આપમેળે પાણી પીતું રમકડું : ડિપ્પી બર્ડ


કા ચના ગોળાકાર પેટ અને લાંબી ડોકવાળા પક્ષી આકારનું ડિપ્પી બર્ડ તમે જોયું હશે. આ રમકડું તેની સામે મૂકેલા ગ્લાસમાંથી થોડી થોડી વારે ડોક નમાવી ચાંચ વડે પાણી પીધા કરે છે. ચાવી, યાંત્રિક રચના કે વીજળીના પાવર વિના માત્ર રાસાયણિક પ્રક્રિયાથી કામ કરતું આ રમકડું અજાયબી જેવું લાગે.

આ રમકડાની શોધ ૧૯૧૦માં ચીનમાં થયેલી. તે કેવી રીતે કામ કરે છે તે જાણો છો ? ડિપ્પી બર્ડના મુખ્ય ભાગ તેનું ગોળાકાર પેટ અને લાંબી નળી જેવી ડોક છે. પેટના ગોળાકાર ભાગમાં લાલ રંગનું પ્રવાહી હોય છે. તે મિથાઇલ કલોરાઈડ નામનું રસાયણ છે. આ પ્રવાહી ૪૦ ડિગ્રી ગરમીમાં વરાળ બને છે. બર્ડના માથામાં પાણી છાંટતા તેમાં રહેલી વરાળ પ્રવાહી બને છે. અને માથાનું વજન વધે એટલે તે નીચું નમી ગ્લાસમાં બોળાય. આ જ વખતે માથામાં બનેલું પ્રવાહી ફરીથી પેટમાં પહોંચી જાય છે. ડોકની રચના વક્રાકાર છે. એટલે પ્રવાહી પેટ તરફ રેલાય છે. અને પેટનો બલ્બ ભારે થઈ ડોક ફરી ઊંચકાય છે. બર્ડના માથામાં વરાળ અને પ્રવાહી બનવાની પ્રક્રિયા સતત ચાલ્યા કરે છે. અને ડોક નમાવીને પાણી પીધા કરે છે. 



from Magazines News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/31pr4Pw
Previous
Next Post »