તાપસી પન્નુ અને કંગના રનૌત વચ્ચે ફરીથી ‘સસ્તી કોપી’ મુદ્દે ટ્વિટર વૉર, જાણો કોણે શું કહ્યું

નવી દિલ્હી, તા. 6 માર્ચ 2021, શનિવાર

એકટ્રેસ તાપસી પન્નુ અને કંગના રનૌત વચ્ચે ફરી ક વખત ટ્વિટર વોર શરુ થયું છે. તાપલી પન્નુના ઘર પર હમણ ઇન્કમ ટેકસની રેડ પડી હતી. આ રેડને લઇને તાપસે આજે ટ્વિટર પર એક પછી એક એમ ત્રણ ટ્વિટ કર્યા છે. આ ટ્વિટના માધ્યમથી તાપસીએ પોતાના પર લાગેલા આરોપોનો જવાબ આપવાનો પ્રયાસ કર્યો છે.

સાથે જ તાપસીએ લખ્યું છે કે તે ‘સસ્તી કોપી’ નથી. તાપસીએ આવું લખતા કંગના રનૌતને મરચા લાગ્યા છે. ઉલ્લેખનીય છે કે કંગના રનૌત અવાર નવાર પોતાના ટ્વિટમાં તાપસીને બી ગ્રેડ અને સસ્તી એક્ટ્રેસ કહે છે. તેવામાં ઇન્કનમ ટેક્સની રેડ બાદ જે અંદાજમાં તાપસે લખ્યું કે ‘હું સસ્તી કોપી નથી’, તે ખરેખર કંગના રનૌત પર કટાક્ષ હતો. 

હવે તાપસીએ કંગના પર કટાક્ષ કર્યો હોય અને કંગના ચૂપ રહે તે વાતમાં માલ નથી. કંગને પણ તરત જ તાપસીના ટ્વિટનો જવાબ આપતા લખ્યું કે ‘તુ હંમેશા સસતી કોપી જ રહીશ, કારણ કે તમે બધા બલાત્કારીઓના ફેમિનિસ્ટ છો. તમારા રિંગ માસ્ટર અનુરાગ કશ્યપના ઘરે 2013ના વર્ષમાં ટેક્સ ચોરીના આરોપ સાથે ઇન્કમ ટેક્સની રેડ પડી હતી. સરકારની ફિશયલ રિપોર્ટ સામે આવી ગઇ છે. જો તને આનાથી શરમ આવતી હોય તો કોર્ટ જા ને ક્લિન ચિટ મેળવી લે... કમ ઓન સસતી’. હવે જોવાનું રહેશે કે તાપસી આનો શું જવાબ આપે છે. 



from Entertainment News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/2MS1Xkx
Previous
Next Post »