શ્રી રામકૃષ્ણ પરમહંસનાં ઉપદેશ વચનો

- ચુંબક પથ્થર પાણીમાં પડેલો રહે તો લોખંડને આકર્ષવાનો અને ઘસતાં જ આગ પેદા કરવાનો એનો ગુણ ખલાસ થઇ જતો નથી. વિષમ પરિસ્થિતિમાં ઘેરાયેલા રહેવા છતાં સજ્જન પોતાના આદર્શોે કદીપણ છોડતા નથી.



વં દન કરો એ દિવ્યજીવનોને કે જેમણે દીવાદાંડીરૂપ બની જગતને સન્માર્ગ બતાવ્યો છે. આવા એક દિવ્યજીવન સ્વરૂપ અને આત્મજ્ઞાાની પુરુષ હતા શ્રી રામકૃષ્ણ પરમહંસ તેમનાં ઉપદેશ વચનો અહીં પ્રસ્તુત છે.

* સંસાર એક કર્મક્ષેત્ર છે. કાર્યો કરતાં કરતાં જ્ઞાાન થાય છે. કર્મો કરતાં કરતાં આપણા મનના મેલ ધોવાઈ જાય છે. જ્ઞાાનયોગ બહુ કઠણ છે. દેહભાન થયા વિના જ્ઞાાન થાય નહિ.

* પુત્ર નથી, ધન નથી, સ્વાસ્થ્ય નથી જેવાં રોદણાં રડતા ઘણા લોકો જોવા મળે છે પરંતુ ભાગ્યે જ એવા વિરલા જોવા મળશે કે જે રોદણાં રડતાં હોય કે પ્રકાશ નથી, ભગવાન નથી, સત્કર્મ નથી જો આના માટે લોકો રડવા લાગે તો એમને કોઈ વાતની કમી ન રહે.

* વાદ વિવાદ ન કર. તું જેમ તારી શ્રદ્ધા અને અભિપ્રાય પર અટલ છે એમ બીજાને એની શ્રધ્ધા અને અભિપ્રાય પર અટલ રહેવાની સ્વતંત્રતા આપ.

* માખણ ખાવાની ઇચ્છા થાય તો 'દૂધમાં માખણ છે, દધમાં માખણ છે' એમરટવાથી શું મળે ? વલોવવાની મહેનત કરવી પડે. ત્યારે માખણ ઉપર આવે. 'ઇશ્વર છે ઇશ્વર છે' એમ બોલવાથી શું ઇશ્વર દેખાવાનો હતો કે ? હા, સાધના જોઇએ.

* જે સંસારત્યાગી છે એ તો ઇશ્વરને યાદ કરે જ. તેમાં વળી બહાદુરી શી ? પરંતુ સંસારમાં રહેવા છતાં જે ઇશ્વરનું સ્મરણ કરે એ જ ધન્ય. એ વ્યક્તિ વીસ મણનો પથ્થર માથે ઉઠાવીને વરઘોડો જુએ છે !

* તોફાની ઘોડો આંખે અંધારી બાંધી ન હોય તો સીધો ચાલતો નથી. તેમ વિવેક-વૈરાગ્યરૂપી અંધારી સંસારીજીવના મન પર બંધાતી નથી ત્યાં સુધી કુમાર્ગે જતા તેના મનને અટકાવી શકાતું નથી.

* ગંગામાં સ્નાન કરવાથી પાપ દૂર થાય છે એ વાત સાચી, પરંતુ પાપ ગંગાના પવિત્ર જળમાં પ્રવેશી શક્તાં નથી. એટલે માણસ જ્યારે ગંગામાં પ્રવેશ કરે છે ત્યારે પાપ કિનારે થંભી જાય છે અને માણસ જ્યારે પાણીમાંથી બહાર આવે છે ત્યારે એ તરત જ એને વળગી પડે છે. અને પહેલાંની જેમ એની સાથે જ રહે છે.

* ચુંબક પથ્થર પાણીમાં પડેલો રહે તો લોખંડને આકર્ષવાનો અને ઘસતાં જ આગ પેદા કરવાનો એનો ગુણ ખલાસ થઇ જતો નથી. વિષમ પરિસ્થિતિમાં ઘેરાયેલા રહેવા છતાં સજ્જન પોતાના આદર્શોે કદીપણ છોડતા નથી.

* પતંગિયાને દીવાનો પ્રકાશ મળી જાય તો તે પછી અંધારામાં પાછું ફરતું નથી. એમ જેને આત્મજ્ઞાાનનો પ્રકાશ મળી જાય છે તે અજ્ઞાાાનના અંધકારમાં ભટકતો નથી. પછી ભલે તેને ધર્મના માર્ગમાં સર્વસ્વ ગુમાવવુંપડે.

* વહાણ પાણીમાં રહે તો કોઈ વાંધો નથી પણ પાણી વહાણમાં ન રહેવું જોઇએ. એ જ રીતે સાધક ભલે સંસારમાં રહે પરંતુ તેનું મન સંસારમાં ન રહેવું જોઇએ.

* દોરામાં ગાંઠ પડી જાય તો તે સોયના નાકામાં ઘૂસી શક્તો નથી. અને તેનાથી સિવાતું નથી. મનમાં જો સ્વાર્થસભર સંકીર્ણતાની ગાંઠ પડેલી હોય તો તે ઇશ્વરમાં લાગી શક્તું નથી અને જીવનનું લક્ષ્ય પ્રાપ્ત કરી શક્તું નથી.

* ભીની માટીમાંથી જ રમકડાં અને વાસણ બને છે પરંતુ પકવેલી માટીમાંથી કશું જ બનતું નથી. એવી રીતે લાલસાની આગમાં જેની ભાવનારૂપી માટી બળી ગઈ તે ન તો ભક્ત બની શકે છે, ન તો ધર્માત્મા બની શકે છે.

* 'તમે અને તારું' એનું જ્ઞાાન. પરંતુ 'હું અને મારું' એનું નામ અજ્ઞાાન.

* એકલું ભણ્યે શું વળે ? ધારણા ક્યાં ? પંચાંગમાં લખ્યું છે કે વીસ ઇંચ પાણી પડશે પરંતુ પંચાંગ નિચોવો તો એક ટીપું ય ન પડે.

- કનૈયાલાલ રાવલ



from Magazines News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/3l1LWoW
Previous
Next Post »