
- રિતેશ એસ. કુમાર સિક્રેટસ ઓફ લવમાં રજનીશના જીવનના મહત્ત્વના પ્રસંગો, એમની ફિલ્મસૂફી, રજનીશથી ઓશો બનવા સુધીની એમની જીવનયાત્રાનું નિરૂપણ થશે.
દુનિયાના સૌથી વિવાદાસ્પદ ધર્મગુરુઓમાં તમે આચાર્ય રજનીશનું નામ આંખ મીચીને મુકી શકો. પછીથી પોતાનું ઓશો તરીકે નામકરણ કરનાર આ ક્રાંતિકારી વિચારક અને ઉપદેશક પોતાની હયાતિ દરમ્યાન અને હયાતિ પછી પણ ચર્ચાના કેન્દ્રમાં રહ્યા છે. કદાચ એટલા માટે કે રજનીશ ઘટનાપ્રચુર જીવન જીવ્યા. એમની જીવનકથા કાયમ ફિલ્મસર્જકોને આકર્ષતી રહી છે. ધર્મગુરુના પ્રાદુર્ભાવ અને એમની જીવનયાત્રામાં એમના વિવાદાસ્પદ પર્સનલ સેક્રેટરી મા આનંદ શીલાની ભૂમિકા પર સૌપ્રથમ એક ડોક્યુમેન્ટ્રીએ પ્રકાશ પાડયો. ૨૦૧૮માં એવી અફવા વહેતી થઈ હતી કે ફિલ્મમેકર શકુન બાત્રા ગુરુ અને શિષ્યાના સંબંધો પર ફિલ્મ બનાવવાના છે. એવી પણ વાત આવી હતી કે એ ફિલ્મમાં આમિર ખાન ઓશોનો અને આલિયા ભટ્ટ મા આનંદ શીલાનો રોલ કરશે. જો કે એ વાતને ક્યાંયથી સત્તાવાર સમર્થન નહોતુ સાંપડયું.
પછી ૨૦૧૯માં પ્રિયંકા ચોપરા જોનાસે એક શોમાં એવી જાહેરાત કરી હતી કે હું મા આનંદ શીલાની બાયોપિકમાં મુખ્ય ભૂમિકા ભજવીશ. પ્રિયંકાએ એમ પણ જણાવ્યું હતું કે 'રેઇનમેન'ના દિગ્દર્શક બેરી લેવિન્સન એ બાયોપિકનું દિગ્દર્શન કરશે. અલબત્ત, મા આનંદ શીલાએ એક ઇન્ટરવ્યુમાં એવો ખુલાસો કર્યો હતો કે મેં પ્રિયંકાને મારી બાયોપિક માટે પરમિશન નથી આપી. એમણે પ્રિયંકાને કાનૂની નોટિસ મોકલી હોવાના અહેવાલો પણ હતા.
આ બધી ભૂતકાળની વાતો થઈ અને વર્તમાનની વાત કરીએ તો આચાર્ય રજનીશ પર એક હિન્દી ફિલ્મ બની રહી છે. ધર્મગુરુના જીવન અને વિચારો પર અગાઉ ઘણી ડોક્યુમેન્ટ્રી બની ચુકી છે અને હવે ફિલ્મનો વારો છે. 'સિક્રેટ્સ ઓફ લવ' નામની આ ફિલ્મમાં એકટર અને સાંસદ રવિ કિશન ઓશોનો રોલ કરશે. ફિલ્મના દિગ્દર્શક છે રિતેશ એસ. કુમાર સિક્રેટસ ઓફ લવમાં રજનીશના જીવનના મહત્ત્વના પ્રસંગો, એમની ફિલ્મસૂફી, રજનીશથી ઓશો બનવા સુધીની એમની જીવનયાત્રા, એમના ફાઉન્ડેશન અને અમેરિકાની સરકાર સાથેના એમના મતભેદોનું નિરૂપણ થશે.
આ મહત્ત્વાકાંક્ષી પ્રોજેક્ટ વિશે હોંશભેર વાત કરતા અભિનેતા રવિ કિશન કહે છે, 'તમે એક એવી મોટી હસ્તીનું પાત્ર ભજવતા હો, જે માત્ર વિવાદાસ્પદ જ ન હોય પણ જેના અનુયાયીઓનો બહોળો વર્ગ દુનિયાભરમાં પથરાયેલો હોય ત્યારે તમારી જવાબદારી બહુ વધી જાય છે. ઓશોની ભૂમિકા શક્ય એટલા પરફેક્શન સાથે ભજવવા મેં એમના ઘણાં બધા પુસ્તકો વાંચ્યા છે અને એમાં દિગ્દર્શક તરફથી પણ મને ઘણી મદદ મળી. એમાં મારુ કામ થોડુ સહેલુ થઈ ગયુ. પરંતુ આ બધા છતાં અમે ઘણી કાળજી રાખી અને પુરતુ સંશોધન પણ કર્યુ.'
સવાલ એ છે કે ફિલ્મ ઇન્ડસ્ટ્રીના ઢગલાબંધ એકટરોમાંથી દિગ્દર્શક રિતેશ કુમારે ઓશોના રોલ માટે રવિ કિશન ઉપર જ શા માટે પસંદગી ઉતારી? એની પાસે એવુ શું છે જે બીજા એકટરો પાસે નથી? આ પ્રશ્ન રવિ કિશનને પૂછાતા એને હસવુ આવી જાય છે. પછી તેઓ તુરત સ્વસ્થ થઈને જવાબ આપે છે, 'મેં પણ રિતેશને પૂછ્યું હતું કે તે આ રોલ માટે મારો જ કેમ સંપર્ક સાધ્યો? એનું કોઈક તો કારણ હશે. મારી આવી પૃચ્છાના જવાબમાં રિતેશે કહ્યું કે તારી આંખો ઓશો જેવી જ છે અને તારા ફોટોગ્રાફ્સ પર મેં ઓશોનો ગેટઅપ ગોઠવીને જોયો હતો. તુ અસ્સલ એમના જેવો જ દેખાય છે. ઓશોની ભૂમિકા કરવાનો મારો અનુભવ ખરેખર ખૂબ સરસ રહ્યો. ઓશો વિશે ઘણું બધુ જાણ્યા પછી મને એવો પ્રશ્ન થાય છે કે એમના શાંત અને સ્થિર મનમાં ક્યારેય કોઈ વ્યક્તિ કેમ ખલેલ ન પાડી શકી, ઉનકા શાંત ચિત્ત બિલ્કુલ અખંડિત થા. દુનિયાની કોઈ તાકાત એમને વિચલિત નહોતી કરી શકી.'
from Magazines News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/3lRouLq
ConversionConversion EmoticonEmoticon