- સંક્રમણમાં સતત વધારાના કારણે ગત વર્ષે તેનું વેચાણ ટોચ પર હતું
ગ યા વર્ષના બીજા અર્ધવાર્ષિક ગાળામાં વેગ આવ્યા પછી, કોવિડ-૧૯ ની બે મોટી દવાઓ - રેમેડીસિવીર અને ફેવિપીરવીરનું વેચાણ ઝડપથી ઘટી રહ્યું છે. માર્કેટ રિસર્ચ કંપનીના ડેટા દર્શાવે છે કે ગયા વર્ષે જાન્યુઆરીમાં, રેમેડીસિવીરનું વેચાણ ઘટીને રૂા. ૪૧ કરોડ થયું છે જે આગામી નવેમ્બરમાં રૂા. ૧૨૪ કરોડ હતું. સિપ્લાની સિપ્રેમી અને કેડિલા હેલ્થકેરની રેમડેક છેલ્લા કેટલાક મહિનાઓમાં સૌથી વધુ વેચાયેલી બ્રાન્ડ રહી છે. જાન્યુઆરીમાં પણ, આ બંને બ્રાન્ડ્સના દરેકનું વેચાણ ૧૫ કરોડ રૂપિયા થયું છે, જે રેમેડીસિવીરના કુલ માસિકના ૭૫ ટકા છે. આ બ્રાન્ડના વેચાણમાં પણ ઘટાડો થયો છે. ગત નવેમ્બર મહિનામાં આશરે રૂા. ૪૦ કરોડ (દરેક)ના માસિક વેચાણ બાદ તેનું વેચાણ ઘટયું છે.
રેમેડીસિવીર હોસ્પિટલોમાં આપવામાં આવતી ઈન્જેકશન દવા છે, પરંતુ મૌખિક એન્ટિવાયરલ દવા ફેવિપીરવીરના વેચાણમાં પણ છેલ્લા કેટલાક મહિના દરમિયાન ઘટાડો જોવા મળ્યો છે. તે હવે સપ્ટેમ્બરના ૧૧૭ કરોડ રૂપિયાના પીક માસિક વેચાણથી જાન્યુઆરીમાં ઝડપથી ઘટીને ૧૮ કરોડ રૂપિયા થઇ ગઇ છે. ગ્લેનમાર્કની ફાફીફ્લૂ એ બ્રાન્ડ છે જેનો બજારમાં સૌથી વધુ હિસ્સો છે. જોકે કોવિડ-૧૯ ના કેસોમાં ઘટાડો થવાને કારણે ફાબીફ્લુનું વેચાણ પણ ઘટયું છે. ૨૦૨૦ના વર્ષમાં રૂા. ૬૦થી ૭૦ કરોડના માસિક વેચાણની સરખામણીમાં જાન્યુઆરીમાં તે ઘટીને ૧૨ કરોડ રૂપિયા પર આવી ગયું છે.
મહિનાઓ પછી આ દવાઓના વેચાણમાં ઘટાડો થઇ રહ્યો છે. ડ્રગ ડીલરોનું કહેવું છે કે ફેબુ્રઆરી દરમિયાન ગુજરાતમાં ફેવીપીરવીર અને રેમેડીસિવીરનું વેચાણ માસિક ધોરણે ૯૦થી ૯૫ ટકા સુધી ઘટયું છે.
કોરોનાના કેસમાં ઘટાડો થતા અગાઉના મહિનાની તુલનામાં ૧૦ ટકા વેચાણ પણ થયું નથી, કેમ કે હોમ કેર અને હોસ્પિટલો બંનેમાં કોવિડના કેસોમાં ઘટાડો જોવા મળ્યો છે.
સામાન્ય રીતે પ્રથમ દિવસથી હોસ્પિટલોમાં આપવામાં આવતા રેમેડીસિવીરમાં પણ ડબલ્યુએચઓની માર્ગદર્શિકા મુજબ ઘટાડો જોવા મળ્યો છે.
ફૂડ એન્ડ ડ્રગ કંટ્રોલ એડમિનિસ્ટ્રેશન (એફડીસીએ)ના ડેટા સૂચવે છે કે રેમેડીસિવીરના ઈન્જેકશનનું માસિક વેચાણ ઘટી રહ્યું છે. નવેમ્બર ૨૦૨૦માં તે ૨,૨૭,૫૫૮ હતી, જે ડિસેમ્બર ૨૦૨૦માં ઘટીને ૯૧,૪૯૪ અને જાન્યુઆરી ૨૦૨૧માં ઘટીને ૨૦,૬૮૩ પર આવી ગઇ હતી અને ફેબુ્રઆરી ૨૦૨૧માં તે ફક્ત ૬,૫૬૪ પર આવી ગઇ હતી.
from Magazines News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/3kVEjQA
ConversionConversion EmoticonEmoticon