વંદે વંદે... .


વંદે દેવં ઉમાપતિમં સુરગુરું વંદે જગાત્કારનામ

વંદે પન્નગભૂષણં મૃગધરમ વંદે પશુનાં પતિમ

વંદે સૂર્યા શશાંક વહ્રિનયનં વંદે મુકુન્દં પ્રિયમ

વંદે ભક્તજનાશ્ચ ચ વરદં વંદે શિવમ શંકરમ

હે મહાદેવ. શત શત પ્રણામ. સાથે સાથે અમારી ભીતર બિરાજમાન તારા સુક્ષ્મ સ્વરૂપ એવા મારા જીવને પણ વંદન. આપની સાદગી જોઈને હે ભોળાનાથ અમે તારા  ઉપર વારી જઈએ છીએ. પણ સાદગીપૂર્ણ જીવન અમારીથી જીવી શકાતું નથી. પ્રભુ આપ તો ભોળાશંકર કહેવાવ છો. આપની ભક્તિ ભારોભાર કરવા છતાં અમારામાં જરાપણ ભોળપણ પ્રગટ થતું નથી. અમે અમારા જીવને એટલે કે તમને શિવને પણ વફાદાર નથી રહી શકતા. લોકો બીજાના ભોળપણનો લાભ ઉઠાવે છે? હે આશુતોષ તારા ઉપર દૂધ અને જળનો અભિષેક કરવાવાળા ખુદ ભોળા બની સ્વભાવમાં તથા આચરણમાં ભેળસેળ કરી રહ્યા છે. તથા તારા જેવા ભોળાઓને ભોળવી રહ્યા છે.

આખી ગંગાને જટામાં ધારણ કરી અમોને જીવન પ્રદાન કરનાર, જીવાડનાર ને અમારા શ્વાસમાં વસનાર હે દેવાધિદેવ અમોને તમારી જેમ લોકોના વાણી-વર્તનરૂપી ઝેર પચાવવાની શક્તિ આપજે વહાલા. હે ઉમાપતિ માતા પાર્વતીને રીઝવવા આપે નટરાજનું નૃત્ય કરેલ એવું જ જીવન સંગીત અને નાચગાન અમે અમારી જાતને ખુશ રાખવા કરીએ એટલી દયા કરજે નિલકંઠ. હે ભોલેનાથ ભસ્માસુરને મારી તમે પ્રજાને ત્રાસમુક્ત કરી હતી. અમો પણ અમારી જાતને અમારા ત્રાસમાંથી, અમારા બંધનમાંથી મુક્ત કરીએ એવી દયા કરજે શંભુ. અમો તારા બટુક છીએ. આ કોરોના કાળમાં જેમ બને એમ જલ્દી. અમારી વહારે આવ પ્રભુ.

હે પાલનહાર, હે જટાધરાય, હે વિશ્વેશ્વરાય, હે નાગેશ્વરાય અંતમાં તમારા જેવી વિશાળ દૃષ્ટિ અને સૌનું હિત અમારા હૈયામાં વસે એટલા માટે આ પ્રાર્થના જેટલી સમજણ અમોને આપજે સ્વામી.

।। હે ઈશ્વર હે દેવદયાળુ, હે પરમેશ્વર પરમ કૃપાળુ ।।

।। જ્યાં જ્યાં હું તો જોઉં ત્યાં ત્યાં તમને હું તો ભાળુ ।।

ઓમ નમ: શિવાય, ઓમ નમ: શિવાય, ઓમ નમ: શિવાય, શિવોહમ. શિવોહમ

- અંજના રાવલ



from Magazines News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/3te4Agh
Previous
Next Post »