આસ્થા ચૌધરીઃ સિધ્ધાર્થે મને 'ના' પાડવાની કળા શીખવી

-  સિધ્ધાર્થ ચોક્કસ બાબતોમાં એકદમ સ્પષ્ટ હતો. જેમકે કોન્ટ્રાક્ટમાં જેટલા કલાક કામ કરવાનું સુનિશ્ચિત થયું હોય તેનાથી વધારે વાર કામ કરવા તે બિલકુલ તૈયાર ન થતો. 


સિધ્ધાર્થ શુકલા અને આસ્થા ચૌધરીએ મનોરંજન જગતમાં વર્ષ ૨૦૦૮માં 'બાબુલ કા આંગન છૂટે ના' દ્વારા પદાર્પણ કર્યું હતું. તાજેતરમાં આ શોને ૧૩ વર્ષ થયાં ત્યારે આસ્થાએ ટ્વીટર પર લખ્યું હતું કે '૨૧મી જાન્યુઆરી ૨૦૦૮, હેપ્પી ૧૩ ઈયર્સ ટુ ્ ઈં  બાબુલ કા આંગન છૂટે ના ઈં શુભસ્થ. થેંકયુ એવરીવન ફોર મેકિંગ ધીઝ જર્ની બ્યુટીફુલ એન્ડ મેમરેબલ. થેંકયુ જ્ર સિધ્ધાર્થ-શુકલા ફોર ઓલ બ્યુટીફુલ મેમરીઝ, સિલી ફાઈટ્સ એન્ડ નોન- સ્ટોપ મસ્તી ઓન સેટ.'

અભિનેત્રીએ કહ્યું હુતં કે આ શો શરૂ થયો ત્યારે અમે બાળકો હતા. એ મારો સૌપ્રથમ શો હતો. હું અને સિધ્ધાર્થ સાવ કાચા ખેલાડી જેવા હતા. પરંતુ આટલાં વર્ષો દરમિયાન અમે જીવન અને અભિનય બંને ક્ષેત્રે ઘણું શીખ્યા છીએ.

પોતાના અને સિધ્ધાર્થના સંબંધો વિશે આસ્થા કહે છે કે સેટ પર અમે ટોમ અને જેરી જેવા હતા. અમે વારંવાર ઝગડી પડતાં અને ફરી પાછા મસ્તી પણ કરતાં. મને બરાબર યાદ છે કે ઘણી વખત રચનાત્મક મુદ્દે અમારી ખૂબ જીભાજોડી થતી. આજે ભલે હું એમ નથી કહેતી કે અમે બહુ સારા મિત્રો છીએ. આમ છતાં મને એ વાતની ખાતરી છે કે હું ગમે ત્યારે ફોન કરીને તેની સાથે વાત કરી શકું છું અને જરૂર પડયે તે ચોક્કસ મારી પડખે ઊભો રહેશે. વાસ્તવમાં આ ૧૩ વર્ષ દરમિયાન હું સિધ્ધાર્થની માતાના સંપર્કમાં રહી છું.

આસ્થા ઉમેરે છે કે સિધ્ધાર્થ ચોક્કસ બાબતોમાં એકદમ સ્પષ્ટ હતો. જેમકે કોન્ટ્રાક્ટમાં જેટલા કલાક કામ કરવાનું સુનિશ્ચિત થયું હોય તેનાથી વધારે વાર કામ કરવા તે બિલકુલ તૈયાર ન થતો. હું ઘણી વખત તેને થોડાં દ્રશ્યો આપવા વધારે સમય ફાળવવાનું કહેતી. પરંતુ તેણે મને જિંદગીનો સૌથી મહત્ત્વનો પાછ ભણાવ્યો, અને તે હતો 'ના' પાડતા શીખવું. અદાકારા કહે છે કે સિધ્ધાર્થે મને સમજાવ્યું હતું કે જો તમને કોઈ વાત પસંદ ન પડે તો પહેલી વખતમાં જ ના પાડી દેવી. આમ કરવાથી લોકો તમારી સાથે એડજસ્ટ કરતાં થઈ જશે. પરંતુ જો તમે પહેલેથી જ તેમની સાથે અનુકૂલન સાધશો અને પછીથી ફરિયાદ કરશો તો તેમને એમ લાગશે જાણે તમે નખરાં કરી રહ્યાં છો. 'ના' પાડવાની કળા મને સિધ્ધાર્થે શીખવી.



from Magazines News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/2MzmMBa
Previous
Next Post »