(પ્રતિનિધિ દ્વારા) મુંબઇ,તા. 05 માર્ચ 2021, શુક્રવાર
નવાઝુદ્દીન સિદિકી હાલ પોતાના અંગત જીવનને લઇને ચર્ચામાં હતા. એકટરની પત્ની આલિયા સિદ્દીકી ઉર્ફે અંજલિ પાંડેએ ગયા વરસે તેને તલાકની નોટીસ મોકલી હતી. પરંતુ હવે આલિયાનો વિચાર બદલાઇ ગયો છે અને તેણે પતિને વધુ એક તક આપવાનો નિર્ણય લીધો છે.
વાત એમ બની છે કે, નવાઝુદ્દીનની પત્ની આલિયાએ પતિ પર ગંભીર આરોપો મુકીને તલાકની અરજી કરી હતી. પરંતુ હવે મળેલી જાણકારીના અનુસાર, આલિયાએ પતિ સાથે તલાક લેવાનો વિચાર હાલ માંડી વાળ્યો છે અને પતિને એક વધુ તક આપવા માંગે છે.
આલિયાએ એક ઇન્ટરવ્યુમાં જણાવ્યું છે કે તે ફરી પતિ નવાઝુદ્દીન સાથે રહેવા માંગે છે. તેણે વધુમાં કહ્યું હતુ ંકે, હું છેલ્લા દસ દિવસથી કોરોના વાયરસના સપાટામાં આવી છું. પરિણામે હું મુંબઇના ઘરમાં આઇસોલેશનમાં રહું છું. એવામાં મારા બે સંતાનોમાંના ૧૧ વરસની પુત્રીસોરા અને છ વરસના પુત્રની દેખરેખ નવાઝ પોતે કરી રહ્યા છે. નવાઝ હાલ લખનઊમાં શૂટિંગમાં વ્યસ્ત હોવા છતાં બાળકોની સારી રીતે કાળજી લઇ રહ્યા છે. તેમના ખાવા-પીવાથી લઇ તેમના અભ્યાસ સુધીના દરેકની દેખરેખ રાખી રહ્યા છે. બાળકોની દરેક જરૂરિયાતો પર પૂરતું ધ્યાન આપી રહ્યા છે.
મારી તબિયત વિશે પણ વારંવાર પૃચ્છા કરે છે તેમજ મારી જરૂરિયાતોને પણ પૂરી પાડી રહ્યા છે. હું તેમનાથી પ્રભાવિત થઇ છું. નવાઝનો આ અંદાજ મને ખુશ અને સંતુષ્ટ કરી ગયો છે. તેમની આ વર્તણૂક મારા દિલને સ્પર્ષી ગઇ છે. નવાઝ પહેલા બાળકો પર ધ્યાન આપતા જ નહોતા, પરંતુ હવે તેમનું બદલાયેલુ સ્વરૂપ જોઇએ પણ હું અચંબામાં પડી ગઇ છું. મને લાગે છે કે મારે તેમને વધુ એક મોકો આપવો જોઇએ.
આલિયાએ વધુમાં કહ્યુ ંહતુ ંકે, હું અને નવાઝ બન્ને મળીને અમારી વચ્ચે થયેલી ગેરસમજો દૂર કરવાના પૂરતા પ્રયાસ કરશું. આ મુદ્દા પર અમારી વાતચીત ચાલુ પણ છે.
from Entertainment News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/3c5f6PU
ConversionConversion EmoticonEmoticon