MRI મશીનનો શોધક : રેમન્ડ વહાન ડેમેડિયન


મા ણસને થતા રોગોની તપાસ કરવા માટે ઘણી પદ્ધતિઓ શોધાઈ છે. પરંતુ આધુનિક એમઆરઆઈ પદ્ધતિ સૌથી વધુ કાર્યક્ષમ છે. એમઆરઆઈ મશીનથી શરીરના આંતરિક ભાગોની ઝીણવટભરી તસવીરો જોવા મળે છે. આ ઇમેજીંગ પદ્ધતિ સંપૂર્ણ તપાસ તેમજ કેન્સર જેવા ઘાતક રોગોના નિદાન માટે પણ ઉપયોગી થાય છે. એમઆરઆઈ મશીનની શોધ રેમન્ડ ડેમેડિયન નામના વિજ્ઞાાનીએ કરેલી.

રેમન્ડ વહાનનો જન્મ ઇ.સ. ૧૯૩૬ના માર્ચની ૧૬ તારીખે અમેરિકાના ન્યૂયોર્કમાં થયો હતો. વિસ્કોન્સિવ યુનિવર્સિટીમાં મેથેમેટિક્સમાં બેચલર થયા બાદ આલ્બર્ટ આઈનસ્ટાઈન કોલેજમાંથી એમ.ડી.ની ડિગ્રી મેળવી હતી. સજીવોના શરીરમાં 

પોટેશિયમ અને સોડિયમ હોવાથી તે મેગ્નેટિક ફિલ્ડ સામે પ્રતિક્રિયા આપે છે તેવા સિદ્ધાંત સાથે તેણે કરેલા પ્રયોગો દ્વારા મેગ્નેટિક ફિલ્ડ દ્વારા શરીરની આંતરિક ઇમેજ લેવાની પદ્ધતિનું આલેખન કર્યું હતું. આ પદ્ધતિથી કેન્સરની ગાંઠ ઓળખી શકાય છે તેમ જાહેર કરીને તેણે એક યંત્ર બનાવ્યું. 

૧૯૭૭માં તેણે પોતાના એમઆરઆઈ મશીન દ્વારા કેન્સરનું નિદાન કરવામાં સફળતા મેળવી. આ શોધ બદલ તેને અમેરિકામાં ઘણા બધા સન્માન મળેલા. એમઆરઆઈ મશીન બનાવીને ઉત્પાદન કરવા માટે તેણે ફોનાર કંપની સ્થાપી હતી. એમઆરઆઈની શોધ બદલ તેને અમેરિકાનો નેશનલ મેડલ ઓફ ટેકનોલોજી, બોવર એવોર્ડ, બાયોસાયન્સ ઇનોવેશન એવોર્ડ વગેરે એવોર્ડ એનાયત થયેલા. ૨૦૦૩માં મેડિસીનના નોબેલ ઇનામ માટે તેનું નામ વિવાદાસ્પદ બનેલું.



from Magazines News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/3cpkOwe
Previous
Next Post »