અદિતી રાવ અને કોંકણા સેન સાથે જોવા મળશે

- એન્થોલોજીના એક સેગ્મેન્ટમાં અદિતી રાવ હૈદરી અને બીજા સેગ્મેન્ટમાં રાષ્ટ્રીય પારિતોષિક વિજેતા કોંકણા સેન કામ કરવાના છે.


ધર્મા પ્રોડક્શન્સની ડિજિટલ પાંખ ધર્માટિક અને નેટફિલ્ક્સિ સાથે મળીને હવે વિવિધ કથાઓ પરથી ફિલ્મો બનાવવાની યોજના તૈયાર કરી રહ્યું હોવાનું જાણવા મળ્યું છે. એન્થોલોજી 'અજીબ દાસ્તાં' હેઠળ બનનારી આ ફિલ્મો માટે ધર્મા પ્રોડક્શન્સના કરણ જોહર અગ્રણી ફિલ્મસર્જકો જેવા કે રાજ મહેતા, નિરજ ઘાયવાન અને શશાંક ખૈતાનનો આ એન્થોલોજીના અન્ય એક સેગ્મેન્ટને દિગ્દર્શિત કરવા સંપર્ક કરે એવું જાણવા મળ્યું છે. આ ફિલ્મોમાં અદિતી રાવ હૈદર અને કોંકણા સેનને મહત્ત્વની ભૂમિકા આપવામાં આવે એવું જાણવા મળ્યું છે.

રાજ મહેતાએ ૨૦૧૯માં 'ગુડ ન્યૂઝ' ફિલ્મને દિગ્દર્શિત કરી પદાર્પણ કર્યું છે જ્યારે શશાંક તો ધર્મા પ્રોડક્શન્સનો મનગમતો દિગ્દર્શક છે અને તેણે 'હમ્પ્ટી શર્મા કી દુલ્હનિયા' અને 'બદ્રીનાથ કી દુલ્હનિયા' જેવી વ્યાવસાયિક રીતે સફળ ફિલ્મો આપી છે જેમાં વરુણ ધવન અને આલિયા ભટ્ટ કેન્દ્રસ્થ ભૂમિકામાં હતા. આ ઉપરાંત 'મસાન' ફેમ નિરજે તો સરતાજ સિંહની સ્ટોરીલાઈન હેઠળ બનેલી 'સક્રેડ ગેમ્સ-૨' દિગ્દર્શિત કરી હતી.

આ એન્થોલોજીના એક સેગ્મેન્ટમાં અદિતી રાવ હૈદરી અને બીજા સેગ્મેન્ટમાં રાષ્ટ્રીય પારિતોષિક વિજેતા કોંકણા સેન કામ કરવાના છે. જો કે હજુ એ સ્પષ્ટ નથી થયું કે ક્યા સેગ્મેન્ટમાં ક્યાં દિગ્દર્શક સાથે કઈ હીરોઈન કામ કરશે. આ સેગ્મેન્ટમાં માનવ કૌલ અને શેફાલી શાહ પણ હિસ્સેદાર હશે, એવું સુમાહિતગાર વર્તુળોએ જણાવ્યું છે.

આ વર્તુળોએ એમ પણ જણાવ્યું હતું કે 'લોકડાઉન પહેલા કેટલાંક સેગ્મેન્ટનું શુટિંગ થઈ ગયું છે અને કેટલાંકનું અનલોક જાહેર થયું ત્યાર પછી કામ પૂરું થયું છે.' જો કે ટીમ અત્યારે તો આ અંગેની સત્તાવાર જાહેરાત થાય એની રાહ જોઈ રહી છે. ઉપર જણાવેલા દિગ્દર્શકો અને કલાકારોનો સંપર્ક કરવાનો પ્રયાસ કરાયો છે, પણ એ શક્ય બન્યો નથી. તેઓ નેટફિલ્ક્સિ સાથે પણ કરારબદ્ધ છે કે કેમ એ જાણવાનો પણ પ્રયત્ન કરાયો છે. જો કે નેટફિલ્ક્સિ તરફથી પણ કશું જાણવા નથી મળ્યું.

ઉક્ત જણાવેલા દિગ્દર્શકો અને કલાકારો સાથે આવીને કેવી રીતે ઉક્ત પ્લાનને મૂર્તિમંત કરે છે એ જાણવું પણ એટલું જ રસપ્રદ છે. ભૂતકાળમાં નેટફિલ્ક્સિે 'લસ્ટ સ્ટોરીઝ', 'ઘોસ્ટ સ્ટોરીઝ' જેવી કેટલીક એન્થોલોજી તૈયાર કરી જ છે.

જો કે, ઉક્ત ફિલ્મો થતી અદિતી અને કોંકણા સેન નેટફિલ્ક્સિ સાથે પદાર્પણ નથી કરી રહી. પરિણીતી ચોપરા અભિનીત 'ધ ગર્લ ઓન ધ ટ્રેન'માં અદિતી આવી રહી છે, જે ૨૬ ફેબુ્રઆરી પર નેટફિલ્ક્સિ પ્લેટફોર્મ પર રિલિઝ થશે. કોંકણા સેન ગયા વર્ષે 'ડોલી કીટ્ટી ઔર વો ચમકતેં સિતારે' ફિલ્મમાં આવી ચૂકી છે.



from Magazines News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/30Cwaas
Previous
Next Post »