મહાભારતનું ભીષણ યુદ્ધ પૂરું થયું. એ યુધ્ધમાં પાંડવોનો ભવ્ય વિજય થયો.
આ યુધ્ધ વખતે એક ટીટોડી એ યુધ્ધ ક્ષૈત્રમાં માળો કર્યો હતો. એમાં એનાં બચ્ચાં હતાં. જમીન પરનો આ માળો ખેદાનમેદાન થઈ ન જાય ને એનાં બચ્ચાં નાશ પામે, એવી પરિસ્થિતિ હતી. આમ છતાં ટીટોડીને ભગવાનમાં શ્રદ્ધા હતી કે, ભગવાન મારું અને મારાં બચ્ચાંનું અવશ્ય રક્ષણ કરશે.ળ
ત્યાં બન્યું એવું કે- યુદ્ધ માટે ઉન્મત બનેલો એક હાથી રણમેદાનમાં દોડી રહ્યો હતો. એના ગળામાં ઘંટ બાંધ્યો હતો. એ ઘંટ દોડતા હાથીના ગળામાંથી તૂટી પડયો ને તે પણ એ ટીટોડીના માળા ઉપર એવી રીતે પડયો કે, ન માળાને ઇજા થઈ કે, ન બચ્ચાં કચડાયાં, ને ટીટોડી અને તેનાં બચ્ચાં સહી સલામત બચી ગયાં.
મહાભારતના યુદ્ધમાં માત્ર પાંચ પાંડવને ભગવાન શ્રીકૃષ્ણ જ માત્ર બચ્ચા હતા, પણ અર્જુનને ભારે ગર્વ હતો કે, આ યુદ્ધ મારા લીધે જ જીતાયું છે. ભગવાન શ્રીકૃષ્ણ અર્જુનના આ અભિમાનનો ખ્યાલ આવી ગયો હતો, એટલે અર્જુનના અહંકારને દૂર કરવા માટે શ્રીકૃષ્ણ એને રણમેદાનમાં ટીટોડીના માળા પાસે લઈ ગયાને અર્જુનને કહ્યું જો, અર્જુન આવા યુદ્ધમાં આ બિચારી ટીટોડીને કોઈ બચાવી શકે ? આ ટીટોડીને એના બચ્ચાંને મારા માંની એની શ્રદ્ધાએ બચાવ્યાં છે. આ તો માનવી ખોટો ફુલાય છે. કે મેં આ બધું કર્યું. બાકી ભગવાન જ બધું કરતો હોય છે. અર્જુન તું તો માત્ર આ યુદ્ધમાં નિમિત્ત છે. કરવાવાળો તો માત્ર ભગવાન છે. ભગવાન બધુ કરે છે. પણ ફક્ત કોઈને નિમિત્ત બનાવે છે.
આ સાંભળી અર્જુનનું અભિમાન ઓગળી ગયું.
- કરસનભાઈ પટેલ
from Magazines News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/3bzDKcj
ConversionConversion EmoticonEmoticon