ખેડા જિલ્લામાં ખેડૂતો યોજનાના લાભ માટે અરજી કરી શકશે


નડિયાદ : ખેડા જિલ્લાના ખેડૂતો આગામી ૫૪ દિવસમાં ખેતી સાથે સંકળાયેલી યોજનાઓનો લાભ લેવા માટે અરજી કરી શકશે. 

ખેડા જિલ્લા ખેતીવાડી શાખા જિલ્લા પંચાયત હસ્તક ચાલતી યોજનાઓ માટે આઈ-ખેડૂત પોર્ટલ ખુલ્લું મૂકવામાં આવ્યું છે. તા-૦૬-૦૩-૨૦૨૧થી ૩૦-૦૪-૨૦૨૧ એમ કુલ ૫૪ દિવસ માટે આઈ-ખેડૂત પોર્ટલ ખુલ્લુ રહેવાનું છે. 

આ દરમિયાન ખેડૂતો વિવિધ યોજનાઓનો લાભ લેવા માટે ઓનલાઈન અરજી કરી શકે છે. ખેતીવાડ ઓજારો માટે સહાય મેળવવાની યોજના માટે પણ ઓનલાઈન અરજી શરૂ થઈ ગઈ છે. 

ખેડૂતો ઓનલાઈન અરજી કરવા માટે ગામની ગ્રામ પંચાયતના કમ્પ્યુટર ઓપરેટર અથવા ગ્રામસેવકનો સંપર્ક કરી શકે છે.

અરજી કરવા માટે સંપર્કઃ

કમ્પ્યુટર ઓપરેટર, ગ્રામ પંચાયત અથવા ગ્રામસેવક

અરજી કરવા માટે જરૂરી દસ્તાવેજઃ

* ૮-અ-ની નકલ(૬ માસથી જૂની નહીં)

* આધાર કાર્ડની નકલ

* ચાલુ બેન્ક ખાતાના કેન્સલ ચેકની નકલ(તે ન હોય તો બેન્ક પાસબુકની નકલ)

* જાતિનો દાખલો (લાગુ પડતો હોય તો)



from Kheda anand News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/30mOSD2
Previous
Next Post »