જીવનમાં ભ્રાંતિ-સંશયથી ચિત્તને મુક્ત કરી જીવવું એ જ સત્ય ધર્મ


મા નવ જીવનમાં ધર્મ આનુવંશિક છે, પરંતુ ધર્મનું કાર્ય, વિધી  વિધાનો ક્રિયા-કલાપો  રીત-રિવાજો માન્યતાઓ, અંતર પ્રેરણાઓ વગેરેનો માત્ર  સંગ્રહ કરવા પૂરતું મર્યાદિત રાખી શકાય નહીં, પરંતુ  આ બધા જ અનુભવોને અને અનુભૂતિઓનો આધાર લઈને ધર્મમાં  નિરંતર ફેરફાર કરી ધર્મને સત્યમાં  પ્રસ્થાપિત  કરીને  આગળ ને આગળ લઈ જવો જોઈએ.

પરિવર્તન એજ આ સૃષ્ટિનો નિયમ છે. જગતની તમામ ચીજ પરિવર્તનશીલ છે, તો ધર્મને પણ પરિવર્તન કરવો જ જોઈએ. આજે ધર્મ સ્ત્રીઓને તિરસ્કારે તેને ગર્ભ દ્વારમાં જતી રોકવામાં આવે છે. જે સાવજ નબળા છે, તેને ટેકો આપવાને બદલે તેને તિરસ્કારે છે અને મૂડી પતિઓને ખોળામાં બેસાડે છે તેની આરતી ઉતારે છે. તેના વખાણ કરે છે તેના અહંકારને પોષે છે.

આ બધા જ મૂડીપતિઓ લોકોને બનાવીને, છેતરીને અસત્ય વ્યવહારો કરીને, પોતાના આત્માને છેતરીને જ મૂડીવાળા થયા હોય છે. આમ સમાજને જેઓ લુંટે છે, અસત્ય વ્યવહાર કરે છે, તેને આજે ધર્મ પૂજે છે. આમ ધર્મ પ્રથમ દ્રષ્ટિએ જ અસત્ય વ્યવહારને ટેકો આપે છે તે ધર્મ કહી શકાય નહીં. ધર્મ એટલે સત્ય અને સત્યને વળગીને રહેવું.

ધર્મ એટલે સમાનાં ભાવમાં, આત્મિક સત્યમાં, પૂરેપૂરી  સ્થિરતા પદાર્થની પ્રાપ્તિ અને તેની પકડથી શુધ્ધ ચિત્તથી મુક્તિ અને પોતાના ચિત્તને કયાંય પણ ચોંટેલું ન રાખવું અને શુધ્ધ અને મુક્ત રાખવું અને સત્યસ્વરૂપ જ વ્યવહાર અને આચરણ કરવું એનું નામ સાચો ત્યાગ છે. આવો સાચો સત્ય સ્વરૂપ ત્યાગ કે ધર્મમાં સત્ય સ્વરૂપ વ્યવહાર આવું કયાંય આજે જોવા જ મળતું નથી એટલે આજે સત્ય સ્વરૂપ ત્યાગ નથી નરી જ બનાવટ છે. પોતાના આત્માની છેતરપિંડી છે અને બનાવટને જ ટેકો આપવો તે  ધર્મ નથી કે સત્ય સ્વરૂપતા પણ નથી. એટલું જાણો, માનીને ચાલોમાં, માનીને ચાલવું તે અંધવિશ્વાસ અને અંધશ્રધ્ધા છે. જાણીને ચાલવું તે સત્યનો માર્ગ છે.



from Magazines News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/2PMRZlv
Previous
Next Post »