નીલ નીતિન મુકેશ વાગોળે છે સંસ્મરણો


અ ભિનેતા નીલ નીતિન મુકેશે ઘણી એવી ફિલ્મો પણ કરી છે જેને વિવેચકોએ ખોબલે ખોબલે વખાણી છે અને નીલને દાદ આપી છે, આવી જ એક ફિલ્મ છે 'સાત ખૂન માફ'. જેમાં નીલ નીતિન મુકેશે પ્રિયંકા ચોપરા-જોનાસના એક પતિની ભૂમિકા નીભાવી હતી. આ ભૂમિકા માટે વિવેચકોએ નીલ નીતિન મુકેશના ઘણા વખાણ સુધ્ધાં કર્યા છે.

આ ફિલ્મને રિલિઝ થયાને દશ વર્ષ વિતી ગયા છે. આ જૂની વાતોને યાદ કરતા નીલ નીતિન મુકેશ કહે છે, 'આપણાં દેશમાં એવો કોઈ કલાકાર નથી જે રાષ્ટ્રીય પારિતોષિક વિજેતા દિગ્દર્શક વિશાલ ભારદ્વાજ સાથે કામ કરવા નહીં ઇચ્છતું હોય. તેઓ સ્કીન જાદુ સર્જે છે. તેમની સ્ટોરીલાઈન સુધ્ધાં તેમના સંગીતની જેમ સુંદર હોય છે. લાગણીને સમજવાની તેમની ઊંડાઈ તો મારા જેવા વિદ્યાર્થી માટે સ્વપ્નિલ શિક્ષક સમાન છે.'

આ ફિલ્મ માટે અભિનેતાના ઘણા વખાણ થયા છે. તે કહે છે 'પ્રિયંકા મારા માટે તો એક ઉમદા અભિનેત્રી છે જેનો જન્મ આ દેશમાં થયો છે. તેમની સાથે કામ કરવું એ તો મારા માટે, મારી કારકિર્દીમાં એક ઉમદા અનુભવ સમો બની રહ્યો છે.'

તેમનું પાત્ર-મેજર ઇડવિન રોડ્રિગ્સ તેમના માટે અત્યંત મુશ્કેલ હતું. આથી તેમણે અગાઉની ઇમેજ તોડવા માટે આ ભૂમિકા સ્વીકારી હતી. 'એક કલાકાર તરીકે મારા માટે કોઈ પણ રોલ્સની પસંદગી એક લીવ-માર્ક સમી હતી. તે સમયે કલાકારો એ વાતથી ઘણા સભાન રહેતા કે સ્ક્રીન પર તેમની પર્સનાલિટી કેવી દેખાશે અને લવર-બોય તરીકે તેમની ઇમેજ કેવી ખીલશે. મને આ રોલ ઓફર થયો. મેં વિચાર્યું કે મનનો કબજો લેતું આ પાત્ર વીજળીને મારા માથા પરના સાફામાં વધુ એક કલગી લાગી જશે અને એ સાથે જ શ્રેષ્ઠ કલાકારો સાથે કામ કરવાની તક મળશે,' એમ નીલ નીતિન મુકેશે જણાવ્યું હતું.

આ રોલ કેવી રીતે ભજવવો એ અંગેની વાતને યાદ કરતાં નીલ કહે છે, 'આ ફિલ્મમાં એક સીન હતો જેમાં હું મારા શરીર પર હન્ટરથી ચાબખા મારતો હતો. આ માટે મારે શરીરનું વજન પણ વધારવાનું હતું. મેં મારા બૂટમાં કેટલાંક કાંકરા નાખ્યા કે જેથી એક્શન સીન વેળા મારે મારા પગે લંગડાતા ચાલવાનું છે એ વાતને ભૂલી ન જાઉં. જેથી કરીને હું વધુ એકાગ્રતાપૂર્વક કામ કરી શકું અને મારું ધ્યાન મારા સહકલાકાર ભણી વધુ ન જાય કે એ મને મારી રહ્યો છે. છેવટે શૂટ પૂરું થયું ત્યારે મારો પગ કાંકરાને કારણે છુંદાઈને લોહીલુહાણ થઈ ગયો હતો. આને કારણે બીજે દિવસે હું સ્વાભાવિક રીતે જ લંગડાતો ચાલતો હતો,' એમ કહી નીલ નીતિન મુકેશે વાતો પૂરી કરી.



from Magazines News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/3lRSbMh
Previous
Next Post »