પરમ આધ્યાત્મિક તપસ્વી, યુગપુરૂષ શ્રી રામકૃષ્ણ પરમહંસ

- શ્રી રામકૃષ્ણ પરમહંસ દેવ કાલીમાના, જગદંબાના પરમ ભક્ત હતા તેમનામાં જ્યારે પણ દૈવી શક્તિનો સંચાર થતો ત્યારે તેઓ ઉન્માદની સ્થિતિમાં જાણે આ જગત નહી પણ 

- કાશીપુરમાં રામકૃષ્ણ દેવ પોતાના આયુષ્યના અંતિમ દિવસોમાં સ્વામી વિવેકાનંદ જેવા ધર્મ- અધ્યાત્મના પરમ શિષ્ય એવા સ્વામી વિવેકાનંદજીને પોતાની દિવ્ય શક્તિઓ વારસામાં આપી. 


ભા રત વર્ષના આ ખંડમાં સમયે- સમયે એવી મહાન વિભૂતિએ જન્મ લીધો છે કે તેઓ માત્ર પોતાના જ નહીં પણ પૂરા રાષ્ટ્ર અને પૂરા વિશ્વના માનવીઓના જીવનનો રાહ ઉજ્જવળ બનાવ્યો છે.

શ્રી રામકૃષ્ણ પરમહંસ જેમનો જન્મ બંગાળના હુગલી જિલ્લાના દરિયાર ગામે ફાગણ સુદ બીજ૧૮૩૬ના ખુદીરામજીને ત્યાં થયો હતો.

શ્રી રામકૃષ્ણ દેવ પાસે ઉપરછલ્લું પુસ્તકીયું જ્ઞાાન ન હતું પરંતુ કપરી અંત: સાધના પછી તેમને થયેલી એ બધી ઉચ્ચ પ્રકારની આધ્યાત્મિક અનુભૂતિઓ હતી તેમની વિદ્વતા, વિચારો, વચનો,વાણી ને મહાવિદ્યાલયોમાં તીક્ષ્ણ બુદ્ધિ સંપન્ન વિદ્યાનો એકી અવાજે સ્વીકારતા હતા.

શ્રી રામકૃષ્ણ પરમહંસ દેવ કાલીમાના, જગદંબાના પરમ ભક્ત હતા તેમનામાં જ્યારે પણ દૈવી શક્તિનો સંચાર થતો ત્યારે તેઓ ઉન્માદની સ્થિતિમાં જાણે આ જગત નહી પણ કોઈ અલૌકિક વિશ્વમાં પહોંચી જતા એ સમયે તેઓ અજબ પ્રકારના શબ્દોના ઉચ્ચારણ કરતા જેનો ઉંડો અર્થ જ રહેતો એ વખતે એમના પરમ પ્રિય શિષ્ય વિવેકાનંદજીને તેમને જણાવેલું 'તમને કુટુંબ નિર્વાહની ક્યારેય ચિંતા નહિ રહે' એમના એ વચનો ઘણા સાચા પુરવાર થયા.

શ્રી રામકૃષ્ણના ઉંડા જ્ઞાાન તથા તેમની દિવ્યવાણીમાં અનોખું આકર્ષણ હતું એમના ભાવુક ઉપદેશમાં ધર્મ અને અધ્યાત્મિક વાતો વિશિષ્ટ ઉદાહરણો દ્વારા સમજાવવાની કોશિષ કરતા જેથી તે સામાન્ય જનના હૃદયને પણ સ્પર્શી જતું. રામકૃષ્ણજીના ઉચ્ચ અધ્યાત્મિક જ્ઞાાન અને એમના મહાન ચારિત્ર્યના પ્રભાવમાં હર કોઈ સંત, મહંતો, સાધુ પુરુષો અને વિભૂતિઓનો સમાવેશ થાય છે.

જ્યારે રામકૃષ્ણ પરમહંસે ૧૬ ઓગસ્ટ ૧૮૮૬ના જ્યારે સમાધિ લઈને પરલોક સિધાવ્યા ત્યારે તેમના આશ્રમવાસીઓ દુ:ખમાં ડૂબી ગયા એ વખતે તેમના પત્ની શારદામણિએ આક્રંદ કર્યું કે રામકૃષ્ણ દેવ તમે અમને બધાને છોડીને ક્યાં ચાલ્યા ગયા ? ત્યારે તેમને અચાનક સ્ફૂરણા થઈ. જાણે રામકૃષ્ણ દેવનો અવાજ સંભળાયો, 'શારદા ! હું ક્યાંય ગયો નથી હું તો એક ઓરડામાંથી જાણે બીજા ઓરડામાં ગયો છું.'

આટલું સરળ, સીધું વાકય મૃત્યુ જેવી મહાઘટનાનો સાચો મર્મ સમજાવી દે છે. મૃત્યુ આપણને કોઈ દુ:ખદ દુ:ર્ઘટના સમાન ભાસે છે, જો તે એવી અણગમતી બાબત હોય તો ઇશ્વર આપણા જીવનમાં તેને શા માટે મોકલાવે છે ? મૃત્યુને સાચા અર્થમાં સમજવાને માટે  આપણે પાયાથી દૃષ્ટિકોણમાં પરિવર્તન લાવવાની જરૂર છે. રામકૃષ્ણ દેવના વિચાર પ્રમાણે મૃત્યુ એ એક માધ્યમમાંથી બીજા માધ્યમમાં જવાની એક સ્વાભાવિક ઘટના છે.

એકવાર એક શિષ્યે રામકૃષ્ણદેવને પ્રશ્ન કર્યો,

'ગુરુદેવ ! આ સંસારમાં મનુષ્યનો જન્મ શા માટે થયો છે ?'

પ્રત્યુત્તરમાં રામકૃષ્ણજીએ જણાવ્યું : 'મનુષ્યનો જન્મ બે કારણોસર થયો છે એક કારણ તે સ્વયં તે જાણે અને બીજું કારણ તે વિશ્વને સમજે.' અર્થાત્ માનવ જીવનમાં આત્મજ્ઞાાન અને વિશ્વજ્ઞાાન એ જ પાયારૂપ તત્ત્વો છે.'

કાશીપુરમાં રામકૃષ્ણ દેવ પોતાના આયુષ્યના અંતિમ દિવસોમાં સ્વામી વિવેકાનંદ જેવા ધર્મ- અધ્યાત્મના પરમ શિષ્ય એવા સ્વામી વિવેકાનંદજીને પોતાની દિવ્ય શક્તિઓ વારસામાં આપી. ગુરુજીની આજ્ઞાા અનુસાર સ્વામી વિવેકાનંદે સન ૧૮૮૬માં રામકૃષ્ણ મઠ અને સને ૧૮૮૭માં રામકૃષ્ણ મિશનની સ્થાપના કરી.

શ્રી રામકૃષ્ણ પરમહંસ દેવે પોતાની જીવન સાધના દ્વારા શાશ્વત ધર્મના સત્યો અને તેના સાર અને આદેશો પૂરી ચોકસાઈથી સ્વામી વિવેકાનંદજીને સમજાવેલા જેનો પ્રચાર અને પ્રસાર સ્વામી વિવેકાનંદજી આજીવન દેશ- વિદેશમાં કરતા રહ્યા.

શ્રી રામકૃષ્ણ દેવના લીલાસંવરણ (ઇ.સ. ૧૮૮૬) પછી સ્થપાયેલા મિશન કેન્દ્રો, ધર્મ- અધ્યાત્મ, માનવ કલ્યાણ, રાહત કાર્ય, આરોગ્ય, સ્વાસ્થ્ય સંબંધી સેવાઓ, શિક્ષણ, વિદ્યાકીય સાંસ્કૃતિક શાખાઓ માનવ સંસ્કાર, ચારિત્ર્યના સિંચનનું ઉત્તમ કાર્ય કરી રહી છે.

- પરેશ અંતાણી



from Magazines News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/3t8QigC
Previous
Next Post »