
- મીરાએ એ વાતને સમર્થન આપ્યું છે કે 'હા, અમારા વચ્ચે નવેમ્બરમાં જ ભંગાણ પડી ગયું હતું. અધ્યયને તેની બ્રેક-અપ સ્ટોરીઓ તેના ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર પોસ્ટ કરી છે.
અધ્યયન સુમન અને મીરા મિશ્રા વચ્ચે કંઈ હવે સુમેળભર્યા સંબંધ રહ્યા હોય એવું લાગતું નથી, એવું જાણવા મળ્યું છે અને તેમાં તથ્ય હોવાની પણ પૂરેપૂરી શક્યતા છે. બે વર્ષ સુધી અદાલતમાં લડાઈ લડયા બાદ, મીરા મિશ્રા અને અધ્યયન સુમન વચ્ચે તિરાડ પડી છે. લાંબા સમય સુધી બંને જણા ડેટિંગ કરી રહ્યા છે, એવી ઘણી અફવા સાંભળ્યા પછી હવે એવું જાણવા મળ્યું છે કે એ વાત જરાય સાચી નથી.
હજુ ગયા વર્ષના ઓક્ટોબર મહિનામાં અભિનેત્રી તેના ટીવી શો 'ગુડ્ડન-તુમસે નહીં હો પાયેગા'ના સેટ પર એ સ્વીકાર્યું હતું કે તેની સાથે મારે સંબંધ છે. તે વખતે અધ્યયન અને મીરા સાથે ફરતાં પણ નજરે પડતાં હતા, પણ આજે તો સ્ટોરી સાવ ભિન્ન જ છે. આ એક વેળા, એકબીજાના ગળાડૂબ પ્રેમમાં રહેતા બંને જણાં છૂટા પડવાને માર્ગે છે અને અભિનેત્રી તો પોતાના પિયરે જવાની તૈયારીમાં છે.
મીરાએ એ વાતને સમર્થન આપ્યું છે કે 'હા, અમારા વચ્ચે નવેમ્બરમાં જ ભંગાણ પડી ગયું હતું. અધ્યયને તેની બ્રેક-અપ સ્ટોરીઓ તેના ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર પોસ્ટ કરી છે. મને એ અંગે સ્પષ્ટતા કરવાનું ગમશે કે એ પોસ્ટ મારા માટે નહોતી. એ તો એનું ગીત છે.'
આ ઉપરાંત તેણે એમ પણ જણાવ્યું હતું કે 'હું આ રિલેશનશિપ અંગે ઘણી ગંભીર છું, પણ મેં અત્યાર સુધી મૌન ધારણ કર્યું હતું, પણ તેનો અર્થ એ નથી થતો કે મૌન કાયમ માટે ધારણ કર્યું છે. અમારા બંને વચ્ચે કોઈ પ્રકારના સંબંધો સુધરે એ બાબત સાવ નિષ્ફળ ગઈ છે. હું કોઈ અલગ વ્યક્તિના પ્રેમમાં જ પડી હતી. એક વખત મેં તેની સાથે જીવવાનું શરૂ કર્યું ત્યારે મને એ વાતની ખાતરી થઈ કે એ વ્યક્તિ તો ઘણો ભિન્ન છે, જેની મેં અગાઉ અપેક્ષા રાખી હતી. અમારા વચ્ચે કોમ્યુનિકેશન ગેપ પણ હતો. અમે બે મહિનામાં તો ભાગ્યે જ વાતો કરી હશે. હું મારા ટીવી શોમાં વ્યસ્ત હતી તો એ તેના પ્રોજેક્ટ્ના શુટિંગમાં વ્યસ્ત હતો.'
બ્રેક-અપ પછી પ્રેમ માટેનો તારો ભ્રમ ભાંગી ગયો?- આ પ્રશ્નના ઉત્તરમાં તેણે જણાવ્યું, 'હું હજુ પ્રેમમાં શ્રધ્ધા ધરાવું છું, પણ એ પહેલાં એ વ્યક્તિ કોણ છે એ મારે એમાં પડવા પહેલા જાણવું છે. આ તબક્કે તો મારે એટલું જ કહેવું છે કે ફિલ્મ ઇન્ડસ્ટ્રી સાથે સંકળાયેલી કોઈ પણ વ્યક્તિ સાથે ડેટિંગ કરવી મારા માટે પ્રતિકૂળ છે.'
from Magazines News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/3tOGkRY
ConversionConversion EmoticonEmoticon