આણંદ : ખંભાતના ખાતર કૌભાંડમાં રૂા.૫૦ લાખની લાંચ લેતા એસીબીના હાથે ઝડપાયેલ આર.આર.સેલના તત્કાલીન એએસઆઈ પ્રકાશસિંહ રાઓલની જામીન અરજી આણંદની સેશન્સ કોર્ટે મંજુર કરી હતી. તો બીજી તરફ આણંદ એસીબીએ પોલીસની વગનો ઉપયોગ કરી હોટલમાં જબરદસ્તી ભાગીદારી કરાર કરવા અંગે પ્રકાશસિંહ રાઓલ વિરૂધ્ધ અન્ય એક ગુનો નોંધી તેની ધરપકડ કરી વધુ તપાસ અર્થે રીમાન્ડ મેળવવાની તજવીજ હાથ ધરી છે.
આર.આર.સેલના તત્કાલિન એએસઆઈ પ્રકાશસિંહ રાઓલ ગત તા.૩૧મી ડિસેમ્બરના રોજ રાત્રિના સુમારે ખંભાતના ખાતર કૌંભાડ અંગે આણંદ ખાતેથી રૂા.૫૦ લાખની લાંચ લેતા એસીબીના હાથે ઝડપાયા હોવાનો કિસ્સો સમગ્ર આણંદ સહિત રાજ્યભરમાં બહુચર્ચિત બન્યો હતો. અમદાવાદ એસીબીના હાથે પ્રકાશસિંહ રાઓલ ઝડપાયા બાદ આણંદ એસીબી પોલીસ મથકે આ અંગે ગુનો નોંધાયો હતો અને તબક્કાવાર રીમાન્ડ મંજુર થયા બાદ રીમાન્ડ પૂર્ણ થતા પ્રકાશસિંહ રાઓલને આણંદની સબજેલમાં મોકલી આપાયા હતા. બાદમાં પ્રકાશસિંહ રાઓલે પોતાના વકીલ મારફતે આણંદની કોર્ટમાં જામીન અરજી કરી હતી. જેની સુનાવણી યોજાતા પ્રકાશસિંહ રાઓલના વકીલની દલીલોને ગ્રાહ્ય રાખી ન્યાયાધીશે શરતોને આધીન જામીન અરજી મંજુર કરી હતી. જો કે બીજી તરફ આણંદ એસીબીની ટીમે પોલીસની વગનો ઉપયોગ કરી હેવમોર હોટલમાં જબરદસ્તીથી ભાગીદારી કરાર કરવાનો ગુનો પ્રકાશસિંહ રાઓલ વિરૂધ્ધ નોંધી જામીન મંજુર થતાની સાથે જ એસીબીની ટીમ સબજેલ ખાતે પહોંચી હતી અને અન્ય એક ગુનામાં તેઓની ધરપકડ કરી રીમાન્ડ મેળવવાની તજવીજ હાથ ધરી છે.
from Kheda anand News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/2PVEL6l
ConversionConversion EmoticonEmoticon