
ભારતીય પૌરાણિક શાોકારોએ પોતાના ગ્રંથોમાં વર્ષમાં આવતા કેટલાક વણ માગ્યાં, લોકાચાર યુક્ત વિશેષ મુહૂર્તોનો વિશેષ ઉલ્લેખ જોવા મળે છે, જેવા કે દશેરા, બેસતું વર્ષ વસંત-પંચમી અખાત્રીજ અને ધૂળેટી.
ગુજરાત જેવા રાજ્યોમાં તો વૈષ્ણવ મંદિરોમાં વસન્ત પંચમીથી હોળી-ધૂળેટી સુધી તેમાં અબિલ ગુલાલથી હોળી રમીને આ રંગોત્સવનાં તહેવારને ઉજવવાનો પ્રારંભ થાય છે. લોક વ્યવહારમાં કેટલાક સ્થળે ધૂળ-રેલી-મેશથી હોળી ખેલવાથી આ પર્વ 'ધૂળેટી'ના નામથી સુવિખ્યાત છે. તો સંસ્કૃતમાં 'ધૂલિવંદન' થી ધૂળેટી પર્વ ઓળખાય છે.
શામળાજી-દ્વારિકા બેટદ્વારિકા, ડાકોર જેવા વૈષ્ણવ તીર્થોમાં-ફાગણના આ માસમાં મોટા લોક મેળા ભરાય છે. તો દેશમાં ખાસ કરીને વૃંન્દાવન ગોકુળમાં ભવ્ય રીતે 'હોલિકા ઉત્સવ'ની ઉજવણી થાય છે. આ દિવસોમાં પોતાના પ્યારા લાલજીને અબિલ ગુલાલ ઉડાડે છે. નવા કેસરિયા વાઘા પહેરાવાય છે. અને આ રીતે એમનો હોલોત્સવ વિધિનો પ્રારંભ થાય છે. ગુજરાતની સરહદે ડાંગ જિલ્લાનાં આદિવાસીઓમાં દિવાળીની જેમ જ હોળી-ધૂળેટીનો રંગોત્સવ મનાવવામાં આવતો. એ સિવાય બ્રિટિશ શાસન કાળ દરમિયાન ડાંગ જિલ્લાનાં રાજાઓનો સત્કાર કરવામાં આવતો. આ પ્રસંગને ઉજવવા આદિવાસી પ્રજા આનંદ-ઉલ્લાસથી હોળી-ધૂળેટી મનાવવામાં આવતી. વૈદિક કાળમાં ફાગણી પૂનમે નવા વર્ષનો પ્રારંભ ગણાવાતો. આ મંગલ પર્વને ઉજવવા, સૂર્યદેવતા તરફ આદર વ્યક્ત કરવા, અગ્નિ પ્રગટાવીને 'અગ્નિપૂજા' કરવામાં આવતી. આ તુગત તહેવાર સૌ પ્રજાની ખેતી, સુખ-સમૃદ્ધિ અને સ્વાસ્થ્ય અને ગાઢ સંબંધ ધરાવે છે. આ ઉત્સવ પર એક પરંપરાગત હોલીગીત ગવાય છે.
' ફાગણ આયો, સૌ રંગ લગાઓ રે...
જંગ મચાઓ રી, ધનક ધનક ઢોલક બાજે રે..
સૌ હોલી ખેલો, ધૂમ મચાઓરે..
બરસ બરસ પર આતી હૈ હોલી..
રંગો કા અનૂકા ત્યોહાર હૈ હોલી.
- પરેશ અંતાણી
from Magazines News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/3sou8XR
ConversionConversion EmoticonEmoticon