ધર્મનો ઇતિહાસ : માનવ જીવનમાં ધર્મનું એટલું બધુ મહત્વ


માનવ જીવનમાં  ધર્મનું એટલું બધુ મહત્વ છે, કે જેઓ ધર્મમાં જરાપણ જાણતાજ નથી, એવા માત્રને માત્ર માનીને, વાંચીને, સાંભળીને ચાલનારા પણ ધર્મની વધારે ચર્ચા કરતાં જોવા મળે છે, ખરેખર જોવા જઈએ તો, માનવ જાતનો ઇતિહાસ એજ ધર્મનો ઇતિહાસ  છે.

માણસનું  ધર્મનું જ્ઞાન પણ  તટસ્થ  પૂર્વ ગ્રહ વિનાનું અને આંતર સાધના દ્વારા પદ્ધતિપૂર્ણ  હોવું જ જોઈએ, એટલે કે એટલે ધામક અનુભૂતિઓનું, સ્વસ્વરૂપનું,  સ્વધર્મનું, સ્વભાવનું,  જાતનું, આત્મિક સત્યનીતાત્વિક અંતિમ સત્ય સ્વરૂપ પરત્વેની અભિવ્યક્તિની સચોટતાની આંતરિક તપાસ તેનું નામ સત્ય ધર્મ છે.

 આમ અંતર જ્ઞાાાન પ્રાપ્ત કરવું તે જ ધર્મ છે, બાકી બધુ જ  ભટકાવ છે, ભટકાવથી કદી  પરમ શાંતિ કે આનંદ ઉપલબ્ધ થાય જ નહીં , માણસ ધર્મ પાસે એટલે જ જાય છે, કે તેને પરમ શાંતિ અને આનંદ પ્રાપ્ત થાય, આજની સ્થિતિમાં કોઈને પ્રાપ્ત થતો નથી, માટે તે ધર્મનું આચરણ નથી પંણ ભટકાવ છે.આમ ધર્મ એ એક આંતરિક બૌદ્ધિકતાની શોધનો એક શુધ્ધ  સત્ય સ્વરૂપ પ્રયાસ છે,આત્મ જ્ઞાાાન પ્રાપ્ત કરવાની વીધી છે એટલેકે  ધામક માન્યતાઓની સત્યતા, તેના સત્ય સ્વરૂપ વલણો અને સત્ય સ્વરૂપ આધારોનું માનવ જીવનમા શું  મૂલ્ય અને સબંધધર્મ  નક્કી કરી આપે છે, આમ આંતર સાધનાનીઅનુભૂતિઓ  માન્યતાઓ, વગેરેનો ધર્મ એક તટસ્થતા પૂર્વક અભ્યાસ કરે છે અને આત્મિક સત્યમાં સ્થિર થઈને સત્યનું આચરણ આકલન  કરે છે, તેજ સત્ય  ધર્મ છે.



from Magazines News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/3vYtTVt
Previous
Next Post »