- 'કોઈપણ વહીવટી પગલાં લેવા પહેલા.... સરકારની સત્તાનો ઉપયોગ કરવા ..... નિશ્ચિત કરાતી દરેક બાબતો પર એલજીનો મત મેળવવાનો રહેશે..'
અબ્રહામ લિન્કનના મતે લોકશાહી એટલે લોકોની, લોકો દ્વારા અને લોકો માટે ચૂંટાયેલી સરકાર. લોકશાહીની આ વ્યાખ્યા એકદમ સરળ અને વિસ્તૃત છે. પ્રજા, એ સરકારના કેન્દ્રમાં હોય છે.
ભારત એક લોકશાહી રાષ્ટ્ર છે. દિલ્હી ભારતનું પાટનગર છે. દિલ્હીની સરકાર અન્ય રાજ્યોની સરકારો કરતા અલગ રહેવી જોઈએ તેવું સ્વીકારાયેલું છે, છતાં આ સરકારને લોકશાહી સરકાર તરીકે જાળવી રાખવી હોય તો તેમાં પણ સ્થાનિક પ્રજાના મતને ધ્યાનમાં રાખવો જરૂરી છે.
બંધારણની અંતિમ અર્થઘટક અને આ અર્થઘટનનું પાલન કરાવતી સુપ્રીમ કોર્ટે એક કેસમાં નિરીક્ષણ કર્યું હતું કે, બંધારણિય સત્તાનો ઉપયોગ, જેને ખાસ રાજ્યનો દરજ્જો મળ્યો છે તે દિલ્હી નેશનલ કેપિટલ ટેરિટરી (એનસીટી)ની અંદર રહેતા નાગરિકોને લોકશાહી, સામાજિક તથા રાજકીય સત્તા પૂરી પાડવા થવો જોઈએ.
બંધારણિય સત્તા
દિલ્હી સરકારની સત્તા અને વહીવટી જવાબદારી છેવટે સંસદીય સત્તાનો ઉપયોગ કરીને જ નિશ્ચિત કરવામાં આવી છે. ભારતના બંધારણમાં ૧૯૯૧માં સુધારો કરાયો હતો અને દિલ્હીને ખાસ દરજ્જો આપવા કલમ ૨૩૯એએનો ઉમેરો કરાયો હતો. તેના હેતુ અને કારણોમાં એ સ્પષ્ટ લખાયું હતું કે, ''દિલ્હી કેન્દ્રશાસિત પ્રદેશ તરીકે ચાલુ રહેવું જોઈએ અને દિલ્હીની જનતાને લગતા પ્રશ્નોને પાર પાડવા યોગ્ય સત્તા સાથેની વિધાનસભા અને પ્રધાન મંડળ તેને પૂરું પડાવું જોઈએ.''
કલમ ૨૩૯એએમાં એવા શબ્દો તથા વાક્યોનો ઉપયોગ કરાયો છે જેનું દરેક લોકશાહી દેશમાં અર્થઘટન કરવામાં આવે છે. આ વાકયો તથા શબ્દોમાં, - 'દરેક પ્રાદેશિક મતદારક્ષેત્રોમાંથી સીધી ચૂંટણી, રાજ્ય વિધાનસભાને રાજ્યની અંદર ઊભી થતી કોઈપણ બાબતો સંદર્ભમાં કાયદાઓ ઘડવાની સત્તા રહેશે અને ખાસ તો લેફટનન્ટ ગવર્નર (એલજી)ને તેમના કામકાજમાં મદદતથા સલાહ આપવા એક મુખ્ય પ્રધાન સાથે નું અલગ પ્રધાનમંડળ રહેશે.' - જેવી બાબતોનો સમાવેશ થાય છે. બંધારણની કલમ ૨૩૯એએની જોગવાઓઈનો અમલ કરવા ધ ગવર્નમેન્ટ ઓફ ધ નેશનલ ટેરિટરી એકટ, ૧૯૯૧ની આ કલમ હેઠળ રચના કરવામાં હતી
એલજી અને કેન્દ્ર સરકાર
છેલ્લા વીસ વર્ષમાં અનેક વખત એવું જોવાયું હતું કે દિલ્હીના એલજીએ તેના પ્રધાનમંડળને ડરાવવાનો પ્રયાસ કર્યો હતો પરંતુ તેમના આ પ્રયાસોને સખત હાથે ડામી દેવાયા હતા. ૨૦૧૪થી વલણમાં બદલાવ આવ્યો હતો. કેન્દ્રમાં ભાજપની સરકારને દિલ્હીની બિન-ભાજપ સરકાર પચતી નથી. દિલ્હીમાં કોઈ મુખ્ય પ્રધાન રાજકીય પ્રભાવ ઊભો કરે તો તે વડાપ્રધાનને ગમતું નથી, માટે, દિલ્હી સરકારમાં ખરેખર કોને સત્તા હોવી જોઈએ તેવા લાંબા સમયથી દબાયેલા વિવાદને ફરી ઉખેડવાનો સજ્જડ પ્રયાસ થયો હતો.
જો કે આ પ્રયાસને સુપ્રીમ કોર્ટે દિલ્હી એનસીટી અને કેન્દ્ર સરકાર વિરુદ્ધના એક કેસમાં ૨૦૧૮ની ૪ જુલાઈના નિષ્ફળ બનાવ્યો હતો અને નિરીક્ષણ કર્યું હતું કે, ''કલમ ૨૩૯એએ(૪)માં આવરી લેવાયેલ 'મદદ અને સલાહ' શબ્દનો અર્થ એ થાય છે કે, દિલ્હી એનસીટીના લેફટનન્ટ જનરલ દિલ્હી પ્રધાનમંડળની મદદ અને સલાહને બંધાયલે છે. ''
મોદી અહમવાદી વ્યક્તિ છે અને તેઓ પોતાનું ધાર્યુ કયારેય છોડતા નથી. આજે જ્યારે ચાર રાજ્યો અને એક કેન્દ્રશાસિત પ્રદેશમાં ચૂંટણીનું વાતાવરણ છે ત્યારે તેમણે આ સમય પસંદ કરીને પોતાનું ધાર્યું પાર પાડી લીધું છે. તેમની સરકારને સંસદના બન્ને ગૃહોમાં બે તૃતિયાંશ બહુમતિ નહીં હોવાથી તેમણે બંધારણની કલમ ૨૩૯એએને છંછેડવાનું પસંદ ન કર્યું અને તેમણે ગવર્નમેન્ટ ઓફ ધ નેશનલ કેપિટલ ટેરિટરી એકટ ૧૯૯૧માં સુધારો કરવાનો સરળ વિકલ્પ પસંદ કર્યો. આ સુધારા ખરડાના હેતુઓ તથા કારણોના સ્ટેટમેન્ટમાં ખરડો લાવવા પાછળનો હેતુ માનદ સુપ્રીમ કોર્ટ દ્વારા કરાયેલા અર્થઘટનનું પાલન કરવાનો હોવાનું જણાવ્યું હતું. હકીકતમાં તો આ ખરડો સુપ્રીમ કોર્ટના ચુકાદાને ચાતરી ખાવાનો એક પ્રયાસ રહ્યો છે.
વાઈસરોયને બેસાડી દેવાયા
આ ખરડા મારફત કાયદામાં સુધારો કરી 'સરકાર'નો અર્થ 'લેફટનન્ટ ગવર્નર' સૂચવાયું છે. આ ઉપરાંત ખરડામાં 'કોઈપણ વહીવટી પગલાં લેવા પહેલા.... સરકારની સત્તાનો ઉપયોગ કરવા ..... નિશ્ચિત કરાતી દરેક બાબતો પર એલજીનો મત મેળવવાનો રહેશે..' એવી પણ ખરડામાં જોગવાઈ કરવામાં આવી છે. આમ સત્તાનો ઉપયોગ કરી મોદી સરકારે દિલ્હીમાં તેમના વાઈસરોયને બેસાડી દીધા છે. અરવિંદ કેજરીવાલ અને તેમના પ્રધાનોને વાઈસરોયના ચીઠ્ઠીના ચાકર જેવા બનાવી દેવાયા છે. સત્તાનો ઉપયોગ કરી જમ્મુ અને કાશમીરમાં જ્યારે કેન્દ્રશાસિત પ્રદેશોની રચના કરવામાં આવી હતી ત્યારે જ અરવિંદ કેજરીવાલને દિલ્હીમાં પણ આવું કશુંક થશે તેના સંકેત મળી ગયા હશે. દિલ્હીમાં પ્રધાનમંડળની સત્તા પર કાપ આવ્યો છે ત્યારે મારી દિલસોજી કેજરીવાલ સાથે છે અને આ મુદ્દે મોદી સામે લડવામાં હું તેમની સાથે છું.
ભારતમાં લોકશાહીનું રોજેરોજ પતન થઈ રહ્યું છે. ભારત હવે માત્ર 'આંશિક જ સ્વતંત્ર' રહ્યું છે તેની વિશ્વએ પણ નોંધ લીધી છે. ભાજપનો હેતુ દેશમાં માત્ર એક પક્ષિય શાસન સ્થાપવાનો, હામાં હા મિલાવતા સાંસદો, સરકાર દ્વારા દોરાતું મીડિયા તથાતાબેદાર કોર્પોરેટસ ઊભા કરવાનો રહેલો છે. આમ આ રીતે ભારત હવે ચીનથી જુદું જોવા નહીં મળે.
from Magazines News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/39n3CXf
ConversionConversion EmoticonEmoticon