- એલોટમેન્ટની ગેરમાર્ગે દોરતી વર્તમાન
- ઈસ્યુ મુજબ HNI માટે અલગ અલગ ૭%, ૮% કે ૯% ટકા વ્યાજ દર અને બ્રોકરોના ત્રણ ટકા પ્રોસેસીંગ ચાર્જિસ શા માટે ? રિઝર્વ બેંક અને નાણા મંત્રાલયે આઈપીઓ ફંડિંગના HNI માટે વ્યાજ દર સાત ટકા ફિક્સ કરવા અને બ્રોકરોના ચાર્જિસ અડધો ટકા કરવા જરૂરી
- ગ્રે-માર્કેટના પ્રીમિયમો બોલાવી ફરી આઈપીઓ કૌભાંડ થઈ રહ્યું છે?
ભારતીય મૂડી બજારમાં પ્રાઈમરી માર્કેટમાં પબ્લિક ઈસ્યુ-ઈનિશિયલ પબ્લિક ઓફરીંગ (આઈપીઓ) લાવતી કંપનીઓના એક પછી એક અધધ...ઊંચા પ્રીમિયમે આવી રહેલા આઈપીઓમાં રોકાણકારો-લોકોને ગેરમાર્ગે દોરીને પૂર્વ યોજીત-પ્રિ પ્લાન્ડ સ્કેમ-કૌભાંડને અંજામ આપીને ફસાવવામાં આવી રહ્યા છે. પબ્લિક ઈસ્યુઓમાં હાલ રીટેલ ઈન્વેસ્ટર કેટગરી માટે ૩૫ ટકા અનામત-રિઝર્વ અને હાઈ નેટવર્થ ઈન્વેસ્ટર (એચએનઆઈ) એટલે કે નોન-ઈન્સ્ટીટયુશનલ ઈન્વેસ્ટર્સ (એનઆઈઆઈઝ) માટે ૧૫ ટકા રિઝર્વ ક્વોટા હોય છે, એ લોકોને ગેરમાર્ગે દોરીને પ્રિ-પ્લાન્ડ સ્કેમ દ્વારા ફસાવવામાં આવી રહ્યા છે. જેમાં ગુજરાત અને પશ્ચિમ બંગાળમાં ચાલી રહેલી ગ્રે-માર્કેટમાં આઈપીઓના જે પ્રીમિયમ બોલાતા હોય છે, એમાં કોઈ સિન્ડિકેટ કામ કરી રહી હોય એવું દેખાઈ રહ્યું છે. આઈપીઓ લાવ્યા બાદ આ શેરોનું શેર બજારો પર લિસ્ટિંગ થયા પછી સર્કયુલર ટ્રેડીંગ દ્વારા ક્યારેક શેરના ભાવો ૧૦ થી ૨૦ ટકા વધારીને આ સિન્ડિકેટ પોતે ઈન્સ્ટીટયુશનલ ક્વોટામાંથી લીધેલા શેરો રોકાણકારોને પધરાવી દેતાં હોવાનું કહેવાય છે. ગુજરાતમાં અમદાવાદમાં આઈપીઓ ઓપરેશનમાં એક ઈન્વેસ્ટરે ૭૦૦ જણનું કલબ બનાવ્યુંહોવાનું અને આ ઓપરેટર ૭૦૦ વ્યક્તિઓના બેંક ખાતાઓ અને ડિમેટ એકાઉન્ટો ઓપરેટ કરવાની પાવર ઓફ એટર્ની ધરાવતા હોવાનું જાણવા મળે છે. જે આ લોકોના બેંક ખાતાઓના ઓનલાઈનપાસવર્ડ સહિત પણ પોતાની હસ્તક ધરાવીને આ રીતે આઈપીઓ કૌભાંડને અંજામ આપી રહ્યાનું જાણવા મળી રહ્યું છે.
હાલમાં જ ફેબુ્રઆરી-માર્ચ મહિનામાં આવેલા તમામ આઈપીઓ-ઈનિશિયલ પબ્લિક ઓફરીંગમાં પ્રીમિયમ-ગ્રે-માર્કેટ પ્રીમિયમનું ઓફિશિયલી હિન્દી ટીવી ચેનલો પર માર્કેટીંગ-પ્રચાર પ્રસાર કરવામાં આવી રહ્યું છે. આવા લોકો અન...તિમ ફાયદો-લાભ લૂંટવા ઈસ્યુઓમાં એપ્લિકેશનો કરતાં હોય છે પણ લિસ્ટિંગ પર નીલ...નીલ...અને નીલ જ હોય છે. આ ઈસ્યુઓ ખાસ કરીને એચએનઆઈ-હાઈ નેટવર્થ ઈન્ડિવ્યુજ્યુઅલ્સ ક્લાયન્ટોને તેનો રેશીયો સબસ્ક્રિપ્શન સૌથી વધુ ભરાય અને તેમાં આઈપીઓ પર લોન-ફાઈનાન્સ આપતી બેંકો અને તેના દલાલો મલાઈ કમાઈ રહ્યા છે. આ સિન્ડિકેટ આ સાથે પબ્લિક ઈસ્યુઓના ફાઈનાન્સ માટેના વ્યાજ દરો પણ અલગ અલગ ૭/૮/૯ ટકા જેવા અને આ ઈસ્યુઓમાં સદર દલાલો-બ્રોકરો એચએનઆઈને અધધ...૨/૩/૪ ટકા એટલે કે બે, ત્રણ કે ચાર ટકા જેટલા ઊંચા પ્રોસેસીંગ ચાર્જિસ ચાર્જ કરી રહ્યા છે. આ પૈકી ઘણાં ઈસ્યુઓમાં ઈન્વેસ્ટર પાસેથી એમનું પોતાનું માત્ર એક ટકા રોકાણ/મૂડી અને બાકી ૯૫ થી ૯૯ ટકા બેંકોની સિન્ડિકેટ દ્વારા ફાઈનાન્સની વ્યવસ્થા કરાવી અપાતી હોય છે. આ કૌભાંડને નાથવા માટે મૂડી બજાર નિયામક તંત્ર સિક્યુરિટીઝ એન્ડ એક્સચેન્જ બોર્ડ ઓફ ઈન્ડિયા(સેબી) અને રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયા (આરબીઆઈ)એ આ આઈપીઓ માટે ફંડિંગ માટે મહત્તમ વ્યાજ દરની ટકાવારી ૭-સાત ટકા નક્કી કરવાની અને રોકાણકાર પાસેથી ન્યુનતમ-ઓછામાં ઓછું ૨૫ ટકા ફંડિગ માર્જિન મની તરીકે નિર્ધારિત કરવાની અને બ્રોકરો દ્વારા લેવાતાં પ્રોસેસીંગ ચાર્જિસને પણ અડધા થી એક ટકા સુધી ફિક્સ-નિર્ધારિત કરવાની જરૂર છે. જ્યારે બ્રોકરો શેરોમાં ફિઝિકલ ડિલિવરીમાં વધારેમાં વધારે અડધો ટકો દલાલી લેતા હોય, તો શા માટે ક્લાયન્ટો પાસેથી આટલો ઊંચો પ્રોસેસીંગ ચાર્જ વસુલવો જોઈએ ? નિયામક તંત્ર સેબીએ કડક રેગ્યુલેટરી ધોરણો લાવીને આઈપીઓ ફંડિંગ અને બ્રોકરો દ્વારા લેવાતાં ઊંચા પ્રોસેસીંગ ચાર્જિસનું પૂર્ણપણે નિયમન કરવું અતિ આવશ્યક છે. શું આમાં જૂના ખેલાડીઓ જેમ કે હર્ષદ મહેતા, કેતન પારખ જેઓ સેબીના ચોપડે આવી ગયા છે, તેના જેવા અન્ય કોઈક લોકો તો આમાં સક્રિય નથી ને ? એની નિયામક તંત્ર, ફાઈનાન્સ મીનિસ્ટ્રીએ ઊંચી તપાસ કરવી જોઈએ.
આ સમગ્ર મામલામાં અમે કેટલાક દલાલો અને અમારી રિસર્ચ કર્યા બાદ ફેબુ્રઆરી થી અત્યાર સુધીમાં ભારતીય મૂડી બજારમાં પ્રાઈમરી માર્કેટમાં આવેલા આઈપીઓ-ઈનિશિયલ પબ્લિક ઓફરીંગમાંથી હાલ લિસ્ટિંગ વખતે કે લિસ્ટિંગ પછીના પ્રથમ બે થી ત્રણમહિનામાં વધારેમાં વધારે કેટલા પ્રીમિયમને લાયક છે એનો અંદાજ મૂક્યો છે. જેમાં નઝારા ટેકનોલોજીસ, ક્રાફ્ટમેન ઓટોમેશન, લક્ષ્મી ઓર્ગેનિક, ઈઝી ટ્રીપ પ્લાનર, એમટાર ટેકનોલોજીસ, હેરંબા ઈન્ડસ્ટ્રીઝ, રેલ ટેલ કોર્પોરેશન, આઈઆરએફસી, ઈન્ડિગો પેઈન્ટસ અને હોમ ફર્સ્ટ ફાઈનાન્સના આ આઈપીઓમાં શેરો વધારેમાં વધારે ૧૦ થી ૧૫ ટકા પ્રીમિયમને લાયક છે. જ્યારે અમારી રિસર્ચ મુજબ કલ્યાણ જવેલર્સ, અનુપમ રસાયણ, ન્યુરેકા લિમિટેડ, સ્ટોવ ક્રાફ્ટ લિમિટેડ અને બાર્બેક્યુ નેશન હોસ્પિટાલિટી લિમિટેડ, એન્ટની વેસ્ટ લિમિટેડના શેરોમાં ઈસ્યુના ભાવ ટુ ભાવ અથવા ડિસ્કાઉન્ટ ટ્રેડીંગ વેલ્યુએશન આવી રહ્યા છે. જે મુજબ કલ્યાણ જવેલર્સ અને સૂર્યોદય એસએફબીનું લિસ્ટિંગ ઈસ્યુ ભાવથી ૧૫ ટકા સુધી ડિસ્કાઉન્ટે થયું છે. ક્રાફ્ટસમેન ઓટોમેશનનું લિસ્ટિંગ ૯ ટકા ડિસ્કાઉન્ટે થયું હતું. જ્યારે અનુપમ રસાયણનું પણ નબળું લિસ્ટિંગ થયું છે. ઈસ્યુ સમયે ઊંચા પ્રીમિયમો બોલાવીને રોકાણકારોને ગેરમાર્ગે દોરવવામાં આવતું હોવાનું સ્પષ્ટ જોવાઈ રહ્યું છે, ઈસ્યુ સમયેભરણાં માટે રોકાણકારોને લલચાવવામાં આવીને ઈસ્યુને અનેકગણા છલકાવવામાં આવે છે, પરંતુ ઈસ્યુ બાદ અને લિસ્ટિંગ બાદ શેરો ફેનસી ગુમાવી દઈને વાસ્તવિક સપાટીએ આવી જતાં જોવાઈ રહ્યા છે. ઉલ્લેખનીય છે કે લક્ષ્મી ઓર્ગેનિક્સનો ઈસ્યુ ૧૦૭ ગણો, અનુપમ રસાયણનો ઈસ્યુ ૪૪ ગણો, ઈઝી ટ્રીપનો ઈસ્યુ ૧૫૯ ગણો, એમટાર ટેકનોલોજીનો ઈસ્યુ ૨૦૧ ગણો, હેરંબા ઈન્ડસ્ટ્રીઝનો ૮૩ ગણો, રેલ ટેલનો ૪૨ ગણો અને ન્યુરેકાનો આઈપીઓ ૪૦ ગણો છલકાઈ ગયો હતો.
આઈપીઓ માર્કેટમાં આ બાબતમાં સેબી દ્વારા પૂર્ણપણે ફેરવિચારણા કરીને આઈપીઓ ાટે નવી સિસ્ટમ લાગુ કરવાની તાતી જરૂર છે. જ્યારે રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયા દ્વારા અને કેન્દ્ર સરકાર-નાણા મંત્રાલય દ્વારા આઈપીઓ ફંડિંગના વ્યાજ દર એચએનઆઈ માટે ફિક્સ કરવા જોઈએ, જે અત્યારે અલગ અલગ ઈસ્યુ મુજબ ૭ ટકા, ૮ ટકા કે ૯ ટકા જેટલા ચાર્જ કરવામાં આવી રહ્યા છે, જે ફક્ત એકસમાન વ્યાજ દરે નક્કી કરીને ફંડિંગ થવું જોઈએ, જેથી એચએનઆઈ સબસ્ક્રિપ્શન-ભરણાંનો રેશીયો ઈસ્યુ કેટલા ગણા ભરાયો એના દ્વારા લોકો-રોકાણકારો ગેરમાર્ગે દોરાતા બંધ થાય અને સેબી દ્વારા પણ બ્રોકરો દ્વારા બ્રોકરેજ-પ્રોસેસીંગ ચાર્જિસ અડધો ટકાથી વધુ વસુલવામાં ન આવે એ માટે કડક નિયમન કરવું જોઈએ.
આઈપીઓ-રીટેલ ઈન્વેસ્ટર કેટેગરી કૌભાંડ
આઈપીઓ-ઈનિશિયલ પબ્લિક ઓફરીંગમાં રીટેલ કેટેગરીમાં પ્રોક્સી-રીટેલમાં એલોટમેન્ટ માટે રૂ.૨ લાખ સુધીમાં રોકાણકારો એપ્લિકેશન રૂ.૧.૯૦ લાખની કરે કે પછી રૂ.૧૪ હજારની કરે એમના માટે શેરોના એલોટમેન્ટ-ફાળવણીનું પ્રમાણ લગભગ એક સરખું જ આવતું હોય છે. જેના બદલે આજથી ચાર થી પાંચ વર્ષ અગાઉ પ્રાઈમરી માર્કેટમાં એલોટમેન્ટ રેશીયોની જે સિસ્ટમ હતી, અને એ રેશીયો પ્રમાણે ફાળવણી કરવામાં આવતી હતી, એમાં પ્રોરેટા મુજબ જેટલા ગણો ઈસ્યુ ભરાયો હોય એ પ્રમાણે શેરોની રોકાણકારોને ફાળવણી કરવાની સિસ્ટમ હતી. જે સિસ્ટમ યોગ્ય હતી અને એ સિસ્ટમ ફરી સેબી-મૂડી બજાર નિયામકતંત્રએ લાગુ કરવી જોઈએ. જે માટેનું કારણ એ છે કે મલ્ટિપલ એપ્લિકેશન એક જ વ્યક્તિ, બીજા નામોએ કરતી હોય છે, પોતાનું નામ આઈપીઓમાં એપ્લિકેશન કરવા માટે વાપરવા દેવા માટે પણ પબ્લિક ઈસ્યુમાં ફાળવણી મળે કે ન મળે એપ્લિકેશન દીઠ રૂ.૧૫૦ થી રૂ.૫૦૦નું પ્રીમિયમ ચાલતું હોય છે, તે સિવાય રીટેલ કેટેગરી માટે અનામત ક્વોટામાં કુલ કેટલી એપ્લિકેશન-અરજીઓ આવી છે, એમાં ૯૫ ટકા અરજીઓ તો સિંગલ લોટ માટેની જ હોય છે અને પછી જે આંકડા જાહેર કરવામાં આવે છે કે આટલી અરજીઓ રીટેલ સેગ્મેન્ટમાં આવી એ ભારતીય રોકાણકારો અને વિદેશી રોકાણકારોને મિસગાઈડ-ગેરમાર્ગે દોરીને ઊંચા ભાવે શેરોનું લિસ્ટિંગ કરાવવું અને ગ્રે-માર્કેટમાં પ્રીમિયમ બોલાવડાવવામાં સહભાગી થઈ કૌભાંડ ચાલી રહ્યું હોવાનું કહેવાય છે. ગુજરાતમાં અમદાવાદમાં આઈપીઓ ઓપરેશનમાં એક ઈન્વેસ્ટરે ૭૦૦ જણનું કલબ બનાવ્યુંહોવાનું અને આ ઓપરેટર ૭૦૦ વ્યક્તિઓના બેંક ખાતાઓ અને ડિમેટ એકાઉન્ટો ઓપરેટ કરવાની પાવર ઓફ એટર્ની ધરાવતા હોવાનું જાણવા મળે છે. જે આ લોકોના બેંક ખાતાઓના ઓનલાઈનપાસવર્ડ સહિત પણ પોતાની હસ્તક ધરાવીને આ રીતે આઈપીઓ કૌભાંડને અંજામ આપી રહ્યાનું જાણવા મળી રહ્યું છે.
આઈપીઓમાં એચએનઆઈ ફંડિંગ માટે એકસમાન વ્યાજ દર અને ૨૫ ન્યુનતમ ફંડિંગ માર્જિન લાગુ કરવું જરૂરી
આઈપીઓ ફંડિંગ માટે એચએનઆઈ કેટેગરીમાં સાત ટકા વ્યાજ દર ફિક્સ કરવા અને આઈપીઓમાં રોકાણકારો માટે ફંડિંગ માર્જિન ઓછામાં ઓછું ૨૫ હોવું જોઈએ. જે મુજબ એચએનઆઈ દ્વારા પોતાની ૨૫ ટકા મૂડી રોકવાનું ફરજિયાત કરવું જોઈએ અને ૭૫ ટકા સુધી જ આઈપીઓ ફંડિંગ-લોન આ એચએનઆઈને મળવી જોઈએ. જો સરકાર-નાણા મંત્રાલય, રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયા દ્વારા આવા કડક નિયમો નહીં કરવામાંઆવે તો રીટેલ ઈન્વેસ્ટરો અને એચએનઆઈ ઈન્વેસ્ટરોએ હંમેશા નુકશાની જ કરવાની આવતી રહેશે. આઈપીઓમાં અત્યારે દરેક આઈપીઓમાં એચએનઆઈ કેટેગરીમાં લોન-ફાઈનાન્સ માટે વ્યાજ દર અલગ અલગ સાત, આઠ કે નવ ટકા જેટલા રાખવામાં આવે છે, એ અલગ અલગ નહીં રાખીને દરેક ઈસ્યુઓ માટે એકસમાન સાત ટકા(૭ ટકા) નિર્ધારિત કરવા જરૂરી છે. આ સાથે આઈપીઓ માટે લોન-ફંડિંગ મેળવનારા માટે ફંડિંગ માર્જિન ઓછામાં ઓછું એટલે કે ન્યુનમત ૨૫ ટકા તો હોવું જ જોઈએ. આ ઉપરાંત બ્રોકિંગ ફર્મ જેઓ આઈપીઓના કામ કરે છે એ બ્રોકરો-દલાલો પ્રોસેસીંગ ચાર્જ તરીકે ત્રણ ટકા જેટલા ઊંચા ચાર્જ વસુલે છે એ ઘટાડીને અડધા ટકા સુધી મર્યાદિત કરવા જોઈએ.
વર્તમાન એલોટમેન્ટ સિસ્ટમ રદ કરાશે તો ૯૦ થી ૯૫ ટકા સિંગલ લોટ એપ્લિકેશન બંધ થશે
આઈપીઓમાં હાલની એલોટમેન્ટ સિસ્ટમ કે જેમાં તમે એક લોટ માટે એપ્લિકેશન કરી હોય કે ૧૫ લોટ માટે કરી હોય, આ સિસ્ટમ લોટરી સિસ્ટમ છે, જેમાં તમે નસીબદાર હો તો જ શેરોનો એક સંપૂર્ણ લોટ મેળવી શકો અથવા મોટાભાગના કિસ્સામાં તમે એકપણ શેર મેળવી શકતા નથી. જેથી સમાન એલોટમેન્ટની આ લોટરી સિસ્ટમ રદ કરવામાં આવે અને અને એનાથી ૯૦ થી ૯૫ ટકા સિંગલ લોટ એપ્લિકેશન બંધ થશે. આ સાથે અગાઉ આઈપીઓ માટે શેરોની ફાળવણી-એલોટમેન્ટની જે સિસ્ટમ હતી, એ ફરી લાગુ કરવી જોઈએ. જૂની સિસ્ટમમાં જો રોકાણકાર રૂ.૨ લાખ માટેની અરજી-એપ્લિકેશન કરે અને આઈપીઓ ૨૦ ગણો ભરાય તો, એ રોકાણકાર તેની કરેલી અરજીના એટ લિસ્ટ પાંચ ટકા એટલે કે રૂ.૧૦,૦૦૦ માટે ૧૦ થી ૧૨ શેરો તો મેળવી શકતો હતો. એ સિસ્ટમ અત્યારની લોટરી સિસ્ટમ જેવી નહોતી અને એમાં દરેક ગ્રાહક કેટલું ક એલોટમેન્ટ તો મેળવી શકતો હતો.
from Magazines News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/3flEG6o
ConversionConversion EmoticonEmoticon