સની લિયોની: બાળકોને અમે સોશ્યલ મિડિયાથી અલગ રાખશું


- સન્ની લિયોનીએ પણ તેના સંતાનોને 'પબ્લિક-આઈ'થી શક્ય હોય ત્યાં સુધી દૂર રાખવાનો નિર્ણય જાહેર કર્યો. દરેક દંપતિને તેમના સંતાનોને કેવી રીતે રાખવા તેનો તેમને અધિકાર છે, પણ સેલિબ્રિટીનું જીવન તો લોકોના નજરમાં જ રહે છે, એ પણ એટલું જ સ્વાભાવિક છે. આમાં સન્ની લિયોની કંઈ અપવાદ તો ન હોય શકે

હ જુ થોડા દિવસ પહેલા જ કરિના કપૂર અને  સૈફ અલી ખાને તેમના નવા જન્મેલા બાળકને સોશિયલ મીડિયામાં લોકો સમક્ષ પેશ નહીં કરવાનો - ટૂંકમાં, સોશિયલ મીડિયા અને લોકોથી દૂર રાખવાનો નિર્ણય જાહેર કર્યો ત્યારે ઘણાં લોકોને આશ્ચર્ય થયું હતું, પણ હવે સન્ની લિયોનીએ પણ તેના સંતાનોને 'પબ્લિક-આઈ'થી શક્ય હોય ત્યાં સુધી દૂર રાખવાનો નિર્ણય જાહેર કર્યો. દરેક દંપતિને તેમના સંતાનોને કેવી રીતે રાખવા તેનો તેમને અધિકાર છે, પણ સેલિબ્રિટીનું જીવન તો લોકોના નજરમાં જ રહે છે, એ પણ એટલું જ સ્વાભાવિક છે. આમાં સન્ની લિયોની કંઈ અપવાદ તો ન હોય શકે.

જો કે આ સાથે સન્નીએ જણાવ્યું છે કે તે તેના ત્રણ સંતાનો-નિશા, નોહ અને અશેરની માહિતી અને ફોટા પોતાની પસંદગી મુજબ જાહેર કરશે. આમ, સન્ની અને તેનો પતિ ડેનિયલ વેબર તેમના સંતાનોનું જીવન શક્ય હોય ત્યાં સુધી પ્રાઇવેટ રાખશે. 'હું માનું છું કે શું બહાર આવવું જોઈએ, એ તો હું જે ઇચ્છીશ એ જ બહાર આવશે. હું માનું છું કે લોકો તરીકે અમે એ બાબત ભૂલી ગયા છીએ કે કોણ ડિજિટલ કન્ટેન્ટ વાપરે છે અથવા કોણ જુદાં જુદાં સોશિયલ પ્લેટફોર્મ્સનો ઉપયોગ કરે છે. તમે માહિતી રિલિઝ કરો છો કેમ કે તમે એ ઇચ્છો છો. આથી, આ અંગે લોકો એવું વિચારે છે કે તમારે પણ કંઈક મેળવી શકાય એ ઉદ્દેશની તેને આપવું જોઈએ,' એમ આ અભિનેત્રીએ જણાવ્યું હતું.

'માહિતી અને તસવીરો અમે અમારાં બાળકોની રિલિઝ કરીશું, પણ એ અમારી પસંદગીની હશે અને અમે એવા પ્રયાસો કરીશું તેમનું જીવન શક્ય હોય ત્યાં સુધી અમે ખાનગી રાખી શકીએ અને અમે તેને જ જાહેર કરી શું જેનો તેઓ ઉપયોગ કરી શકશે અને આ માટે અમે આવી સ્પષ્ટતા કરી છે. આ તો તેમની જીવન જીવવાની પધ્ધતિ છે,' એમ તેણે જણાવ્યું હતું.

સન્નીએ તો તેના બાળકોને એવું પૂછ્યું છે કે શું તેઓ લાઈટ્સ અને મીડિયાની ચમક વચ્ચે કમ્ફર્ટેબલ છો ને. 'હું કાયમ નિશાને પૂછું છું 'તું બરાબર છે ને, ડરી તો નથી ગઈને?' શું તું હાય કહેવા ઇચ્છે છે અથવા તો હાય કહેવા નથી ઇચ્છતી.' દરેક વખતે તે એવું કહે છે કે 'ના, હું કશું કહેવા નથી ઇચ્છતી અથવા હું ઓકે છું. હું તેની આ વાતનો આદર કરું છું,' એમ સન્નીએ જણાવ્યું હતું.

અત્યારે આ અભિનેત્રી કેરળમાં રિયાલિટી શોનું શુટિંગ કરી રહી છે. એ કહે છે મારા જોડકાં નોહ અને અશેર તો જવાબ આપવા માટે ઘણાં નાના છે. 'આમ તો આ બાબત સાવ સામાન્ય છે અને અમે બહાર જઈએ છીએ ત્યારે તો આ અંગે ઘણી વાતો થાય છે, અમે તેમને પૂછીશું. અત્યારે તો તેઓ ઘણાં નાના છે. તમારે તેમની લાગણીની આદર કરવો જોઈએ,' એમ સન્ની લિયોનીએ જણાવ્યું હતું.



from Magazines News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/2NT6gfX
Previous
Next Post »