નડિયાદ : ખેડા જિલ્લામાં સ્થાનિક સ્વરાજની ચૂંટણીની રમત પૂરી થયા પછી હવે પ્રમુખપદની ખેંચતાણ પણ પૂરી થવામાં છે. ૧૫મી માર્ચે નગરપાલિકાઓના પ્રમુખપદનો જંગ લડાવાનો છે તો ૧૯ અને ૨૦ માર્ચે તાલુકા પંચાયતોમાં પ્રમુખની તાજેપોશી થવાની છે.
જિલ્લાની આઠેય તાલુકા પંચાયતોમાં વિજય હાંસલ કરનાર ભાજપ પક્ષ કેવા પ્રમુખોને પંચાયતોમાં બેસાડે છે તે જોવાની ઉત્સુકતા લોકોમાં જોવા મળી રહી છેં. ૧૯મી અને ૨૦મી માર્ચે નવી ચૂંટાયેલી તાલુકા પંચાયતોની પહેલી બેઠક આયોજિત કરવામાં આવી છે. આ બેઠકમાં પ્રમુખ અને ઉપપ્રમુખ માટેની ચૂંટણી યોજાશે. તેમાં ખેડા, નડિયાદ, ઠાસરા, મહેમદાવાદ અને મહુધામાં ૨૦મી માર્ચે તાલુકા પંચાયતની પહેલી બેઠક યોજાવાની છે, આ બેઠકમાં પ્રમુખ-ઉપપ્રમુખની વિવિધસર ચૂંટણી થશે. જ્યારે વસો ગળતેશ્વર અને માતરમાં ૧૯મી માર્ચે યોજાનારી પહેલી બેઠકમાં ચૂંટણી થશે. પ્રમુખપદની અનામત બેઠકોનો આ વખતે બધી તાલુકા પંચાયતોમાં પ્રભાવ નથી જોવા મળવાનો. જિલ્લામાં આ વખતે માતર, મહુધા, મહેમદાવાદ અને ગળતેશ્વર સિવાય બધી જ તાલુકાપંચાયતોમાં સામાન્ય બેઠક પરથી પ્રમુખ ચૂંટાવવાના છે. ગળતેશ્વર તાલુકા પંચાયતમાં મહિલા બેઠકને પ્રમુખપદ હોવાથી બે ઉમેદવારો વચ્ચે તીવ્ર સ્પર્ધા જામી છે. ઠાસરા, ખેડા, નડિયાદ અને વસો તાલુકા પંચાયતમાં સામાન્ય બેઠક પરથી પ્રમુખ ચૂંટાવાના છે. ખેડા તાલુકા પંચાયતમાં પહેલી જ વાર સત્તા મળી હોવાથી પ્રમુખપદની સ્પર્ધા સૌથી તીવ્ર છે.
તાલુકા પંચાયતોમાં ભાજપે જીતેલી બેઠકો કેટલી ? પ્રમુખપદની બેઠક અને ચૂંટમીની તારીખો
તાલુકા પંચાયત કુલ બેઠકો ભાજપે જીતેલી બેઠકો પ્રમુખપદની બેઠક ચૂંટણીની તારીખ
ખેડા ૧૮ ૧૨ સામાન્ય ૨૦ માચ
માતર ૨૦ ૧૦ સામાન્ય સ્ત્રી ૧૯ માર્ચ
વસો ૧૬ ૧૧ સામાન્ય ૧૯ માર્ચ
નડિયાદ ૨૬ ૧૭ સામાન્ય ૨૦ માર્ચ
મહેમદાવાદ ૨૬ ૨૦ સામાન્ય સ્ત્રી ૨૦ માચ
મહુધા ૧૮ ૧૨ સામાજિક શૈક્ષણિક પછાત ૧૯ માર્ચ
ઠાસરા ૨૪ ૧૬ સામાન્ય ૨૦ માચ
ગળતેશ્વર ૧૮ ૧૦ સામાન્ય સ્ત્રી ૧૯ માર્ચ
from Kheda anand News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/2N6gKbz
ConversionConversion EmoticonEmoticon