ઇશા કોપીકરની ઓટીટી પરની ફિલ્મમાં સ્નેહા ઉલ્લાલ અને સુહાસિની મુલેની એન્ટ્રી


(પ્રતિનિધિ દ્વારા) મુંબઇ,તા. 05 માર્ચ 2021, શુક્રવાર

ઇશા કોપીકર લાંબા સમય પછી રૂપેરી પડદે જોવા મળવાની છે. આ ફિલ્મ પોલિટિકલ ડ્રામ પર હશે. હવે આ ફિલ્મને લઇને અપડેટ આવ્યું છે. 

મળેલા રિપોર્ટને સાચો માનીએ તો, ઇશા કોપીકરની આ ફિલ્મથી સ્નેહા ઉલ્લાલ લાંબા સમય પછી કમબેક કરી રહી છે. તેમજ સુહાસિની મુળેની પણ આ ફિલ્મમાં એન્ટ્રી થઇ છે. સુહાસિની પણ લાંબા સમયથી સિલ્વરસ્ક્રીન પણ જોવા મળી નહોતી. 

રસપ્રદ વાત તો એ છે કે, મુંબઇના જાણીતા વકીલ અમિત મહેતાએ અભિનય ક્ષેત્રે ઝંપલાવ્યું છે. તે પણ આ ફિલ્મમાં મહત્વના રોલમાં જોવા મળવાના છે. ફિલ્મનું મુર્હુર્ત ૬ ફેબુ્રઆરીના રોજ થઇ ગયું છે. 

આ ફિલ્મનું દિગ્દર્શન અભય નિહલાની કરવાનો છે. ઉત્તર પ્રદેશમાં આ ફિલ્મનું શૂટિંગ કરવામાં આવશે. હાલ આ ફિલ્મનું કામચલાઉ શિર્ષક ઓર્ડર-ઓર્ડર રાખવામાં આવ્યું છે. જોકે આ ફિલ્મમાં કોમેડી  પણ ભરપુર છે. પાવર મેળવવા ફાંફા મારતા એમલેના રમુજી દ્રશ્યો પણ જોવા મળશે. 

આ ફિલ્મની રીલિઝ ઓટીટી પ્લેટફોર્મ પર થશે. 



from Entertainment News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/3blT8Jq
Previous
Next Post »