
- 'મારી માર્કેટિંગ કરવામાં મેં ઘણા બધા નાણાં નથી રોક્યાં અથવા તો ચંડાળચોકળીનો હું કંઈ હિસ્સો નથી બન્યો. મારા સહકલાકારો, દિગ્દર્શકો અથવા નિર્માતા પર પડનારા પથ્થરોને હું સૌ પહેલો ઝીલનારો છું અને આ કામ પણ હું મારી મેળે જ કરું છું.'
અભિનેતા અભય દેઓલને ૧૫ માર્ચે ૪૫ વર્ષ થયા. અભયે ૨૦૦૫માં 'સોચા ના થા' ફિલ્મ થકી બોલીવૂડમાં એન્ટ્રી કરી, પણ તેની જર્ની પ્રમાણમાં બહુ મુશ્કેલ નથી રહી. અભય દેઓલે 'ઓયે લકી! ઓયે લકી' (૨૦૦૮), 'દેવ ડી '(૨૦૦૯), 'મનોરમા સિક્સ ફિટ્ અન્ડર' (૨૦૦૪) અને અન્ય કેટલીક ફિલ્મો આપી છે. જન્મદિનની અંગે પ્રશ્ન પૂછવામાં આવ્યું તો અભય દેઓલ કહે છે, 'હું કંઈ બર્થ ડે પર્સન નથી! ૨૫ વર્ષ પછી મેં જન્મદિવસ ઉજવવાનું બંધ કરી દીધું છે.'
કોઈ સ્પેશિયલ પ્લાન ન હોવા અંગે અભયે જણાવ્યું આ માટે કોઈ પ્લાન બનાવવાનો અંત આવી ગયો છે. આ સાથે તેણે ઉમેર્યું, 'સામાન્ય રીતે મિત્રો આવે અને કંઈક ઓર્ગેનિક બને તેને શ્રેષ્ઠ જન્મદિવસ કહી શકાય.'
જો કે અભય પાછળ જે ટેગ લગાવવામાં આવી છે, તેનો તેણે ઝાઝો વિચાર નથી કર્યો. તેની જર્ની 'એક એક્ટર' તરીકે શરૂ થઈ ત્યારે તેની સાથે જોડાયેલા મોટાભાગના દિગ્દર્શકો નવા જ હતા. 'મેં તકોનું નિર્માણ કર્યું હતું. તેઓ મારી કારકિર્દીની શરૂઆતમાં મારી પાસે આવ્યા નહોતા કેમ કે લોકો એ ફિલ્મો માટે નાણાં રોકવા તૈયાર જ નહોતા. મારી પ્રથમ પાંચ ફિલ્મોના દિગ્દર્શકો જ નવા હતા,' એમ તેમણે જણાવ્યું હતું.
આ પછી અભય દેઓલે વાતોને આગળ વધારતાં જણાવ્યું, 'અન્ડરરેટેડ અથવા 'ઓવરરેટેડ કહેવું વધુ સારું કહેવાશે.' (એ હસી પડે છે) 'મને ખબર છે એ કહેવા પાછળનું કારણ શું છે. હું તો એ જ કરું, જે કરવા હું ઇચ્છતો હોઉં અને હું જ્યાં જવા માગું ત્યાં જવાની મને સ્વતંત્રતા હોવી જોઈએ. હું કોઈ સ્ટારગેમ નથી રમતો,' એમ અભયે જણાવ્યું હતું.
'મારી માર્કેટિંગ કરવામાં મેં ઘણા બધા નાણાં નથી રોક્યાં અથવા તો ચંડાળચોકળીનો હું કંઈ હિસ્સો નથી બન્યો. મારા સહકલાકારો, દિગ્દર્શકો અથવા નિર્માતા પર પડનારા પથ્થરોને હું સૌ પહેલો ઝીલનારો છું અને આ કામ પણ હું મારી મેળે જ કરું છું.'
એમ અભય દેઓલે જણાવ્યું હતું.
આમ છતાં આ અભિનેતા કહે છે, આવું થાય તોય મને વાંધો નથી. 'હું જે કંઈ કરું છું, તેનો મને આનંદ છે. હું પ્રસિદ્ધિની આસપાસ વિકસ્યો છું અને તેમાં મારા પરિવારને પણ નિહાળ્યો છે (અભય દેઓલ ધર્મેન્દ્રનો ભાણેજ છે) જો કે આને કારણે હું કંઈ પ્રેમમાં નથી પડયો તમે સફળ થઈ ગયા એનો મતલબ એ નથી થતો કે તમે આનંદિત છો,' એમ અભય દેઓલે જણાવી વાતોનું સમાપન કર્યું હતું.
from Magazines News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/3roIu9e
ConversionConversion EmoticonEmoticon