સ્વામી વિવેકાનંદજી એકવાર અમેરિકા ગયા હતા. એક દિવસ તેનાં શહેરનાં રસ્તા પરથી પસાર થતા હતા. તેવામાં તેની પાસે એક નાનો છોકરો આવ્યો અને સ્વામીજીની પાસે જઈને તેઓની આગળ એક છાપુ ધરીને બોલ્યો : 'સાહેબ, આપ છાપુ ખરીદશો ?' સ્વામીજીએ છોકરા તરફ નિહાળ્યું. છોકરો દેખાવે સુંદર હતો, તબિયત પણ સારી હતી, આંખમાં ચમક હતી, કપડા પણ સ્વચ્છ પહેરેલા હતાં. કોઈ સારા ઘરનો છોકરો હોય, એમ સહેજે લાગતું હતું.
કદાચ અનાથ બાળક હોય, અહીંના અનાથાશ્રમ તરફથી તેને મદદ મળતી હશે. તેમ સ્વામીજીને લાગ્યું. સ્વામીજી કંઈ બોલે તે પહેલા તેણે કહ્યું,' સાહેબ, છાપાની કિંમત માત્ર એક પે ની જ છે ? સ્વામી વિવેકાનંદ મૃદુ અવાજે બોલ્યા ' બચ્ચા મને છાપાની કશી જરૂર નથી, પણ છોકરો આગ્રહ કરતા બોલ્યો, 'સાહેબ, છાપાની કંઈ વધારે કિંમત નથી' આપ તો ખરીદી શકો છો ' સ્વામીજી મીઠાશથી બોલ્યા, 'બેટા.મેં તને કહ્યું ને મારે એની ખરેખર જરૂર નથી.' હું તો સંન્યાસી છું પણ છોકરો પાછી પાની કરે તેવો ક્યાં હતો ? તેણે આગ્રહ જારી રાખ્યો. પણ મારા સાહેબ, એક પેની આપ ને ભારે પડે તેમ નથી. ' છાપુ લઈ લ્યો ને સાહેબ !'
સ્વામી વિવેકાનંદ આ ચબરાક છોકરાની મક્કમતા જોઈ મીઠું હસતાં હસતાં બોલ્યા : 'અરે મીઠ્ઠા બચ્ચા માંઠુ લગાડતો નહીં, તારા જેવા કુમળી વયના બાળકને ગુજરાન ચલાવવા છાપાં વેચવા પડે છે ? આ જોઈને મને ખેદ થાય છે. તારો આ બાલ્યકાળ તો રમત-ગમતમાં અને ભણવામાં પસાર થવો જોઈએ. એને બદલે તારે પૈસા કમાવા છાપાની ફેરી કરવી પડે છે ? આ દેશ તો ખૂબ સમુદ્ધ છે. પૈસાની રેલમછેલ છે. તો પછી તારા જેવા બાળકોને છાપાં વેચવાની જરૂર શી છે ? અહીં મદદ કરનારા દાનવીરો ક્યાં ઓછા છે ?
તારા જેવા બાળકોનાં ગુજરાનની કોઈ વ્યવસ્થા કરતા નથી ? બચ્ચા તારૂં કોઈ વાલી નથી ? અથવા તું ગરીબ મા બાપનો દિકરો છે ? અથવા તું ઘર છોડીને આ શહેરમાં ભાગી આવ્યો છે ? આ સાંભળીને છોકરો વિનયપૂર્વક બોલ્યો.
સાહેબ આપ મને સમજવામાં મોટી ભૂલ કરો છો, 'હું કાંઈ અનાથ બાળક નથી, હું ગરીબ પણ નથી, મારા મા-બાપ છે. ભાઈ-બહેન પણ છે. મારી પાસે આપ કમાઈ ની ૫૦ ડોલર જેટલી રકમ જમા છે. હું નિશાળે નિયમિત ભણવા પણ જાઉં છું. પરંતુ અમારા દેશના લોકો માને છે કે, અમે નાનપણથી જાત મહેનત કરી સ્વાશ્રયી બનીએ,' છાપા વેચવામાં કે બીજુ કોઈપણ કામ કરવામાં અમે નાનમ માનતા નથી. નાના નાનાં કામો કરીને અમે અમારા જેટલું કમાઈ લઈએ છીએ.
મારા શરીર ઉપર આપ જે કપડા જુઓ છો. એ મારી જાત કમાઈમાંથી ખરીદેલા છે, મારા મા-બાપ મને બધી જ મદદ કરી શકે. એવી સુખી સ્થિતિવાળાં છે, છતાં અમને આ રીતે સ્વાવલંબી બનવા પ્રોત્સાહન આપે છે.
હવે સાહેબ, આપ જ કહો કે મારી દયા ખાવાની જરૂર છે ખરી ? ગરીબાઈનો તો સવાલ જ ક્યાં રહ્યો ! આપને દિલગીર થવું પડે તેવું કશું જ નથી.
સ્વામી વિવેકાનંદ તો આ સ્વાશ્રયી છોકરાની વાતો સાંભળીને ખુશ ખુશ થઈ ગયા. અને તેમણે તુર્ત જ છોકરા પાસેથી છાપું ખરીદી લીધું. પછી સ્વામી વિવેકાનંદ વિચાર કરતાં કરતા આગળ ચાલ્યા.સ્વામીજીને મનમાં થયું કે આ બાળકનું ખમીર તો જો કેવો સ્વાશ્રયી છોકરો ! ક્યાં આવી ઉચ્ચભાવના સેવ તો બાળક અને મનોમન પ્રાર્થના કરવા લાગ્યા કે 'હે ભગવાન મારા ભારત દેશના બાળકોને પણ આવા જ સ્વાશ્રયી બનાવ.. ' હે બાળ, તને ધન્યવાદ'. (સદાચાર કથાઓમાંથી સાભાર)
સાચો ઉદ્યમ-પુરુષાર્થ એ જ સાચો ધર્મ છે.
- ઉમાકાન્ત જે.જોષી
from Magazines News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/3vdz3Ni
ConversionConversion EmoticonEmoticon