવાજોગ નોંધ નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.



from Kheda anand News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/3umu2AL
Previous
Next Post »