- જે કામ કરે એનાંથી જ ભૂલ થાય જે કશું જ ના કરે એ ભૂલ પણ ના કરે. અને નવરો બેઠો-બેઠો લોકોની ભૂલો શોધ્યાં કરે
કો ણ જાણે અમારી પાસેથી એના બાપગોતરનો કર્જો વસુલ કરવો છે તે કોરાનાએ ફરી પાછા આવીને ત્રાક નાખી છે ? એને કર્જ પેટે માણસોને ઉઠાવવા છે. ગયા વખતે પણ કેટલા બધા માણસો ઉઘરાવી ગયો છે ? કેટલા બધા માણસો અમે ચુકવ્યા છે. ધીમી ગતિની ઉઘરાણી હજી ચાલુ જ છેને પાછો ઉધામે ચડયો છે ! ફરી પાછો માણસો ઉઘરાવી જવા આવ્યો છે. અમે ક્યાં સુધી એને માણસો ચૂકવતા રહીશું ? અમારૂં રસીકરણ જોઈને એ છંછેડાયો હોય એવું લાગે છે. કોરોના સામેની આપણી નિ:સહાયતાએ આપણને અપાહિઝ કરી દીધા છે. સરકાર પાસે એક જ ઉપાય છે. અને એક જ આશ્વાસન છે ! ઉપાયમાં લો તો લોકડાઉન સિવાય બીજો કોઈ ઉપાય સરકારને જડવાનો નથી. આશ્વાસનમાં સરકાર પાસે આત્મનિર્ભર બનવાની સલાહ સિવાય બીજી કોઈ સલાહ કે સહાય નથી. આત્મનિર્ભર શી રીતે થવાય ? અત્યારે હું જે સ્થિતિમાં લખી રહ્યો છું એનું સર્વાંગ વર્ણન તો અશક્ય છે. પણ જો સમજાય તો એક શેર રજૂ કરુ છું.
'' જિસ તરહ મૈં હંસા હું, પી પી કે અશ્કે ગમ
યું દુસરા હંસે તો કલેજા નિકલ પડે !''
આ વર્ષ ભારતની આઝાદીનાં અમૃત મહોત્સવનું વર્ષ છે. નથી અમૃત દેખાતું કે નથી મહોત્સવ દેખાતો. સરકાર એ વિશે ઉત્સાહી હોય એવું લાગતું નથી. વડાપ્રધાન નરેન્દ્ર મોદીજીએ ઉત્સાહભેર અમૃત મહોત્સવનો ઉલ્લેખ સાથે એ પણ કહી દીધું કે ભારતમાં આત્મનિર્ભરનો પ્રારંભ... આ પ્રારંભ શબ્દ પાછળ જે અર્થ છે કે, પંચોતેર વર્ષ સુધી આત્મનિર્ભર થઈ શક્યું નહતુ. તેનો હવે આજથી પ્રારંભ થાય છે. ખરું જોતા મોદીજીમાં એ ખૂબી છે કે ભારતમાં આત્મનિર્ભરનો પ્રારંભ કહેવા પાછળ વ્યક્તિ આત્મનિર્ભરનો સંકેથ મળે છે. સમૂહ ભારત માટે કહેવાયું નથી પણ દરેક વ્યક્તિ માટે કહેવાયું છે. હવે દેશની પ્રજાએ બધી જ વાતે સરકાર પર નિર્ભર રહેવાનેે બદલે આત્મનિર્ભર થવાની શરૂઆત કરી લેવી જોઈએ. કારણ કે, પ્રજા આત્મનિર્ભર હશે તો દેશ પણ આત્મ નિર્ભર બનશે. કોરોનો મહામારીને કારણે આપણી આર્થિક સ્થિતિ વિશે કેન્દ્રિય નાણાંમંત્રી સિતારમને કહ્યું કે સરકાર એક લીટર પેટ્રોલ પાછળ ૩૩ રૂપિયા નફો અને ડિઝલ પાછળ ૩૨ રૂપિયા નફો મેળવે છે. નફાનું પ્રમાણ પણ ઊંચુ છે અને વેચાણ પણ ઊંચુ છે. દેશની ૧૩૦ કરોડની વસ્તીમાં કેટલાંય પેટ્રોલ-ડીઝલથી ચાલતાં વ્હીકલની સંખ્યા વિસ્તરતા જતાં શહેરી કરણના કારણે હવે વ્હીકલ વગર ચાલવાનું નથી. ગરીબ હોયકે અમીર હોય દરેકની પાસે એના પોતાનાં ગજા મુજબનું વ્હીકલ હશે જ આમ જોવા જઇએ તો અમદાવાદ જેવાં મોટાં શહેરમાંથી રોજનાં ૧૫ કરોડ રૂપિયા પેટ્રોલ-ડિઝલમાંથી કમાણી સરકારને થાય છે. આ દેશમાં દરેક મહાનગરની આ સ્થિતિ છે. અહિં પણ વાકચાતુર્ય કામ લેવાયું છે. પ્રજાને આકળાં શાસ્ત્રમાં ગોતા ખવડાવવાને બદલે સીધે-સીધું કહીં શક્યા હોત કે અન્ય દેશોમાં પેટ્રોલ-ડિઝલથી કાર ચાલે છે. ભારતમાં સરકાર ચાલે છે.
કોરોના વિશે દેશની સરકારને દોષી ઠેરવવી એ યોગ્ય નથી. કોરોનાં મહામારીનો પ્રશ્ન વૈશ્વિક પ્રશ્ન છે. વિશ્વના લગભગ તમામ દેશો કોરોના ગ્રસ્ત છે. કોરોનાના કારણે આર્થિક સંકટ સર્જાય એ પણ શક્ય છે. વ્યક્તિની આર્થિક સ્થિતિ અને ખરીદ શક્તિ શહેરભરની આર્થિક પરિસ્થિતિ સાથે નિર્ભર છે. પાઘડીનો વળ છેડે ઊતરે બધાં જ શહેરોની આ સમસ્યા કેન્દ્રનાં માથે ઠલવાય છે. આટલી કપરી પરિસ્થિતિમાં પણ નરેન્દ્ર મોદીજી વિચલિત થયા નથી. અને એમને આત્મનિર્ભર પર પૂરે પૂરો વિશ્વાસ છે. કારણ કે આત્મનિર્ભરતા સિવાય આ સ્થિતિમાં ઊભા રહેવું શક્ય નથી એટલે મોદીજી અત્યંત ભાર પૂર્વક આત્મનિર્ભર થવા માટે વિવેક પૂર્વક પ્રજાને ભલામણ કરે છે. આ આત્મનિર્ભરતા ડગી જાય તો સમગ્ર શહેરની સ્થિતિ હચ-મચી જાય. સરવાળે સમગ્ર દેશ પર આની અસર પડે ત્યારે પરિસ્થિતિને કાબૂમાં રાખવા માટેની શક્યતાઓ શોધવી પડે. સત્તા સ્થાને જે કોઇ બેઠું હશે એનામાં જેટલી ખૂબીઓ હશે એટલી ખામીઓ પણ હશે. કામ કરતાં માણસને આનો ખ્યાલ આવી શકે. જે કામ કરે એનાંથી જ ભૂલ થાય જે કશું જ ના કરે એ ભૂલ પણ ના કરે. અને નવરો બેઠો-બેઠો લોકોની ભૂલો શોધ્યાં કરે અત્યારે સરકારની ભૂલો શોધવાનાં બદલે પોતાની જાતને સંભાળવી જરૂરી છે. વળી-વળીને વાત આત્મનિર્ભરતાં પર જ આવે છે. વર્તમાન પરિસ્થિતિમાં કોઇની ભૂલો શોધવાને બદલે, એને કોઇપણ જાતનો ઠપકો આપવાને બદલે એને આશ્વાસન આપવું જોઇએ. જાતે આત્મનિર્ભર થાઓ તો બીજાને સહાયરૂપ થાઓ. વર્તમાન પરિસ્થિતિમાંથી બહાર નીકળવાં માટે પ્રજાએ સરકારને સહયોગ આપવો જોઈએ. એકવાર આ પરિસ્થિતિમાંથી બહાર નીકળી જઇએ એ પછી સામ-સામે બેસીને હિસાબ સમજી લઇશું. પણ અત્યારે હિસાબ માંગવાનો સમય નથી. અત્યારે એકબીજાને સહયોગી થવાનો વિષય છે. પ્રજાનો સહયોગ સરકાર સુધી પહોંચવો જોઇએ.
''કુછ તો મજબુરિયાં રહી હોગી
યું કોઇ બેવફા નહીં હોતા''
from Magazines News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/31y4vrQ
ConversionConversion EmoticonEmoticon