ઝટાલિકા મલ્હોત્રા : પહેલી ફિલ્મ ક્યારે રિલિઝ થશે એ કહેવું મુશ્કેલ


- હું ઘણી નાની હતી ત્યારે જ મેં સૌંદર્યસ્પર્ધામાં ભાગ લેવાની શરૂઆત કરી હતી અને તેને કારણે જ મારે કેવી કેવી તૈયારી કરવી તેની જાણ મને થઈ અને હું આગળ વધી શકી. 

બોલીવૂડ પર લોકડાઉનની ખૂબ ખરાબ અસર થઈ છે. ઘણી ફિલ્મો તો રખડી જ પડી છે, પણ સાથે કેટલાંય નવોદિત કલાકારોની કારકિર્દીને બ્રેક લાગી ગઈ છે. ફેમિના મિસ ઇન્ડિયા ઇન્ટરનેશનલ-૨૦૧૪ની વિજેતા ઝટાલિકા મલ્હોત્રાની એક ફિલ્મ 'ટયૂસડેસ એન્ડ ફ્રાઈડેઝ' આવી રહી છે, પણ લોકડાઉનને કારણે તેના પર પણ બ્રેક લાગી છે, એ કેટલી લાંબી ચાલશે, એ અંગે કશું કહીં શકાય નહીં. આ ફિલ્મમાં તેની સાથે અભિનેત્રી પુનમ ધિલ્લોંનનો પુત્ર અનમોલ ઠાકરિયા ધિલ્લોંન આવી રહ્યો છે. આ રોમેન્ટિક-કોમેડી ફિલ્મને તરનવીર સિંહે ડિરેક્ટ કરી છે. ઝટાલિકા લાંબા સમયથી આ ફિલ્મ ક્યારે રિલિઝ થાય તેની રાહ જોઈ રહી છે, પણ એ ક્યારે રિલિઝ થાય એ અંગે કશું કહેવાય એમ નથી. અહીં આ ભૂતપૂર્વ બ્યુટી ક્વીન સાથે ફિલ્મ અને તેની કારકિર્દી અંગે વાતો કરવામાં આવી છે જે વાચકો માટે રસપ્રદ બની રહેશે.

૨૦૧૪માં સૌંદર્ય સ્પર્ધાનું આયોજન થયું એ પછી તારી પહેલી ફિલ્મની રિલિઝને આટલો વિલંબ થયો તો આ અનિશ્ચિતતાનો સમય કેવો રહ્યો છે? આવા એક પ્રશ્નના ઉત્તરમાં ઝટાલિકા મલ્હોત્રાએ જણાવ્યું, 'ફિલ્મ ક્યારે રિલિઝ થાય એની હું લાંબા સમયથી રાહ જોઈ રહી છે અને એ તો મારી પ્રથમ ફિલ્મ છે. હું સુંદર ચિત્રને ખોટી રીતે નથી રજૂ કરતી કેમ કે એ સુંદર તો નથી જ. આ માટે રાહ જોવી જ રહી અને તમારે તમારી જાતને કહેતા રહેવું હવે આ છેલ્લો તબક્કો છે, જે લગભગ પૂરો થવા આવ્યો છે અને હવે તું નિહાળી શકશે કે હવે આ ફિલ્મની બિગ રિલિઝ થઈ શકશે. આ તો એક એવી આશા છે જેને તારે પકડી રાખવી પડશે અને તે પણ સખત રીતે. આટલું જ નહીં તારે તારી સાથે વાત કરવી પડશે કે બસ આ છેલ્લો તબક્કો પસાર થઈ જવા દો.

દરેકને ખબર છે કે ગયું વર્ષ કેવું પસાર થયું છે અને તે પણ દરેક રીતે. અમુક ચોક્કસ પોઇન્ટ પછી તું તારી જાતને બધી બાબતે મોટિવેટેડ નહીં કરી શકે માટે મારી જાતને પ્રેમથી કહેવું પડશે કે હું મારા સમયનો ઉપયોગ બહુ સારી રીતે કરી રહી છે અને એ દ્વારા હું ઘણી બધી નવી બાબતો શીખી રહી છું. સૌ પહેલાં તો હું બે અઠવાડિયા કેવી રીતે પસાર થશે એ અંગે વિચારતી હતી, પણ હવે તો હું બધો જ સમય કેવી રીતે પસાર થશે એની જાણ નથી અને હવે પછી શું થશે એની પણ મને ખબર નથી અને મને એ ખબર નથી કે હવે શું થવાનું છે.

કોઈ નિર્દેશો નથી નજરે પડતા કે ક્યારે 'ટયૂસડેસ એન્ડ ફ્રાઈડેઝ' રિલિઝ થશે.' આ અચોક્કસતાને લીધે તારામાં કોઈ ફેરફાર થયો એવા એક પ્રશ્નના ઉત્તરમાં ઝટાલિકાએ કહ્યું, 'મેં મારી જાત અંગે કેટલીક બાબતો શોધી કાઢી અને તે એ છે કે મારું અસ્તિત્વ છે કે નહીં તે હું જાણતી નથી અને વિશ્વમાં અત્યારે જે કંઈ ચાલી રહ્યું છે એ માટે હું કંઈ એકલી જવાબદાર નથી.

આપણે બધા જ આમાં સાથે છીએ. વિશ્વમાં જે પ્રકારની નેગેટિવિટી વ્યાપેલી છે એનો અનુભવ તો આપણને બધાને થઈ જ ગયો છે. આ વાયરસ તો આપણો જીવ પણ લઈ શકે તેમ છે, પણ આપણે એની વાતો નથી કરવી. એ એની જગ્યાએ ઠીક છે. જુદા જુદા લોકો આપણે બધા લોકડાઉનમાંથી બહાર આવી ગયા છીએ. આપણે શું છીએ એ અંગે કંઈ કહેવા અને આપણે અંશત: નિર્બળ છીએ તો ઠીક છે. 'ટયૂસડેસ એન્ડ ફ્રાઈડેઝ' અંગે વિશેષ માહિતી આપતાં ઝટાલિકાએ જણાવ્યું, 'એ ફિલ્મ તો રોમેન્ટિક છે અને સરળતાથી આગળ વધતી અર્બન ફિલ્મ છે. હું એ ફિલ્મમાં વકીલનું પાત્ર નિભાવું છું અને મારો સહકલાકાર અનમોલ એક લેખકની ભૂમિકા ભજવે છે. ફિલ્મના દિગ્દર્શક તરનવીર સિંહ છે.

આ ફિલ્મમાં યુવતીની એવી એક યોજના હોય છે કે મંગળવારે અથવા તો શુક્રવારે જ કોઈ રિલેશનશિપ બાંધવી. આ ફિલ્મમાં બંને પાત્રોની જર્ની દાખવવામાં આવી છે અને જ્યારે રિલેશનશિપ બાંધવાનો સમય આવે છે ત્યારે શું બને છે તેઓ તરી જાય છે કે ડૂબી જાય છે? આ ફિલ્મમાં એવી ઘણી નાની-નાની મુવમેન્ટ્સ છે જે ફિલ્મની કથામાં ઉમેરો કરતી રહે છે. ફિલ્મની વાર્તા હેવી નથી, ગૂંચવણભરી ફિલ્મ પણ નથી, પણ ફિલ્મમાં એવું કંઈક છે જે રિલેશનશિપ બાંધવા ઇચ્છતા સ્થળે થયું છે, પણ આવા પ્રકારની ઇમોશનનો અનુભવ મેં અગાઉ ક્યાંય કર્યો જ નથી અથવા તો મેં મારા બોયફ્રેન્ડ સાથે જ અગાઉ આવી પરિસ્થિતિનો સામનો કર્યો હોય.'

અનમોલની પણ આ પહેલી ફિલ્મ છે. શું તમે ફિલ્મ શરૂ થઈ એ પહેલાં ક્યાંક મળ્યા છો? કઈ રીતે તમારી મિત્રતા વ્યવસાયિક સમીકરણમાં પરિવર્તિત થઈ એવા પ્રશ્નના ઉત્તરમાં ઝટાલિકાએ કહ્યું, 'અમે બંને પરસ્પર મિત્રો છીએ અને અમે એકબીજાના સર્કલ થકી એકબીજાને ઓળખતા હતા.

આથી અમે જ્યારે તૈયારીઓ અને વાંચન કરતાં હતા ત્યારે એકબીજાની લાગણી અને અભિપ્રાયોની આપલે કરતાં હતાં અને નવોદિતોની હોય એવી જ જર્ની અમારી પણ શરૂ થઈ છે. તમારા સહકલાકારને સમજવું એ ઘણું મહત્ત્વનું છે. આ સાથે જ તેની સાથે તમારી આઇડિયા શેર કરવી જોઈએ. જેને કારણે દેખિતી રીતે ફિલ્મને મદદરૂપ થાય છે. અમારી શ્રેષ્ઠ ટીમ હતી. આજે અમે સાથીઓ છે, પણ માત્ર મિત્રો છીએ. મને યાદ છે અનમોલ ફિલ્મ અંગે કેટલો જાગરુક હતો. હું તો સ્પષ્ટ હતી, પણ અમને એ વાતની જાણ નહોતી કે અમારી એજન્સી તો સરખી જ હતી.

મને એ વાતની ખબર નહોતી કે સંજય લીલા ભણસાલી સર સાથે તેની (અનમોલ) મિટિંગ હતી. અમે કદી પણ અમારા સામાજિક મેળાવડામાં આ વાતની ચર્ચા કરી નહોતી, પણ અમે અન્ય ફિલ્મો માટે સાથે ઓડિશન્સ આપ્યા છે અને મોક ટેસ્ટ્સ પણ આપી હતી. અમે બંનેએ આ ફિલ્મ સાઈન કરી ત્યારે અમારી સોલો મિટિંગ ટીમ સાથે ગોઠવવામાં આવી હતી. કેટલાંક મહિના પછી અમે સાથે કામ કરવા લાગ્યા હતા.

ઓટીટી પ્લેટફોર્મ્સ અંગે વાતો કરતાં ઝટાલિકાએ કહ્યું, 'હું તો તેને એક શ્રેષ્ઠ તક તરીકે જોઈ રહું છું. ખાસ કરીને પ્લેટફોર્મ્સ તો એક મોટું ક્ષેત્ર છે. કલાકારો માટે તો મોટા દ્વારા ઉઘડી ગયા છે. અરે ટોચના કલાકારો પણ હવે તો ઓટીટી પ્લેટફોર્મ્સ માટે વેબ-સીરિઝ ફિલ્મો કરવા તત્પર રહે છેે અને એ રીતે પોતાની જાતને એક્સપ્લોર કરવા ઉત્સુક રહે છે. આટલું જ નહીં નવોદિત કલાકારો માટે તો તકનો એક વિશાળ દરવાજો છે. માત્ર કલાકારો માટે જ નહીં, પણ નિર્માતા, દિગ્દર્શકો અને લેખકો પણ નવા કન્સેપ્ટ્સ સાથે નવોદિત કલાકારો સાથે કંઈક નવું સર્જન માટે તૈયાર રહે છે.

શો બિઝનેશમાં તને ફેમિના મિસ ઇન્ડિયા સ્પર્ધા કેવી રીતે કેટલી કામ આવી એવા એક પ્રશ્નના ઉત્તરમાં ઝટાલિકાએ જણાવ્યું, 'એ સ્પર્ધા તો મને ઘણી મદદરૂપ બની કેમ કે એને કારણે હું યોગ્ય જીવન ભણી વળી શકી જે મેં વાસ્તવિક જીવનમાં નિહાળ્યું જ નહોતું. હું મુંબઈની છું, પણ મારા વડીલો મારા માટે ઘણાં સંરણાત્મક છે. હું ઘણી નાની હતી ત્યારે જ મેં સૌંદર્યસ્પર્ધામાં ભાગ લેવાની શરૂઆત કરી હતી અને તેને કારણે જ મારે કેવી કેવી તૈયારી કરવી તેની જાણ મને થઈ અને હું આગળ વધી શકી. આટલું જ આવી મોટી મોટી સ્પર્ધામાં ભાગ લેવા કેવો આત્મવિશ્વાસ જોઈએ એ પણ હું કેળવી શકી જેને કારણે જ હું આજે અહીં સુધી પહોંચી શકી છું. બેશક આ માટે સમય જરૂર લાગ્યો, પણ તૈયારીઓ મારા માટે ઘણી મદદરૂપ બની. આ ઉપરાંત મારો પરિવાર પણ અહીં જ હતો. જે મારા માટે શ્રેષ્ઠ સાબિત થયું કેમ કે તેઓ જ તો મારા અસ્તિત્વ માટે અત્યંત મહત્ત્વના સાબિત થયા છે.

આ માટે હું કંઈ શબ્દોમાં કશું વ્યક્ત કરી શકું એમ નથી. મિસ ઇન્ડિયા તો શ્રેષ્ઠ પ્લેટફોર્મ છે જે તમને તમારી જાત માટે અને તમારામાં સારું સત્વ કેટલું છે એ સાબિત કરી આપે છે. આ સાથે જ આ સ્પર્ધા તમને એ પણ શીખવે છે કે તમારે શું કરવાનું છે અને શુ નથી કરવાનું. જ્યારે તમે તમારી નબળાઈને ઓળખતા શીખશો તો તમે તમારી શક્તિને તાકાતને વધુ સારી રીતે ઓળખી શકશો - જાણી શકશો એમ કહી ભૂતપૂર્વ સુંદરી ઝટાલિકા મલ્હોત્રાએ વાતો પૂરી કરી.



from Magazines News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/3crNWUV
Previous
Next Post »